________________
૧૭ સુ]
શિલ્પકૃતિઓ
[ ૫૧૩
૨
તથા શક્તિપૂજાને લગતાં શિક્ષ્પો, એક જ સ્થાનમાં સાથે સાથે મળે છે; જેમકે મેઢેરા, પાટણ વગેરે સ્થળેએ મંદિરની દીવાલ પર, જ ધાપર, દિક્પાલાની સ્મૃતિ, સુરસુંદરીઓ–અપ્સરાઓનાયિકા, ઉપરાંત જે તે સંપ્રદાયનાં મુખ્ય દેવદેવીએ, અને નરથરમાં પૌરાણિક આખ્યાયિકાઓ-કથાએ આદિના પ્રસ ંગોનાં. આમાં ઘણી વખત તત્કાલીન પ્રજાનું સાંસ્કૃતિક જીવન જોવા મળે છે. મંદિરની તેમાં, ઘૂમટાની નીચે જુદી જુદી ભાતનાં, સમતલ વિતાનેમાં સૂક્ષ્મ કારીગરીવાળી પદ્મ આદિનાં તેમજ ભૌમિતિક તથા કેટલીક વખત ધાર્મિક કથાપ્રસ ંગેાનાં, અને થાંભલા ઉપર કીચકા, વિતાના અને ધૂમટાના છેડે દેવદેવીઓ કે અપ્સરાઓનાં શિલ્પ, થાંભલાએની ચારે બાજુએ ફૂલવેલ આદિની આકૃતિએ કે દેવદેવીએ આદિનાં શિલ્પ વગેરે મળે છે. વિમલશાહે આપુ ઉપર આદિનાથનું જૈન મ ંદિર બાંધાવ્યું ત્યારે એ મંદિરના નિર્માણ માટે માટે ભાગે ચદ્રાવતીના કારીગરા આવ્યા હશે. આ ચંદ્રાવતીનાં સુંદર સ્થાપત્યે તેમજ શિલ્પો માટે ભાગે નાશ પામ્યાં આજુબાજુનાં ગામામાં વેરવિખેર થઈ તણાઈ ગયાં, ખાનગી સંગ્રહેામાં તેમજ પરદેશ વેચાઈ ગયાં, છતાં એવી ઉત્તમ મનહર કારીગરીના નમૂનારૂપ એક તીર્થંકર-પ્રતિમા સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝુરિચના મ્યુઝિયમમાં જોવા મળી. આ મ્યુઝિયમના દફ્તરમાં આ પ્રતિમા ચદ્રાવતીની છે એનેાંધ સચવાઈ હોવાથી ચંદ્રાવતીની શિલ્પકલાનો ખ્યાલ લાવી શકીએ છીએ. ચામુડાની એક સુ ંદર પ્રતિમા કેટલાંક વર્ષોં ઉપર એ સમયના સંયુક્ત મુંબઈ રાજ્યના ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિયોલોજી ઍન્ડ આર્કાઇવ્ઝના ઉપરી ડો. પી. એમ. જોશીની મુંબઈની ઑફિસમાં હતી. આ ચામુંડા તથા ઝુરિચની જૈન પ્રતિમા દસમી સદીના અંત ભાગમાં કે અગિયારમી સદીની શરૂઆતમાં મૂકી શકાય તેવી છે.
કચ્છના કેરા અને કોટાયનાં શિલ્પ તથા સ્થાપત્યને રાજસ્થાનમાંના જગતના અંબિકા માતાના મંદિરનાં શિલ્પ તેમજ સ્થાપત્ય સાથે ઘણા નજીકના સબંધ છે, જે સૂચવે છે કે રાજસ્થાન અને ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. કેરાના મ`દિરની બહારની દીવાલ પરના તથા કાટાયના મદિરના શિલ્પ(પટ્ટ. ૩૩, આ. ૭૪)ને મોઢેરાના સૂર્યમંદિરની દીવાલ પરની અપ્સરાએ–સુરસુ દરીએ-નાયિકા સાથે સરખાવવાથી અલંકારોનું સામ્ય નજરે પડશે, મોઢેરાના સૂર્ય મંદિરનાં શિલ્પે। (પટ્ટ. ૧૭, આ. ૪૭) અને વિમલવસહીનાં મૂળ શિપેા (પટ્ટ. ૨૮, આ. ૬) સરખાવવાથી બે વચ્ચેનાં સામ્ય અને તફાવત સ્પષ્ટ થશે.