________________
[.
૪૭૬ ]
લકી કાલ કુમારપાલના મંદિરની આગળ મેઘધ્વનિ નામનો સામેશ્વર–મંઠ૫ ભીમદેવ ૨ જાએ ઉમેરાવ્યો હોવાનું વર્ણન ત્યાંની શ્રીધરપ્રશસ્તિ( ઈ. સ. ૧૨૧૩)માં નિરૂપાયું છે. ૨૪૭ સારંગદેવ વાઘેલાના રાજ્યની (ઈ. સ. ૧૨૯૨ ની) સિન્હા પ્રશસ્તિ નામે જાણીતી થયેલ પ્રશસ્તિમાં સેમેશ્વર-મંડપની ઉત્તરે પાંચ દેવાલ અને એક કીર્તિતોરણ ગંઠ ત્રિપુરાંતકે રચાવ્યાં હતાં. - ઈ. સ. ૧૯૫૦ માં થાપરે મંદિરના ગર્ભગૃહ અને મંડપનું ઉખનન પ્રાયગિક ખાડાઓ બેદીને ક્યું હતું. કુમારપાલના સમયના મંદિર પૂર્વેના એમાં બે જુદા જુદા સમયનાં ઈમારતી બાંધકામ જોવામાં આવ્યાં હતા, એટલું જ નહિ, પણ એ પૂર્વનું એની નીચે બાંધકામ હોવાનું જણાયું હતું. આમાં પ્રથમ બાંધકામ માત્ર ગર્ભગૃહ અને મંડપનું બનેલું હતું અને એની પૂર્વ દિશામાં પાન શ્રેણીવાળી શૃંગારકી હતી. મંદિરની ઊભણી સાદી હતી. ક્યાંક ક્યાંક ફૂલપાનનું નકશીકામ હતું. મંદિરની પ્રવેશચોકીનાં પગથિયાં, મંડપનું ભોંયતળિયું, બ્રહ્મશિલા (૨) વગેરેને તોડફેડનું નુકસાન પહોંચ્યું હતું. ક્યાંક અગ્નિ લગાડ્યાની નિશાનીઓ પણ હતી. ગઝનવીએ જે મંદિર તોડ્યું તે આ હેવાની સંભાવના છે. આ આખુંય મંદિર ઝીણું પિગળના લાલ પથ્થરનું બનેલું હતું.
આની ઉપરના બીજા મંદિરના અવશેષો પીળાશ પડતા રેતિયા બરછટ પથ્થરના હતા. તલમાનની દષ્ટિએ આ મંદિર પ્રથમના જેવું જ હતું. આ મંદિર ના ગર્ભગૃહની પરનાળ અગાઉના મંદિરની પરનાળ ઉપર આવેલી હતી. આ મંદિરની ઊભણી અગાઉના મંદિરની ઊભણું ઉપર આવેલી હતી. બંનેની ઊંચાઈ પણ સરખી હતી. વળી આ બીજી વખતનું મંદિર પ્રથમ મંદિરના અવશેષ ઉપર રચાયું હોવાને કારણે પ્રથમ મંદિરની ઘણું સામગ્રીને એમાં છૂટથી ઉપયોગ કરેલ હતો. ભીમદેવ ૧ લાના સમયમાં એટલે કે ઈસુની ૧૧ મી સદીમાં આ મંદિર બંધાવ્યું હોવા છતાં પીઠના ગજથર, અશ્વથર, નરથર વગેરે થરોને સાવ અભાવ હતો. પ્રથમના મંદિરની માફક ઊભણુમાં ક્યાંક ફૂલવેલની ભાતે કતરેલી હતી. આ મંદિરના ગર્ભગૃહની ઊભણું મળી નથી, માત્ર મંડપની જ મળી છે, અગિયારમી સદીમાં ગુજરાતનાં મંદિરોના મંડપમાં જોવામાં આવે છે એ રીતે મંડપને મધ્યભાગ બાર સ્તંભ પર રચેલ અષ્ટકોણ પર ટેકવેલ હોવાની નિશાન નીઓ મળી છે, પણ આ વખતે પણ પ્રથમની માફક પૂર્વ દિશાની એક જ ચોકી છે. તલમાનની દષ્ટિએ કુમારપાલના સમયના મંદિર પૂર્વેનાં આ બંને મંદિરોનું ગર્ભગૃહ બહુ જ આછા ભદ્રાદિ નિગમે ધરાવે છે અને મંડપના તલમાન સાથે મળીને લંબચોરસ ઘાટનું એ બનેલું જણાય છે.