________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારકા
[ ૪૭૫. મંદારક વગેરેનાં સુશોભન છે. મધ્યની પઘશિલા ઉત્તુંગ ટિની રચના ધરાવે છે. શૃંગારકીના સમતલ વિતાનમાં પ્રફુલ્લિત વિશાળ પદ્ધ કેરેલાં છે અને એમાં બીજા પ્રકારની છતયાજના સંધાટ પ્રકારની છે. એમાં ચડ-ઊતર કમ કેલ-કાચલાના થર તથા પદ્મકનાં સુભન છે. ગર્ભગૃહની દ્વારશાખા પંચશાખપ્રકારની છે. એમાં અનુક્રમે પદ્મશાખા, બાહ્યશાખા, બે રૂપશાખા અને મધ્યનો રૂપસ્તંભ આવેલાં છે. દ્વારશાખાના નીચલા ભાગે દ્વારપાલનાં શિલ્પ છે. દ્વારશાખાના ઉપલા છેડા હરગ્રહણક અને ભરણીથી વિભૂષિત છે. એના તરંગમાં પાંચ રયિકા (ગવાક્ષો) છે. એમાં અનુક્રમે ગણેશ, બ્રહ્મા, સૂર્ય, વિષ્ણુ અને દેવીનાં શિલ્પ છે. ઉદ્બરમાં મંગલઘાટ, ધનેશ અને હંસયુગલનાં શિલ્પની મધ્યમાં મંદાકિની રચના છે. ગૂઢમંડપની આગળ આવેલ મુખ્ય પ્રવેશચકીનું દ્વાર સપ્તશાખ પ્રકારનું છે. એમાં અનેકવિધ સમતલ થરાનું આયોજન થયું છે, પણ રૂપસ્તંભ અને ઓતરંગની રચના ગર્ભદ્વારને મળતી છે.
મંદિરની શિલ્પસમૃદ્ધિ ઉત્તમ કોટિની છે. પીઠ, મંડોવર, વેદિકા, શુકનાસ, સંવણું વગેરે અંગે વિવિધ દેવદેવીઓ, દિપાલે-દિપાલિકાઓ, વ્યાલ અને મિથુન-શિલ્પથી વિભૂષિત છે. એક ગણતરી પ્રમાણે મંદિરની બહારની બાજુએ લગભગ ૭૪૦ શિ૯૫ આવેલાં છે. મંડોવરની જઘાના બેવડા થરમાં ભિંગ અગર ત્રિભંગમાં આલિખિત ચતુર્ભુજ દિકપાલે, દિફપાલિકાઓ, વિવાદેવીઓ, અને નૃત્યાંગનાઓનાં શિલ્પ આવેલાં છે.
પ્રભાસપાટણ(તા. પાટણ-વેરાવળ, જિ. જૂનાગઢ)ના સોમનાથ મંદિરને અનેક વાર પુનરુદ્ધાર થયેલું છે. મૂળમાં એ મંદિર મિત્રકકાલ (ઈ. સ. ૪૭૦-૭૮૮) દરમ્યાન અસ્તિત્વમાં હોવાનું જણાય છે, કારણ કે આ કાલ દૂરમ્યાન પુનરુદ્ધાર પામેલ મંદિરે એની અગાઉના મંદિરના ગર્ભગૃહ પર રચાયાં હોવાનું જણાયું છે. ૨૪૪ સોલંકી રાજયના સ્થાપક મૂળરાજે આ મંદિરની અનેક વાર યાત્રા કરી હતી. ઈ. સ. ૧૦૨૬ના આરંભમાં એ મંદિરનો મહમૂદ ગઝનવીને હાથે ધ્વંસ થ.૨૪૫ એ પછી ભીમદેવ ૧ લાએ ત્યાં નવું પાષાણુનું મંદિર બંધાવ્યું હોવાનું કહેવાય છે, પણ થોડાક જ વખતમાં મંદિર પુનઃ જીર્ણ બની ગયું. એનું નવનિર્માણ વલભી સં. ૮૫ (ઈ. સ. ૧૧૬૯)માં કુમારપાલના હાથે થયું. કુમારપાલના સમયના લેખમાં એને લગતી વિગતો આપેલી છે. એમાં વર્ણવ્યા પ્રમાણે સોમનાથનો પ્રાસાદ મેરુપ્રકારને કરાવ્યો હતો. આ મંદિર આ પછી ઈ. સ. ૧૨૯૯ ના દિલ્હીના ખલજી સુલતાનના સરદાર ઉલુઘખાને તેવું.