________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારકો
[૫૫ કેનેડા( તા. ચાણસ્મા, જિ. મહેસાણા) ગામના તળાવના દક્ષિણ કઠે સૂક-સેલીનું બહુસ્મરણાદેવીનું પ્રાચીન સુંદર મંદિર આવેલું હતું, હવે પાયાની નિશાનીઓ સિવાય મંદિરનું ગર્ભગૃહ નાશ પામ્યું છે.૧૯૦ મંડપની વેદિકા, સ્તંભો અને કટકનો ભાગ જળવાઈ રહ્યો છે. મંડપની ત્રણે બાજુએ અવશેષરૂપ શૃંગારકીઓ આવેલી છે. ૧૯૧ મંડપના સ્તંભ ઘાટમાં મૂકના નીલકંઠ મંદિરના મંડપના સ્તંભ જેવા છે. વેદિકાની પીઠમાં પ્રાસમુખ અને ચંદ્રશાલાનાં અલંકરણ છે. મંડપના કરોટકની પદ્ધદલાંકિત છતમાં ગીતવાદ્યનૃત્યમાં રત સળ મૂર્તિ હવાની નિશાનીઓ જણાય છે, એની પદ્ધશિલા ઘાટીલી છે.
વાલમ(તા. વીસનગર, જિ. મહેસાણું)માં રણછોડજીનું મંદિર નામે ઓળખાતું એક વૈષ્ણવ મંદિર આવેલું છે.૧૯૨ મુળ મંદિર વરાહમંદિર હેવાનું જણાય છે. આદિવરાહની શ્યામ પાષાણુની ખંડિત મૂતિ હાલ મંદિરના પ્રાંગણમાં પડેલી છે. મંદિરનું ગર્ભગૃહ લંબચોરસ છે. મંદિરના ગર્ભગૃહની દ્વારા ખાના રૂપસ્તંભમાં દેવ-દેવીઓ અને નર્તકીઓનાં શિલ્પ છે. ઓતરંગ અને ઉબર પણ સુંદર કોતરકામથી વિભૂષિત છે. મંદિરના ગર્ભગૃહની દીવાલ અંદરથી સાદી છે, પરંતુ એમાં ઉત્તર તથા દક્ષિણ બાજુએ બે ભવ્ય ગવાક્ષ આવેલા છે તે દરેકમાં વિષાના ગેલેકમોહન સ્વરૂપની સુંદર ગરૂડારૂઢ ડાભુજ મૂર્તિ છે. વળી ગર્ભગૃહના ચારે ખૂણામાં કાટખૂણાકારે વિષણુનાં ચોવીસ સ્વરૂપે પૈકી છે. છ સ્વરૂપની મૂતિઓ એક એક ખૂણે મૂકેલી છે. ગર્ભગૃહની છત કોટક-ઘાટની છે. એમાં સુંદર કતરણીવાળી પવૃશિલા છે. મંદિરને કલાસનયુકત સભામંડપ સમચોરસ છે. વેદિકા પરના વામનતંભની કુંભીઓમાં ઘટપવને ધાટ છે. સ્તંભો મધ્યમાં અષ્ટકોણીય અને ઉપલા છેડે ગ્રાસ તથા હંસથરથી વિભૂષિત વૃત્તાકાર ઘાટના છે. ઘુમ્મટના કોટકને ઘાટ ગર્ભગૃહના કરાટકને મળતું છે. મંડપની આગળ વેદિકા અને વામનતંભથી શોભતી કક્ષાસનયુકત શૃંગારકીની બહારની દીવાલ નિર્ગમરહિત છે, પણ પીઠ મંડોવરમાં દરેક પ્રકારના શેભનસમૃદ્ધિવાળા વિશિષ્ટ ચર આવેલા છે. મંડપની વેદિકા ગર્ભગૃહના સમગ્ર ભાગને ફરી વળે છે. એમાં ગજથરની ઉપર નરયર અને રત્નપટ્ટ આવેલા છે. પીઠમાં કુંભાનું સ્થાન આવરણ દેવતાનો વિશિષ્ટ પર લે છે. એમાં વિષ્ણુના દશાવતાર - માંના કેટલાક અવતારનાં રિ૯પ કોતરેલાં છે. આ આવરણ-દેવતાને થર અને અંધાના થરની વચ્ચે ગ્રાસમુખનો ચર છે. જધાના થરમાં ઇલિકા-વલણથી વિભૂષિત ગવાક્ષે ને તેઓની બંને બાજુએ મંડપના વામન સ્તંભની પ્રતિકૃતિ રૂપ ખંભિકાઓનું આયોજન છે. મંડેવરના મધ્યગવાક્ષેમાં દક્ષિણે લક્ષ્મીનારાયણ,