________________
૪૫૪ ]
સોલંકી કાલ
[ પ્ર.
છે. અલબત્ત બંનેના શિલ્પવૈભવમાં થોડો ફેર છે. એમાં એક અગ્નિકાણનું મંદિર સૂર્યમંદિર છે. એના ગર્ભગૃહમાં સૂર્યમૂર્તિ હતી. નિત્યકોણ પરનું મંદિર હાલ લક્ષ્મીનારાયણનું કહેવાય છે. ૧૮૭
અગ્નિકોણના મંદિરના મંડોવરના પશ્ચિમ તરફના ભદ્રગવાક્ષમાં ગુજરાતની એક ઉત્તમ મૂર્તિ –હરિહરપિતા મહાક–આવેલી છે. ૧૮૮ બાકીના બે ગવાક્ષે પૈકી પૂર્વમાં ગરુડવાહન વિષ્ણુ અને દક્ષિણમાં ચતુર્ભુજ સૂર્યની મૂર્તિઓ છે. બંનેનાં શિખર તથા સંવર્ણ સરસ રીતે જળવાયાં છે. | મુખ્યમંદિરની ઈશાન અને વાયવ્ય કોણે સ્તંભાવલિયુક્ત પડાળી સાથે એક જ હરોળમાં ત્રણ ત્રણ ગર્ભગૃહવાળાં સામસામાં બે મંદિર આવેલાં છે. આમાં પૂર્વ તરફના ત્રિકૂટાચલના પાંચ ભદ્રગવાક્ષોમાં અનુક્રમે બ્રહ્મા, બ્રહ્મા, નટેશ, વરાહ અને વિષણુની મૂર્તિઓ છે, જ્યારે એની સામેના પશ્ચિમ તરફના ત્રિકૂટાયલમંદિરના પાંચ ભદ્રગવામાં અનુક્રમે બ્રહ્મા, બ્રહ્મા, ચામુંડા, નૃસિંહ અને વિષ્ણુનાં શિલ્પ છે. વળી મુખ્ય મંદિરની પશ્ચિમે પરસ્પરને અભિમુખ અતિશય નાના કદનાં બીજાં બે મંદિર આવેલાં છે તથા પૂર્વ તરફ પાર્શ્વનાથનું એક નાનું જનમંદિર છે. નેઋત્ય કોણ પર આવેલ ત્રણ ગભારાવાળા મંદિરમાં બ્રહ્માની સુંદર મૂર્તિ છે.
મુખ્ય મંદિરની સામે સુંદર કોતરણીવાળા બાર સ્તંભ વડે ટેવાયેલ અલગ ચતુષ્કી (ચેકી) આવેલી છે. મંદિરની પશ્ચિમે બે સ્તંભ વડે ટેવાયેલ સાદી રચનાવાળું કીતિતિરણ આવેલું છે, જે ઘણું પાછલા સમયની કૃતિ છે.
તળાવકાંઠે આવેલું લિંબાજી માતાનું અસલ મંદિર ૧૮૯ હાલ પારવા દેવીના મંદિર તરીકે ઓળખાય છે. એ મંદિર અવશેષરૂપે ઊભેલું છે. આ મદિર રચના પર ઘણી ઊંચી કોટિનું હશે એવું એની અવશેષ-રૂ૫ શિલ્પસમૃદ્ધિ પરથી સમજાય છે. એનું સપ્રમાણ સ્તંભ-આયોજન પણ ઊંચી કેટિનું છે. સૂક, કસરા અને મોટેરાનાં મંદિરના સ્તંભની યોજના સાથે એ સામ્ય ધરાવે છે. મંદિરની આગળ કીતિ તરણની રચના હોવાનું પણ હાલ ત્યાં અવશેષરૂપે ઊભેલા એના સ્તંભો પરથી જણાય છે. મંદિરની પૂર્વ તરફની દીવાલના મધ્યગવાક્ષમાં મહિષાસુરમર્દિનીની મૂર્તિ આવેલી છે. તદુપરાંત દિકપાલ ઈંદ્ર અને ઈશાનની મૂર્તિઓ પણ નજરે પડે છે.
પારવા દેવીના મંદિર ઉપરાંત ગામ બહાર બીજાં ત્રણ નાનાં મંદિર છે, તે પૈકીનું બ્રહ્માનું મંદિર સારી સ્થિતિમાં છે, શિવ અને વિષ્ણુનાં મંદિર તૂટી પાયાં છે.