________________
૧૪ મું . સ્થાપત્યકીય સ્મારક
[ ૪૪૯ સંડેર
સંડેર(તા. પાટણ જિ. મહેસાણા)માં આવેલા મંદિર-સમૂહમાંનું સાવ નાના: કદનું એક મંદિર એનાં સ્થાપત્યકીય સ્વરૂપ અને શિખર-રચનાની દૃષ્ટિએ અવાંતર અવસ્થાનું જણાય છે. બીજું મોટું મંદિર એના પછીની વિકસિત સેલંકી શૈલીનું છે ૧૮
તલમાનની દૃષ્ટિએ આ મંદિર માત્ર ગર્ભગૃહ અને પ્રાગ્રીવ(પ્રવેશચોકી)નું બનેલું છે. ગર્ભગૃહની બાહ્ય દીવાલ પર ભદ્ર તથા પ્રતિરથ નિર્ગમ ચડાવી એનું તલમાન ત્રિરથ સાધ્યું છે. આ રચના મંદિરના જમીન-તલથી માંડી શિખરની ટોચ સુધી પહોંચે છે. પ્રાગ્રીવનું તલમાન લગભગ સમરસ છે.
ઊર્ધ્વમાનની દષ્ટિએ આ મંદિરને પીઠ–વિભાગ કું અને કલશથી અલંકત છે. પીઠ પરના મંડોવર વિભાગને ઘેરી અંતરપત્રિકા વડે અલગ પાડેલ છે. મંડોવરની સૌથી નીચેને થર કેવાલો છે તે પર અંધાભાગમાં ગવાક્ષ-મંડિત શિ છે. એના ઉપર ફૂલવેલ ભાતની સુશોભન–પદિકા છે અને એ ઉપરના બેવડા કેવાલના થરને બેવડી અંતરપત્રિકા દ્વારા અલગ પાડેલ છે. અને સૌથી ઉપરની ઊંડી તક્ષણયુક્ત અંતરપત્રિકા મડવરને શિખર ભાગથી અલગ પાડે છે.
મંદિરનું શિખર ભદ્ર, પ્રતિરથ તેમજ કોણભાગે જાલક અને આમલકના મિશ્ર સ્વરૂપથી જાણીતી થયેલી રચના વડે અલંકૃત કરેલું છે. શિખરના રકંધ પર આમલક તથા કળશ આવેલાં છે.
પ્રાગ્રીવની બાહા દીવાલો વેદિકા તથા આસનપટ્ટથી અલંકૃત છે. વેદિકા પર વામનતંભ અને શિરાવટીની રચના છે. એના પર પાટ તથા પ્રહારના થરા આવેલા છે. પ્રવેશચેકીનું છાવણ સપાટ છે. ગર્ભગૃહની દ્વારશાખામાં ગણેશનું, અને તરંગમાં બ્રહ્મા વિષ્ણુ અને શિવનાં શિલ્પ છે. મંડપમાં આઠ નૃત્યાંગના એનાં શિલ્પ છે. મંડોવરના ભદ્રગવાક્ષેમાં પશ્ચિમે શિવ, ઉત્તરે વિષ્ણુ અને દક્ષિણે બ્રહ્માનાં શિલ્પ છે. ગેરાદ
ગોરાદ(તા. ચાણસ્મા, જિ. મહેસાણા)નું સંમેશ્વર મહાદેવનું મંદિર ગર્ભગ્રહ અને શૃંગારકીનું બનેલું છે. પીઠ અને મંડોવર આ કાલનાં અન્ય મંદિરોની જેમ વિવિધ થરોથી અલંકૃત છે. ગર્ભગૃહ પરનું શિખર અને શંગારકી પરનું છાવણ ખંડિત અવસ્થામાં છે. (હવે આ બંને પુનરુદ્ધાર પામ્યાં છે.) શંગાર* સે. ૨૯