________________
૪૪૮ ] સોલંકી કાલ
[ પ્ર. વલણ તોરણિયું કરી એમાં મધ્યપદમાં મુખ્ય દેવમૂર્તિ તથા આજુબાજુ દેવપરૂિ ચારિકાઓ સ્થાપવાનું તથા સ્તંભ-અંતરાલમાં ઈલિકા કરવાનું કહ્યું છે. અપરાજિતપૃચ્છાકારે આ પ્રકારનાં તેરણોને “ઉત્તુંગ તોરણ” તરીકે ઓળખાવેલ છે. ૧૬૫ વડનગર અને સિદ્ધપુરનાં તારણ ભારતપ્રસિદ્ધ છે. મંદિર-સંલગ્ન અન્ય સ્થળનાં કાતિ તારણોમાં શામળાજીના હરિશ્ચંદ્રની ચેરીના મંદિર સાથેનું તારણ ગુજરાતમાં સૌથી પ્રાચીન છે. મોઢેરાના સૂર્યમંદિરમાં અવશેષરૂપ ઊભેલાં બે તોરણે, વાલમ(કૃષ્ણમંદિર), પિલુદ્રા(સૂર્યમંદિર), ધૂમલી(હાલ રાજકોટ મ્યુઝિયમમાં), આસેડા (જસમલનાથ મંદિર,) કપડવંજ(કુંડના મથાળે આવેલું તરણ) વગેરે ગુજરાતનાં આ કાલનાં ગણનાપાત્ર તોરણ છે.
પ્રાકાર, બલાનક ને દેવકુલિકાઓની રચના મુખ્યત્વે જૈન મંદિરમાં જોવામાં આવે છે. એમાં મુખ્ય મંદિરની ચારે બાજુએ આયતાકાર તંભાવલિયુક્ત પડાળી અને એને સંલગ્ન દેવકુલિકાઓની હારમાળા રચવામાં આવે છે. એના મુખ્ય ઉનંગ પ્રવેશને “બલાનક’ કહે છે. આબુ-દેલવાડાનાં સુપ્રસિદ્ધ જૈન મંદિરો તથા ગિરનાર શત્રુંજય અને કુંભારિયાનાં મંદિરોની આવી રચનાઓ નોંધપાત્ર છે. મેજૂદ રહેલાં અગ્રગણ્ય દેવાલ (નકશે ૫ અને ૬).
સોલંકી કાળ દરમ્યાન ગુજરાતમાં સંખ્યાબંધ મોટાં નાનાં દેવાલય બંધાયાં હતાં. એમાંનાં કેટલાંક દેવાલને ઉલ્લેખ અભિલેખોમાં તથા સાહિત્યમાં થયે છે. હાલ એમાંનાં ચેડાંક મેજૂદ રહેલાં છે, જ્યારે ઘણું કાલબલે નષ્ટ થયેલાં છે. ગુજરાતમાં એ ઉપરાંત બીજાં એવા અનેક દેવાલય મેજૂદ રહેલાં છે, જે સ્થાપત્ય-સ્વરૂપ પરથી સોલંકી કાલનાં હોવાનું માલુમ પડે છે. ઉપર આપેલા વર્ગકરણમાં આમાંનાં અનેક દેવાલય ગણાવવામાં આવ્યાં છે, એમાંનાં અગ્રગણ્ય દેવાલયોનું વિગતે નિરૂપણ કરવું ઘટે છે. (અ) દ્વયંગી મંદિરે
ગર્ભગૃહ અને શંગારચોકીનાં બનેલાં નાના કદનાં આ મંદિર સારી રીતે સજાવેલાં છે. ચેકીની વેદિકા, વેદિકાપટ્ટના આસનપટ્ટ તથા કક્ષાસનની રચના તથા ઘટપલવ ઘાટનાં સ્તંભસુશોભન વગેરેને કારણે આ મંદિરના રચનાકાલથી સોલંકીશૈલી આકાર પામતી જણાય છે. વળી મંદિરના દરેક તલમાનમાં ભદ્રાદિ નિગમેને કારણે શિખર-રચનામાં ઉગાદિ અંગેનું ઉમેરણ થતાં મંદિર, બધા પંચાડી, નવાંડી વગેરે રૂપ ધારણ કરતાં પણ દેખાય છે અને એ બધાનો ઉત્તરોત્તર કમિક વિકાસ નજરે પડે છે.