________________
૧૩ મું ) સ્થાપત્યકીય સ્મારક
[ કામ થયેલાં જોવામાં આવે છે. એમાં મુખ્ય મંદિરની ચારે બાજુએ આયતાકાર પ્રાસાદ આગળ સ્તંભાવલિયુક્ત પડાળીમાં દેવકુલિકાઓની હારમાળાની યોજના જોવામાં આવે છે. આ પ્રકારની હારમાળાથી વિભૂષિત દેવકુલિકાઓની સંખ્યા ૨૪ હોય તો એને “ચોવીસી” નામે, પર હોય તે બાવન જિનાલય” નામે તથા હર હોય તે “બેતર જિનાલય” નામે ઓળખવામાં આવે છે. કુંભારિયાનાં મહાવીર, શાંતિનાથ, પાર્શ્વનાથ અને નેમિનાથનાં મંદિર જેવીસી પ્રકારનાં છે.૧૧૯ બાવન જિનાલયને નમૂને આબુની વિમલવસહિ૧૨૦ તથા લણવસહિના ૨૧ મંદિર પૂરું પાડે છે. ગિરનાર પરનું નેમિનાથ મંદિર ૨૨ બેતર જિનાલય છે. પદવિન્યાસ
મંદિરના તલમાનના પદવિન્યાસની ૨૩ સૈદ્ધાંતિક ચર્ચાઓ “સમરાંગણમૂત્રધારમાં આપી છે. ૧૨૪ મંદિરના ચેરસ તલમાન “વૈરાય” કે “ચક પ્રકારમાં ૪ થી શરૂ થતા બેકી વિભાગો (૬, ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, વગેરે)નું આયોજન કરી નિયત ભાગ ગર્ભગૃહ માટે અને બાકીના ભાગ ગર્ભગૃહને ફરતી ભિત્તિ વગેરે માટે રાખવાને એમાં આદેશ છે; દા. ત. ચોરસ તલમાનની દરેક બાજુએથી ચાર ચાર ભાગોની યોજના કરતાં કુલ ૧૬ ભાગે પૈકીના મધ્યના ચાર ભાગ ગર્ભગૃહ માટે અને બાકીના એને ફરતા બાર ભાગ ભિત્તિ વગેરે માટે રાખવાનું જણાવ્યું છે,
અપરાજિતચ્છા” એને અનુમોદન આપે છે. સોલંકી કાલનાં ઘણું મંદિરના ગર્ભગૃહ અને એની ફરતી દીવાલમાં આ યોજના આકાર લેતી જણાઈ છે. એમાં પુરાણેલિખિત ભિત્તિનું પ્રમાણ (૧:૪) જળવાયું છે.૧૨૫ શાસ્ત્રગ્રંથાએ આયતાકાર (લંબચોરસ ઘાટ) તલમાનને “પુષ્પક” નામે ઓળખાવેલ છે. ૧૨૬ એમાં ગર્ભગૃહની લંબાઈ પહોળાઈ કરતાં બમણી (૨ : ૧) રાખવાનું જણાવ્યું છે. ૨૭ શામળાજીના હરિશ્ચંદ્રની ચોરી મંદિરનું લંબચોરસ ગર્ભગૃહ આ પ્રમાણને ધ્યાનમાં રાખીને રચાયું છે.
મંદિરના તલમાનના પદવિન્યાસની પરિપાટી રચના બાબતમાં મહત્વની કાર્યપ્રણાલી નિપજાવતી જણાઈ છે. એક તો પદવિન્યાસને કારણે મંદિરનાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, મંડપાદિ અંગે નિયત સ્થાનમ નક્કી થઈ શકે છે તથા મંદિરની દીવાલ પર અપાનારા ભદ્રાદિનિગમનાં પ્રમાણ જવામાં એ ખૂબ ઉપયોગી નીવડે છે. ૧૩૮ સો-૨૮ .