________________
૧૬ મું 1
સ્થાપત્યકીય સ્મારક
[૪૧૭
મરાઠા કાલમાં બંધાયું હોય એમ મનાય છે. કાલિકામાતાના મંદિરને લગતા અલગ શિલાલેખ મળી આવ્યો છે, જે ઘણા સમય પછીને – એ ગુજરાતમાં ગાયકવાડેનું રાજ્ય સ્થિર થયું તે સમયને છે.
- પશ્ચિમ તરફનું પુરદ્વાર, જે “વડેદરી ભાગોળ’ને નામે ઓળખાય છે તે, અત્યંત સારી સ્થિતિમાં જળવાઈ રહ્યું છે. આ કારની બંને બાજુએ આવેલા બીતાતંભ (કુષ્યસ્તંભ) છેક કુંભીથી માંડી શિરાવટીના ભાગ સુધી સુંદર રીતે કેરેલા છે. આ સ્તંભની ઉપર બીજા બે વામનતંભ (ઉચ્છલક) ચડાવીને સ્તંભની ઊંચાઈ સાધવામાં આવી છે. આ બંને સ્તંભોની વચ્ચે અલંકૃત ભરણી આવેલી છે અને સૌથી ઉપરના સ્તંભની સાથે પુરકારની મદળો ટેકવાયેલી છે. પુરકારના છ સ્તંભો ઉપર બંને બાજુએ આ મદળો આવેલી છે અને એના પર પાટડા નાખી પુરદારનું ઢાંકણુ કરવામાં આવ્યું છે. દરવાજાના સૌથી ઉપરના ભાગે કાંગરા છે. દરવાજાની દીવાલ પર પુષ્પપત્રથી શોભતા કંદોરા કતરેલા છે. મદળમાં ગાળા પાડીને જુદાં જુદાં શિલ્પો વડે એ અલંકૃત કરવામાં આવી છે. શિપમાં અશ્વારૂઢ સ્ત્રીઓ, પુરુ, નર્તકીઓ, અસરાઓ, દેવદેવીઓ અને મિથુનયુગલો આવેલાં છે, પરંતુ, ઉપર કહ્યું તેમ, હીરાભાગોળને દરવાજે સાદો . વળી એની આગળ પ્રાંગણ પાડીને કોટની દીવાલ ઉત્તર-દક્ષિણ તરફ લંબાવી એને પૂર્વ-પશ્ચિમ વાળી લેવામાં આવી છે. આ પ્રાંગણના લંબચોરસ ભાગના પૂર્વોત્તર ખૂણા પર એક બીજા ના દરવાજે બનાવેલું છે. લશ્કરી ભૂહની દષ્ટિએ આ પ્રકારની રચના ખૂબ અગત્યની ગણાય છે.
હાલનું વડનગર (તા. ખેરાળુ, જિ. મહેસાણા) એક ઊંચી ટેકરી ઉપર, એની પૂર્વ સીમા પર આવેલ શર્મિષ્ઠા (મેરા) તળાવની આજુબાજુ અર્ધવર્તુલાકારે. વસેલું છે અને તેથી શહેરને ફરતા કેટને પૂર્વોત્તર વિભાગ પણ આવા જ અર્ધચંદ્રાકાર ઘાટમાં બાંધેલો છે. આ સિવાય કેટનો બાકીન વિભાગ લગભગ લંબચોરસ ઘાટનો છે.
શહેરને અતિહાસિક કાલને ઈટ અને પથ્થરને બાંધેલે કોટ હાલ તે ઘણે ઠેકાણે બિસ્માર હાલતમાં છે. શહેરનાં સમગ્ર દેખાવ અને આકાર તથા રચનાપદ્ધતિ પરથી એ નિશ્ચિત થાય છે કે આ નગર અને કેટ કે પૂર્વવિહિત યોજના અનુસાર નિર્માણ પામ્યાં નથી. વિ. સં. ૧૨૦૮(ઈ. સ. ૧૧૫૨)માં આ - સે-૨૭