________________
૪૧૬ ] લકી કાર
[.. કિલ્લાનું સીમાસંરક્ષણ અને લશ્કરી થાણું તરીકેનું જે મહત્ત્વ હતું તેવું જ મહત્વ ડભોઈના કિલ્લાનું ગુજરાતની અગ્નિકોણની સીમા માટેનું હતું.
ડભોઈને કિટલે સૌથી પ્રથમ સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાયે હોવાનું મનાય છે. ત્યાર પછી વરધવલ અને વીસલદેવના સમયમાં આ કિલ્લાનું અને ખાસ કરીને પુરદારોનું અત્યારના સમયનું આયોજન થયું હોવાનું જાણવા મળે છે. વીસલદેવના સમયની “વૈદ્યનાથ પ્રશસ્તિ' તરીકે જાણીતા થયેલ શિલાલેખ અત્યારે પણ પ્રસિદ્ધ હીરાભાગોળ પર આવેલું છે. એમાં કિલાનું સમારકામ અને પુરદાર તેમજ એની સાથે સંલગ્ન થયેલ વૈદ્યનાથ મહાદેવના મંદિર વિશેના ઉલ્લેખ મળે છે. એ મંદિર અને પુરકારેનું આયોજન એ વખતના પ્રસિદ્ધ સ્થપતિ દેવાદિત્યના હાથે થયું છે. દેવાદિત્યના વંશ વિશેની માહિતી તેમજ એની સાથે કારીગર તરીકે કામ કરતા કેટલાય શિલ્પીઓનાં નામ પણ એમાં મળે છે, પણ એમાં પાછળથી પ્રયોજાયેલી જનકૃતિ દ્વારા જાણીતા હીરા કડિયાનું નામ કે ઉલ્લેખ મળતાં નથી. સંભવતઃ મુસલમાનો કે મરાઠાઓના સમયમાં આ કિલ્લાનું સમારકામ થયું હોય અને એ કામ કરનાર કુશળ શિલ્પી તરીકે હીરાધરનું નામ જાણીતું થયું હોય એ બનવાજોગ છે, અને એના અસલ નિર્માતા દેવાદિત્યનું નામ આ માત્ર શિલાલેખમાં જ જળવાઈ રહ્યું હોય એમ લાગે છે.
ડભોઈને કિલ્લાની ચારે દિશાએ આવેલાં ચાર પુરહારે પૈકી વડદરી ભાગોળનું પુરકાર સારી સ્થિતિમાં જળવાઈ રહ્યું છે. મહુડી અને નાંદોદી દરવાજાઓ પણ ઠીક ઠીક સ્થિતિમાં જળવાયા છે, પરંતુ હીરાભાગળ તરીકે જાણીતા થયેલ અસલ ચાંપાનેરી દરવાજે પાછલા સમયમાં ઘણું સમારકામ પામીને હાલની સ્થિતિમાં ઊભો રહે છે, પરંતુ વૈદ્યનાથ-પ્રશસ્તિમાં વૈદ્યનાથના શિવમંદિરનો જે ઉલ્લેખ આવે છે તે મંદિર પૈકીને ઉત્તર તરફને ભાગ, (પટ્ટ. ૧૧, આ. ૩૬) જે હાલ કાલિકા માતાના મંદિર તરીકે ઓળખાય છે, તેના પીઠભાગ સુધીના અવશેષ એના અત્યંત કલાત્મક સ્વરૂપે અત્યારે પણ એની ભવ્ય અને આકર્ષક શિલ્પસમૃદ્ધિને વ્યક્ત કરે છે. હાલ દરવાજાની દક્ષિણ તરફને ભાગ, “વૈદ્યનાથ મંદિર' તરીકે ઓળખાતે ભાગ તથા એ બેની મધ્યના દરવાજાને ભાગ અસલ વૈદ્યનાથ મંદિર અને એની સાથે સંલગ્ન પુરદ્વાર હવાનું પ્રશસ્તિના લેખના આધારે નકકી થાય છે.
કાલિકામાતાના નામથી ઓળખાતા હીરાભાગોળના ઉત્તર તરફના ભાગમાં કાલિકામાતાનું મંદિર ઘણું પાછલા સમયમાં સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું જણાય છે. “વૈદ્યનાથ પ્રશસ્તિમાં આ મંદિર વિશે કશે જ ઉલ્લેખ નથી. આ મંદિર