________________
૧૫ મું ]
સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી
[૪૧૧ -
કપડવંજ, ઘલા, વસરાવી, ઘૂમલી, વસ્તાનડુંગરી, ધાતવા અને પાવાગઢની આજુબાજુ કાટોડિયા વગેરે અનેક જગ્યાઓએ મળી આવે છે. આ કીટાઓવાળાં સ્થળની પ્રાચીનતા કેટલેક સ્થળે તે મૌર્યકાલ કરતાં જૂની દેખાય છે, તો કેટલેક સ્થળે એ પ્રમાણમાં નવી અને સોલંકી કાલની તથા ત્યાર પછીના કાલની ગણાય એવી છે એ પરથી આ ઉદ્યોગ સોલંકી કાલમાં પણ સારી સ્થિતિમાં હોવાની સંભાવના થઈ શકે છે. કીટાઓની તપાસ કરતાં તારાપુરમાં ચાંદીની કાચી ધાતુમાંથી મળેલા કેટલાક કીટા, આબુ પાસે તાંબાની ધાતુના કીટા વગેરે મળ્યા છે, તેની મદદથી . આ ધાતુઓનું ઉત્પાદન આપણું પ્રદેશમાં થતું હોવાના મતને પુષ્ટિ મળે છે.
આ પુરાવાઓ પરથી ગુજરાતમાં વિવિધ ધાતુઓ ગાળીને એમાંથી જુદા , જુદા પદાર્થો બનાવવાની પ્રવૃત્તિ જાણતી હતી એવું વિધાન થઈ શકે, પરંતુ , ધાતુઓના બનેલા આ પદાર્થ શોધી કાઢીને એનાં સ્વરૂપોનો અભ્યાસ કરવાનું કામ બાકી રહે છે. અલબત્ત આ વિભાગમાં ધાતુની મૂર્તિઓ અને મંદિરમાં વિનિયોગ થયેલ હોય તેવી વસ્તુઓ જાણવામાં આવી છે, પરંતુ આ ક્ષેત્રમાં બીજી ઘણું સાધનસામગ્રીનું સંશોધન અપેક્ષિત છે.
ગુજરાતને પરદેશ સાથે વેપાર ચાલતો એ દ્વારા પરદેશ નિકાસ કરવામાં આવેલી વસ્તુઓમાં કાપડનું મહત્વ ઘણું હતું. ગુજરાત એના કાપડ-ઉદ્યોગ માટે સાહિત્યમાં ઘણું જાણીતું છે, પરંતુ જુના ગુજરાતી કાપડના નમૂના આપણે ત્યાં પ્રમાણમાં છેડા મળે છે તેથી સોલંકી કાલના કાપડના નમૂનાઓની આપણા પ્રદેશમાં શોધ કરવાથી ઝાઝો લાભ થવાનો સંભવ પ્રમાણમાં ઓછો ગણાય, પરંતુ ગુજરાતથી મિસરમાં નિકાસ કરવામાં આવેલા કાપડના કેટલાક નમૂના મિસરની જૂની રાજધાની કુસ્તાતમાંથી મળ્યા છે તેના પરની કેટલીક ભાત સોલંકી કાલની ઝાંખી આપે તેવી છે. મિસરની આબોહવાને લીધે સુરક્ષિત રહેલા આ નમૂનાઓ કરતાં જુના નમૂના ગુજરાતમાંથી દેવની મોરીના સ્તૂપમાંથી મળ્યા હતા તેથી આવા પદાર્થોની શોધ મુશ્કેલ હોવા છતાં અસંભવિત નથી એ અને . નોંધવું જરૂરી ગણાય.
સોલંકી કાલમાં પટોળાંને ઉદ્યોગ ગુજરાતમાં દાખલ થયો હોવાનું તેંધાયું છે, પરંતુ એ કાલનાં પટોળાંનો નમૂનો અદ્યાપિ મળ્યો નથી એની નોંધ લેવી . ઈષ્ટ છે.
આમ સોલંકીઓના સુવર્ણકાલ'ની ભૌતિક સામગ્રીને અભ્યાસ પ્રારંભિક દશામાં હોવાને લીધે એ કાલમાં સાહિત્યનાં વર્ણની અને ભૌતિક સંસ્કૃતિની . સમાચના કરીને એ કાલનું દર્શન કરવાનું કામ બાકી છે.