________________
-૧૪ મું]
સ્થળતપાસ અને ઉત્પનન દ્વારા મળતી માહિતી
[ ૦૯
એપવાળાં વાસણ પણ મળતાં હોવાનો સંભવ કાઢી નાખી શકાય એવો નથી. આ વાસણને વપરાશ પણ સુલતાનોના વખતમાં ઘણું હતું અને એની કેટલીક વિવિધતાઓ એ કાલમાં જાણીતી હતી, પરંતુ સોલંકી કાલમાં પણ આ વાસણ મળતાં હોવાનો સંભવ છે (પટ્ટ ૨, આ. ૧૦-૧૧; પટ્ટ ૪, આ. ૨૫).
સોલંકી કાલમાં વાસણોનાં સુશોભનમાં ચિત્રકામ ઉપરાંત, વાસ પર માટીની પટ્ટી ચટાડીને એની પર આંગળીઓથી ભાત ઉપસાવવી (પટ્ટ ૨, આ. ૨, ૪, ૬), એની પર માટી ભીની હોય ત્યારે એને કેતરીને સાદી ભાત તૈયાર કરવી, વગેરે કામે થતાં હોવાનું માની શકાય.
સોલંકી કાલનાં માટીનાં વાસણોની સરખામણીમાં રમકડાં (પદ ૩, આ. ૨૦, ૨૨, ૨૪) તેમજ માટીની મૂર્તિઓ ઘણું ઓછી મળે છે તેથી એના નમૂનાઓનું વર્ણન શક્ય નથી. મણકા તથા અન્ય પદાર્થોના નમૂના મળ્યા છે (પટ્ટ ૩, આ. ૧૫-૧૯, ૨૩; ૫ટ્ટ ૨, આ. ૯), પરંતુ માટીને વિશિષ્ટ ઉપયોગ લોખંડને ગાળવાની ભઠ્ઠીઓમાં થતો હોવાનું કુંભારિયાના અવશે પરથી સમજાય છે. કુંભારિયાનાં જૈન દેરાસરોની આજુબાજુ ભેખડના ઘણું કીટા વિખરાયેલા પડેલા છે. એ કીટાઓની સાથે માટીની નળાકાર ભઠ્ઠીઓ તથા એમાં મૂકેલી નળીઓના અવશેષ પડેલા છે. આ અવશેષ દેરાસરોના સમકાલીન હોવાનું સમજાય છે. આથી માલૂમ પડે છે કે સોલંકી કાળ દરમ્યાન ગુજરાતને લેખંડને જોઈતો માલસામાન અહીં તૈયાર થતો. સોલંકી કાલની નળાકાર ભઠ્ઠીઓ અને એમાં મૂકેલી નળીઓ સૂચવે છે કે આ ભઠ્ઠીઓમાં ધમણે વડે હવા પૂરીને બળતણને સતેજ રાખવામાં આવતું અને મૂષ દ્વારા ધાતુઓ ગાળવામાં આવતી. આમ માટીનો ધાતુ ગાળવામાં ઉપયોગ થતો.
માટીની ઈતર વસ્તુઓમાં ઈટોન ઉપગ ગણાવાય. વડનગરમાં ઈટને કિલે છે તેમજ વડોદરામાં સોલંકી કાલના ઈટની ઈમારતના અવશેષ મળ્યા
છે તે પરથી આ બાબત પર કંઈક પ્રકાશ પડે છે. માટીના સોપારી ઘાટના મણકા પણ આ કાલમાં બનાવવામાં આવતા. તળાવની પાળ પણ માટીની બનાવવામાં આવતી.
ગત કાલની માફક સોલંકી કાલમાં માટીને વિવિધ રીતે ઉપયોગ થતો હતો તેમજ પથ્થરનો પણ ઘણે ઉપયોગ થતો હતો. પથ્થરની નાની મોટી વસ્તુઓ હજુ શેધી કાઢવાની બાકી છે, પરંતુ સોલંકી કાલમાં પથ્થરોની બાંધેલી ધાર્મિક ઈમારતોના અવશેષ ઠેર ઠેર જોવામાં આવે છે. ગુજરાતના ઘણા ભાગોમાં પથ્થર