________________
૧૪ મું ]
ધર્મસંપ્રદાયો
[ ૪૦૩
બૂટ હોય એમ જણાય છે. મૂર્તિની બાજુમાં અશ્વિનીકુમારે નથી, પરંતુ માત્ર અનુચરે ઊભેલા છે. આ આકૃતિમાં સૂર્યરથના અશ્વ નથી, પણ સૂર્ય મૂતિ કમલાકૃતિ ઉપર ઊભેલી છે. સૂર્યની મૂર્તિના ઉપરના ભાગમાં બંને બાજુએ વિદ્યાધરો છે. આ વિદ્યાધરો જાણે કે સૂર્યની પૂજા કરતા હોય એમ બતાવેલા છે.૪૫ મંદિરની દક્ષિણ બાજુના ગોખમાં બીજી એક સૂર્યપ્રતિમા છે તેની બંને બાજુએ અશ્વિનીકુમારોને બદલે સ્ત્રીની આકૃતિઓ છે. આ સ્ત્રીઓ સૂર્યની પત્ની રાણી અને નિક્ષભા તરીકે ઓળખાય છે.૪૫ થાનના સૂર્યમંદિરની બારસાખમાં પણ સૂર્યની મૂતિ ઉકટિકાસનમાં છે કે આ મૂર્તિને સમય પ્રાન્ચૌલુક્ય માનવામાં આવે છે.
અમરેલી પાસેના દામનગર પાસેથી સૂર્યની એક મૂતિ મળી આવી છે. આ મૂર્તિ ઊભેલી છે અને એના પગે ઊંચા બૂટ છે. સૂર્ય પિતે સાત ઘેડાઓવાળા રથમાં છે. સૂર્યને પરિકરમાં સૂર્યની કુલ ૧૧ મૂર્તિ છે. બંને બાજુએ પાંચ પાંચ સૂર્ય અને મસ્તક ઉપર એક સૂર્ય, આ રીતે કુલ ૧૧ આદિત્ય બેઠેલા અને બારમી મુખ્ય ઊભેલી મૂર્તિ. મુખ્ય સૂર્યની બંને બાજુએ બે બે આકૃતિ છે તેમાં બે પુરુષ-આકૃતિ છે; એ દંડ અને પિંગલ છે. આ ઉપરાંત બીજી બે આકૃતિ સ્ત્રીઓની છે તે સૂર્યપત્નીઓ હેય એમ માનવામાં આવે છે. મુખ્ય સૂર્યના બંને હાથમાં ખીલેલાં કમળ છે. કમળના ઉપરના ભાગમાં ગંધની આકૃતિઓ છે. - કચ્છમાં ભૂજના મ્યુઝિયમમાં સૂર્યની એક ઊભેલી મૂર્તિ છે. આ મૂર્તિને ઊંચા બૂટ પહેરાવેલા છે. એમના બંને હાયમાં ખીલેલાં કમળ છે. એની બાજુમાં -દંડ અને પિંગલની આકૃતિઓ છે. આ મૂતિ પૂરેપૂરી પરદેશી અસર બતાવે છે. એનો પોશાક પણ ઉદીચ્ય છે. આ મૂર્તિમાં સાત અને રથ નથી એ નોંધપાત્ર છે.
રાજકેટના વૅટ્રસન મ્યુઝિયમમાં સૂર્યની સફેદ આરસની મૂર્તિ છે. આ મૂર્તિને પ્રભામંડલ છે. મૂર્તિની બાજુમાં પિંગલ, દંડ અને દેવીઓ છે.’
શ્રીમાલમાં જગવામી સૂર્યનું મંદિર હોવાનું મનાય છે. આ મંદિરમાં સૂર્ય અને રન્નાદેવીની કાઇપ્રતિમાઓ હતી. આ પ્રતિમાઓનું વર્ણન શ્રી કનૈયા લાલ ભાઈશંકર દવેએ કર્યું છે. આ મંદિરની મૂર્તિ માટે તેઓ કહે છે કે
આ મંદિરની મુખ્ય સુર્યપ્રતિમા શ્રીમાળના ભંગ સમયે મહાલક્ષ્મીની સાથે બ્રાહ્મણે લાવ્યા હતા એવું કહેવાય છે. આ પ્રતિમા આશરે ત્રથી ચાર ફૂટ ઊંચી, બે હાથમાં કમળ, માથે મુકુટ, ઊમેલી, અને વિષ્ણુધર્મોત્તર પ્રમાણે પ્રતિમાને