________________
૩૫૦ ] સોલંકી કાલ
[ પ્ર. સ્વરૂપ ઘડાયું. આ વૈકદિપક સ્વરૂપનો પ્રચાર અહીં પહેલા સ્વરૂપના પ્રમાણમાં ઓછો થયેલ નજરે પડે છે.
a માં હવે ડાબી બાજુના અર્ધ ગોળાકારને ઉપરને છેડો ઊભી રેખા સાથે બિન-જોડાયેલે રખાવો શરૂ થાય છે (જેમકે બીજા અને ત્રીજા ખાનાના બીજા મરોડ), જે વિકાસ સૂચક છે.
૪ માં શરૂઆતમાં પ્રાચીન સ્વરૂપે પ્રયોજાય છે, પરંતુ ધીમે ધીમે વર્ણનું પૂર્ણ વિકસિત સ્વરૂપ જ પ્રયોજાતું નજરે પડે છે. આ વર્ણને વૈકલ્પિક મરેડ પણ ક્યાંક ક્યાંક પ્રજાવા લાગે છે (જેમકે ચોથા ખાનાનો મરેડ અને છઠ્ઠા ખાનાનો પહેલે મરોડ).
સમાં આરંભમાં વચ્ચેની આડી રેખા મની માફક ડાબા અંગની નીચે જોડાતી હતી તે હવે મોટે ભાગે ડાબા અંગની મધ્યમાં આડી સુરેખા-સ્વરૂપે જોડાય છે.
એકંદરે જોતાં ચૌલુક્યકાલીન લિપિમાં પ્રયોજાયેલા વર્ણ બહુધા અર્વાચીન નાગરી સ્વરૂપને પ્રાપ્ત થયા છે. અંતર્ગત સ્વરચિહ્નો
લિપિ-પટ્ટમાં ચૌલુક્યકાલીન લેખોમાં ઉપલબ્ધ થતાં અંતર્ગત સ્વરચિહ્નોના કેટલાક નમૂના આપ્યા છે. એના પરથી અંતર્ગત સ્વરચિહ્નોનું સ્વરૂપ તપાસતાં જણાય છે કે તેઓનું સ્વરૂપ તેના અર્વાચીન નાગરી સ્વરૂપની લોલગ આવી પહેચ્યું છે.
અંતર્ગત મા ના ચિહ્નને પૂર્ણ વિકાસ થયો છે. એ અર્વાચીન પદ્ધતિએ અને અર્વાચીન સ્વરૂપે, વર્ણની ટોચની જમણી બાજુએ જોડાય છે. આ અંતર્ગત રવરચિહ્નની ઊભી રેખાના નીચલા છેડાને સાધારણ રીતે વર્ણના નીચલા છેડાની સમકક્ષ ટેકવવામાં આવે છે અને બહુધા મૂળ અક્ષરના જમણા અંગને સમાંતર સીધા કે વળાંકદાર મરેડ પણ આપવામાં આવે છે, જેમકે શ્રા અને માં. અને ઘ એ વણેની ટોચ પર શિરેખા કરાવી નિશ્ચિત થઈ ન હોવાથી અહીં સાધારણ રીતે વર્ણની ઊભી રેખા અને અંતર્ગત મા ની ઊભી રેખાને મધ્યમાંથી નાની આડી રેખા દ્વારા જોડીને સૂચવાયા છે; દા. ત. થા અને ધ (બીજે મરેડ)માં.
અંતર્ગત રુ નું સ્વરચિહ્ન પૂર્ણ વિકસિત સ્વરૂપે પ્રયોજાયું છે. અગાઉ એના ડાબા ઊભા અંગને મુખ્યત્વે વળાંકદાર સ્વરૂપે પ્રયોજવામાં આવતું. અહીં એ મરેડ ક્યાંક ક્યાંક પ્રજા છે, જેમકે સંયુક્ત વ્યંજન ફ્રિ માં. પરંતુ આ