________________
૨૮ ]
સાલડકી કાલ
[ 31.
અલિરાસ માં ગૌર્જર અપભ્રંશના પ્રવાહ રાજસ્થાનની ખેાલીએ અને ગુજરાતી ભાષાસ્વરૂપના ધડતર તરફ વળે છે અને ઉત્તરાત્તર રચાયેલી કૃતિઓમાં ત્યાંની ભાષાનુ સ્વરૂપ વધુ ને વધુ ઘડાતું જાય છે. એમાંથી જ ગુજરાતી ભાષાના વિકાસક્રમના આરંભિક ઇતિહાસ આપણને સુસ્પષ્ટ રીતે સુલભ થઈ શકે છે.
"
આ. શાલિભદ્રસૂરિએ સ. ૧૨૪૧ માં જે ભરતેશ્વર-બાહુબલિરાસ ' રચ્યા છે તેમાંા કાવ્યતા પ્રૌઢ બધ જોતાં જણાય છે કે ખીજા કવિએએ આ શૈલીનાં કાવ્ય રચ્યાં હોવાં જોઈએ, પણ એ મળતાં નથી તેથી આ કવિને રાજસ્થાની એલીએ સાથે ગુજરાતી ભાષાના, અત્યાર સુધીમાં જેમનું સાહિત્ય મળ્યું છે તેઓમાં, પહેલા કવિ તરીકે સ્વીકારવામાં વાંધા નથી.
આ કાવ્યમાં અપભ્રંશના શુદ્ધ પ્રત્યયવાળા · સમરૈવ, નિવિ, નિદહ, હિવ, આણુદિઇ, ભાવિષ્ઠ, છંદઇ, જાણીષ્ઠ
.
-અંધવહુ ' જેવા પ્રયાગ છે તેમ વગેરે નવીન પ્રયાગા પશુ છે. ૧
.
એ પછીનું મહેંદ્રસૂરિના શિષ્ય ધમે સં. ૧૨૬૬ માં રચેલુ ‘ જ 'સામિચરિય ’ મળે છે તેમાં જૂના અને નવા પ્રયાગ વૈકલ્પિક રીતે પ્રયાજાયેલા જોવાય છે; જેમકે ‘વખાણુ–વક્ખાણુઉ, ચાલિઉ-ચલ્લઇ, ત્રીજી-તઈય, પૂત-પુત્ત, બાપ અપ, આઠઇ-અŕ' વગેરે.ર
આ. વિજયસેનસૂરિએ સ. ૧૨૮૮ લગભગમાં રૈવતગિરિરાસુ' નામક હૃદય'ગમ રાસ રચ્યા છે. પ્રત્યક્ષ હકીકતાને એમણે તત્કાલીન ભાષામાં ગેય સ્વરૂપે ઢાળી છે. એમાં કાવ્યતત્ત્વનેા પણુ અનુભવ થાય છે અને જૂનાં રૂપા સાથે નવાં રૂપ વિશેષ પ્રમાણમાં પ્રયેાજાયે જતાં હાવાનું જણાય છે; જેમકે માગ્ઝિ, ભાય, ધરિ, ગિરનાર, ઊડઇ, પાલાટ, પાજ, દીસએ, નીઝરણિ, અગુણ, અંબર' વગેરે. આ જૂના પ્રયાગામાંથી અપભ્રંશને લાક્ષણિક ‘ઉ’ દૂર થયા છે. વૈકલ્પિક રૂપામાં • નિજઝરણિનિનઝર, દીઠું-દિ‰ઇ, સાસુ-શ્વાસ' વગેરે વપરાયા છે.૩
આ. વિનયચંદ્રે સ. ૧૭૨૫ લગભગમાં નેમિનાથચતુષ્પદિકા ' રચી છે. ખરમાસી કાવ્યામાં આ જાંણવામાં આવેલી પ્રથમ કૃતિ છે. રચના મનેાહર છે. એના પ્રયોગામાં અપભ્રંશને પ્રથમા એકવચનના ‘ઉ' પ્રત્યય લુપ્ત થવામાં છે. - વિટ્ટ, મેાલ, સર્વિ, ભરિયા, રાઅઇ, એકલડી, રાઇ, નીઠુર, સાચૐ, વિરેસતઇ, મિલિવા, ય, મુકલાવ, ગઈ, લેઈ' વગેરે.૪
આ રીતે ક્રમશઃ લખાયેલા ગ્રંથમાં ભાષાના ઉત્તરાત્તર વિકાસ થતા જોઈ શકાય છે.