________________
ર૦૦ ] સેલંકી કાલ
" [ પ્ર. ગામ ઉપરથી વાયટીય-વાયડા વણિકે અને બ્રાહ્મણે થયા“પદ્માનંદ મહાકાવ્ય 'ને લખનાર પદ્ય મંત્રી એ જ્ઞાતિને હતો. વાયડ ગામ ઉપરથી જૈનેને વાયઠ ગ૭ થયો. પ્રસિદ્ધ ગ્રંથકાર અમરચંદ્રસૂરિ એ ગચ્છના હતા. પૂર્વાશ્રમમાં તેઓ વાયડા બ્રાહ્મણ હશે એમ જણાય છે.૫ “મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણને કર્તા વણિક યશશ્ચંદ્ર ધકેટ–ધાકડ જ્ઞાતિનો હતે. ખડાયતા જ્ઞાતિનો ઉલેખ સં. ૧૨૯૮ (ઈ.સ. ૧૨૪૨)ના એક લેખમાં છે. પઅ “કથાશ્રય” ઉપરની અભયતિલકગણિની ટીકા(સર્ગ ૧૮, શ્લેક ૫૯)માં આયુધજીવી અથવા કાંડપૃષ્ઠ બ્રાહ્મણને ઉલ્લેખ છે, એથી સ્પષ્ટ છે કે કેટલાક બ્રાહ્મણ નિર્વાહ માટે સૈન્યમાં પણ જોડાતા હશે. પછીના સમયમાં મુખ્યત્વે મારવાડ અને ગુજરાતનાં ગ્રામનગર ઉપરથી જ્ઞાતિઓના નામકરણનું વલણ બંધાતું જતું હતું. પ્રબંધાત્મક સાહિત્યમાં અને અભિલેખમાં ભિન્ન ભિન્ન જ્ઞાતિઓના ઉલ્લેખ મળે છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે વણેના જ્ઞાતિરૂપી પેટાવિભાગ પડવા લાગ્યા હતા અને સમાજનું વલણ સંકોચ તરફ હતું, આથી લગ્નવ્યવહારની જે છૂટ સાતમાઆઠમા સૈકા સુધી હતી તે મર્યાદિત થતી ગઈ હશે.
ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં વિધવા-પુનર્લગ્ન પ્રત્યે નિષેધાત્મક વલણ હશે, પણ આત્યંતિક નિષેધ નહિ હોય એમ અનુમાન થાય છે. ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલ પુનર્લગ્ન કરેલી વિધવા કુમારદેવીના પુત્ર હતા એ વસ્તુ ઐતિહાસિક પ્રમાણેના આધારે નિશ્ચિત છે. જૂની ગુજરાતીમાં લખાયેલી જૈન આચાર્યોની “વીરવંશાવલિ” નામે પટ્ટાવલિ “પ્રબંધચિંતામણિ” આદિમાં નોંધાયેલી એ વિશેની અનુશ્રુતિને પ્રકારાંતરે ટેકે આપે છે અને ઉમેરે છે કે ગુજરાતની વણિક જ્ઞાતિઓમાં (ખાસ કરીને વસ્તુપાલ-તેજપાલની પ્રાગ્વાટ, કે પિવાડ જ્ઞાતિમાં) વૃદશાખા અને લઘુશાખાના (અર્વાચીન “વીસા' અને
દસા'ના) ભેદ ચાલુ રૂઢિને ભંગ કરતી આ ઘટનાથી પેદા થયા હતા. જેઓ, વસ્તુપાલ-તેજપાલની સાથે રહ્યા તેઓ “લઘુશાખીય” (ઊતરતા) ગણાયા. જ્ઞાતિઓની વળી પાછી પેટાજ્ઞાતિઓ કેમ થઈ એનું એક નિમિત્ત કારણ અહીં જોવા મળે છે.
આનાથી ઊલટું ઉદાહરણ પણ સર્વાનંદસૂરિના સમકાલીન “જગડુચરિતમાંથી મળે છે. કચ્છના દાનેશ્વરી જગદૂશાહની પુત્રી નાનપણમાં વિધવા થઈ હતી. યોગ્ય યુવક સાથે જગડૂશાહ એનું પુનર્લગ્ન કરવા ઈચ્છતો હતે. એ માટે એણે પિતાનાં સગાંસંબંધીઓની અનુમતિ માગી. બે ઉંમરલાયક વિધવાઓ રિ વાય અન્ય સર્વ સંબંધીઓએ અનુમતિ આપી, પણ એ બે વિધવાઓએ