________________
૧૬૮ ] સોલંકી કાલ
પ્ર. - આ તેજસિંહ પછી એને પુત્ર સમરસિંહ સત્તા ઉપર આવ્યો(ઈ. સ. ૧૨૬૭ અને ૧૨૭૩ વચ્ચે). એના આબુના લેખ(ઈ. સ. ૧૨૮૫)થી જાણું શકાય છે કે સમરસિંહે તુરુષ્કરૂપી સમુદ્રમાં ડૂબી ગયેલા ગુજરાત દેશનો ઉદ્ધાર કર્યો હતો. આ મુસ્લિમ ચડાઈ કઈ સામાન્ય મુસ્લિમ સરદારની હેવાની શક્યતા છે. મુસ્લિમ તવારીખોમાં આવી કેઈ ચડાઈનોંધાઈ નથી. " જ્યારે અલાઉદ્દીનને સરદાર (નાને ભાઈ) ઉલુઘખાન ઈ. સ. ૧૨૯૯માં ગુજરાત ઉપર ચડી આવ્યો ત્યારે સમરસિંહે દંડ ભરી મેવાડ દેશ બચાવી લીધો એવું જિનપ્રભસૂરિના વિવિધતીર્થંકલ્પથી ૪૩ જાણવામાં આવ્યું છે.
એનો છેલ્લો લેખ ઈ. સ. ૧૩૦૨ નો મળે છે અને એના પછી સત્તા ઉપર આવેલો એને પુત્ર રત્નસિંહ ઈ. સ. ૧૩૦૩ માં અલાઉદ્દીનની ચિતોડ ઉપરની ચડાઈ વખતે માર્યો ગયો એટલે સમરસિંહ ઈ. સ. ૧૩૦૩ પૂર્વે બેચાર વર્ષ ઉપર મરણ પામ્યો હશે, અને રત્નસિંહ સત્તા ઉપર આવ્યું હશે. સુપ્રસિદ્ધ રાણી પદ્મિની તે આ રત્નસિંહની રાણી હતી.
રત્નસિહના દેહાંત સાથે ચિતોડ સહિતને મેવાડને પ્રદેશ મુસ્લિમ સત્તા નીચે આવ્યો અને સુલતાન તરફથી કુમાર ખિઝરખાનને મેવાડ રાજ્યની સત્તા સોંપવામાં આવી (ઈ. સ. ૧૩૦૪). (ર) રાણા
ઉપર જોયું છે કે રણસિંહ કિંવા કર્ણસિંહના સમયથી બે શાખા જુદી પડી. કર્ણસિંહના પુત્ર માહ૫ અને રાહપ સિદમાં જઈ રહ્યા, જ્યાં એક પછી એક એ બે ભાઈઓ પછી નરપતિ, દિનકર, જસકરણ, નાગપાલ, પૂર્ણપાલ, પૃથ્વીમલ્લ, ભુવનસિંહ, ભીમસિંહ, જયસિંહ, અને લક્ષ્મસિંહ સામંત થયા હતા. લક્ષ્મસિંહ ઈ. સ. ૧૩૦૪ માં સત્તા ઉપર હોવાનું જાણવામાં આવ્યું છે.
મેવાડ ઉપર ખિઝર ખાનને અધિકાર હતો, પણ પછીથી અલાઉદ્દીને જાલોરના સેનગર ચૌહાણ માલદેવને મેવાડનાં સત્તારા સંપ્યાં હતાં. લક્ષ્મસિંહના જીવનકાળ દરમ્યાન એને પુત્ર અરસી એક યુદ્ધમાં માર્યો ગયે હતો, એટલે લક્ષ્મસિંહ પછી એને ના પુત્ર અજયસિંહ સત્તા ઉપર આવ્યું હતું, જેના પછી હમ્મીર સત્તાધારી બન્યો હતો. માલદેવના દેહાંત પછી એના પુત્ર જેસા પાસેથી હમીરે મેવાડને સમગ્ર પ્રદેશ હસ્તગત કરી રાજવંશને ફરી ઉહત કર્યો (સંભવતઃ ઈ. સ. ૧૩૪૧) ત્યારથી એ વંશ ઈતિહાસમાં “સિસોદિય” તરીકે જાણીતા થયે.