________________
૮ મું] સમકાલીન રાજે
[ ૧૬૭ લેખમાં જોવા મળે છે, ૧૩૬ જેમાં સામંતસિંહે ગુજરાતના રાજવીનું બળ તોડી નાખ્યું ત્યારે આબુના પરમાર રાજા ધારાવર્ષના નાના ભાઈ પ્રલાદનદેવે પિતાની તલવારના બળે રાજાનું રક્ષણ કરી લીધું હતું. સામંતસિંહના રાજ્યકાળ દરમ્યાન અણહિલવાડ પાટણમાં કુમારપાલ, અજયપાલ, બાલ મૂલરાજ અને ભીમદેવ ૨ જે એ ચાર રાજવીઓ એક પછી એક સત્તા ઉપર હતા. “સુરથોત્સવ”માંના એક
ક તથા એ પરની ટીકા પરથી માલૂમ પડે છે કે આ ગુર્જરરાજ અજયપાલ (ઈ. સ. ૧૧૭૩-૭૬) હતા. ૧૩૭ સુરત્સવ કાવ્યના ટીકાકારે “સામંતસિહં સાથેના યુદ્ધમાં અજયપાલ સખ્ત રીતે ઘવાયેલે તેને કુમાર પુરોહિતે સાજે કર્યાનું નોંધ્યું છે.
આ સામંતસિંહ ગુજરાત સાથેના યુદ્ધથી નબળો પડ્યો હતો અને સામંત રાજાઓ પાસેથી જાગીર છીનવી લીધી હતી એટલે સામત અનુકૂળ નહતા. આ તકનો લાભ લઈ નડૂલના ચૌહાણ રાજા કીધુએ મેવાડ ઉપર ચડાઈ કરી સામંતસિંહને હાંકી કાઢ્યો. ૧૩૯ સામંતસિંહ નાસીને રાજસ્થાન-મધ્યપ્રદેશ-ગુજરાતની સીમાના વાગડ પ્રદેશમાં ચાલ્યો ગયો અને ડુંગરપુરમાં જઈ નાના ભૂભાગ પર શાસક બની રહ્યા. સામંતસિંહના પરાજયને એના નાના ભાઈ કુમારસિંહને ખટકે હતો. એણે સેના એકત્રિત કરી, ગુજરાતના રાજાને પ્રસન્ન કરી, કી પાસેથી મેવાડની સત્તા હસ્તગત કરી રાવલ-શાખાને અવિચ્છન્ન રાખી. આ એવો સમય છે કે જે વખતે ભીમદેવ ર જા ની સાર્વભૌમ સત્તા મેવાડ ઉપર હોય અને મેવાડને રાવલ એને સામંત હોય, કારણ કે આહાડથી મળેલા વિ. સં. ૧૨૬૩ (ઈ. સ. ૧૨૬)ના લેખમાં “મેદપાટ’ના પ્રદેશને ભીમદેવની સત્તા નીચે કહ્યો
છે. ૧૪૦
કુમારસિંહ પછી મથસિંહ, પદ્મસિંહ, અને એના પછી એને પુત્ર જૈત્રસિંહ સત્તા ઉપર આવ્યો. આ જંત્રસિંહને ગુજરાતના સોલંકી વંશની મુખ્ય શાખાના છેલ્લા રાજા ત્રિભુવનપાલ(ઈ.સ. ૧૨ ક૨-૧૨૪૪) સાથે યુદ્ધ થયું હતું. ગુજરાતના બીજા સોલંકી વંશના રાણા વીરધવલ સાથે આ ત્રસિંહને અણબનાવ હોવાનું “હમીરમદમર્દન” નાટકમાં નોંધ્યું છે. ૧૪૧ આ જત્રસિંહને સુલતાન નાસિરૂદીન મહમૂદનો પણ સામને થવાનો યોગ આવ્યો હતો( ઈ. સ. ૧૨૪૮), આ જૈત્રસિંહને દેહાંત ઈ. સ. ૧૨૫૩ ને ૧૨૬૧ વચ્ચે થયો હતો. એના ઉત્તરાધિકારી તરીકે તેજસિંહ આવ્યું, જેનાં બિરુદ “પરમભટ્ટારક-મહારાજાધિરાજ-પરમેશ્વર ” એવાં મળે છે. આ તેજસિંહને વીસલદેવ સાથે યુદ્ધ ચયાનું શક્ય રીતે જાણવામાં આવ્યું છે. ૧૪૨