________________
૧૫ર ] સેલંકી કાલ
. [મ. સુરાષ્ટ્રા-નાયક “મૂલુક' હતા તે માંગરોળમાં થાણું નાખી સૌરાષ્ટ્ર પ્રદેશ ઉપર સેલંકીઓ વતી દેખરેખ રાખતા હશે.
ઠા. મૂલુકના પુત્ર રાણકના રાજ્યકાલમાં માંગરોળથી પૂર્વ દિશાએ માળિયા-હાટીનાના ભાગે નોળી નદી ઉપર આવેલા પદ્મકુંડ ઉપરના એ વખતે “ભૃગુમઠ” તરીકે જાણીતા સ્થાનના કામનાથ મહાદેવના મંદિરમાંની
ઓરસિયા તરીકે ધ્યાનમાં આવેલી પૂજાની શિલા ઉપરનો તૂટક અભિલેખ વિ. સં. ૯૧૧(વિ. સં. ૧૨૮૬-ઈ.સ. ૧૨૩૦)નો મળે છે. એ આમ સેઢળી વાવના અભિલેખથી ૮૪ વર્ષ પછી છે.
આ રાણક વિશે પછી કશું જાણવામાં આવ્યું નથી. આ ગૃહિલે સોલંકી રાજ્યના પ્રતિનિધિ તરીકે ક્યાંથી આવ્યા હતા એ વિશે પણ કોઈ માહિતી મળતી નથી.૭૫ (૨) “હિલવાડ” નામ આપનારા હિલે
સૌરાષ્ટ્રના દક્ષિણ-પૂર્વ વિશાળ ભૂભાગને ગોહિલવાડ એવું નામ આપનાર ગૃહિલેને સંબંધ માંગરોળ-સોરઠના ગૃહિલે સાથે હોવાની કઈ સાંકળ પકડાતી નથી. ગોહિલવાડના ગૃહિલોને આદ્ય પુરુષ તો “સેજકજી” હતો. ભાવનગર રાજકુટુંબના આનુશ્રુતિક ઈતિહાસ અનુસાર એના એક પૂર્વજે મારવાડમાં લૂણી નદીના કાંઠે આવેલા ખેરગઢના ભીલ રાજા ખેડવા પાસેથી એનું રાજ્ય ખૂંચવી લઈ પિતાની સત્તા સ્થાપી હતી. એ સત્તા આ કુળના વીસ રાજવીઓ પાસે ચાલુ રહી હતી. આમાં છેલ્લે રાજા મોહદાસ હતો તેને કનોજના જયચંદ્ર રાઠોડના ભત્રીજા શિયાએ મારી ગૃહિલેને મારવાડમાંથી હાંકી કાઢયા. મેહદાસને પૌત્ર સેજકજી સં. ૧૩૦૬–૭( ઈ. સ. ૧૨૫૦)માં સૌરાષ્ટ્રમાં આવ્યો. સેજકજીના પિતાનું નામ “ઝાંગરજી” હતું એ રણક્ષેત્રમાં વીરગતિને પામ્યા હશે. મેહદાસના વારસ તરીકે સેજકજી ખેરગઢની ગાદીએ હતો અને એને જ ત્યાંથી ખસવું પડયું.95
શ્રી શં, હ. દેશાઈન નંધ્યા મુજબ ગુજરાતમાં સિદ્ધરાજ રાજ્ય કરતો હતો તે સમયે ગૃહિલવંશીઓ ખેડ(જિ. જોધપર)થી અણહિલપુર જઈ એની સેવામાં રહ્યા હતા. આ ગૃહિલે તે “સાહાર,' “સહજિગ” “સોમરાજ' “મૂલુક” એ માંગરોળ સાથે સંબંધ ધરાવનારા ગૃહિલે છે. આ ગૃહિલવંશ પૂર્વ સૌરાષ્ટ્રના ગૃહિલવંશથી ભિન્ન છે. બંને ગૃહિલવંશની એકતા શ્રી દેશાઈને પણ અભીષ્ટ નથી. અને એ જ વધુ સંભવિત છે.