________________
૮ મું]. સમકાલીન રાજ્ય
(૧૫૧ સોમનાથ પાટણના શાસક તરીકે “ભમ્મભૂપ' કહ્યો છે, જ્યાં એના મંત્રી કર્મ સિંહને “વારWIકાર્ચચતુર' કહ્યો છે.આ એ પછીના સોમનાથ પાટણના સં. ૧૪૪૨ (ઈ. સ. ૧૭૮૫) ના લેખમાં શાસકનું નામ ધમ (? મ) છે અને એને “ઘણીવંશને કહ્યો છે. એ પછીના રાજશ્રી શિવગણ અને રાજશ્રી બ્રહ્મદાસઈ વિશે મૌન છે, પછી લઢવાના લેખમાં “વાજા શ્રી રામદેવ”નું આ સ્થાન કહી “વાજા રામ-સુત ગોધ'ના મરણની નોંધ છે. આ રામદેવ કેઈ નાને વાજો જમીનદાર સમજાય છે, જેનો બ્રહ્મદાસ વગેરે સાથે સબંધ પકડાતો નથી. ઉપરનાં છેલ્લાં વિધાને ઉપરથી જ સિદ્ધ કરી શકાય કે સોમનાથ પાટણના આ અધિકારી શાસક રાઠોડ અને એમાં વાજા શાખાના હતા.
૮. સૌરાષ્ટ્રની બે ગૃહિલશાખા (૧) માંગરોળ(સેરઠ)ના હિલો
માંગરોળ (સોરઠ)ની સોઢળી વાવની દીવાલમાં ચડેલા, કુમારપાલના રાજ્યકાલના સં. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬)ના અભિલેખમાં સોલંકીઓના સામંત અને “સુરાષ્ટ્રનાયક' તરીકે ગૂહલવંશને મૂલુક જોવા મળે છે. આ ગૃહિલે સૌરાષ્ટ્રના રક્ષાક્ષમ” કહેવાયા છે, એટલે કે સમગ્ર સૌરાષ્ટ્રના તેઓ સેલંકીવંશના પ્રતિનિધિ હોવાનું ફલિત થાય છે. એ અભિલેખમાં એના દાદાનું નામ “સાહાર, પિતાનું નામ “સહજિગ” અને ભાઈનું નામ “સોમરાજ' જોવા મળે છે. સેમરાજે પિતાના નામે શ્રી સહજિગેશ્વર મહાદેવનું મંદિર કરાવ્યું હતું, જેના નિભાવને માટેઠા. મૂલુકે મંગલપુર(માંગરોળ), ચોર્યાવાડ(ચોરવાડ), વલઈજ(બળેજ), લાઠિવકાપચક(લેડોદરાની આસપાસના પ્રદેશ), વામનસ્થલી(વંથળી)-એ ગામોમાંના જુદા જુદા પદાર્થોના વેચાણ ઉપર લાગા કરી આપ્યા. ચેરવાડથી વિસણવેલિ (વિસણવેલ) ગામ જતા રસ્તા ઉપરની એક વાવ પણ મહાદેવને અર્પણ કરી હતી.૭૨ આ અભિલેખ, સંભવ છે કે, ચોરવાડના ઉગમણે પાદર આવેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં હશે (સહજિગેશ્વરમાંથી “જાગેશ્વર' થયા પછી “જડેશ્વર'ની સંભાવના છે.) તે સં. ૧૩૭૫(ઈ. સ. ૧૩૧૯)માં મોઢ જ્ઞાતિના બલી એટલે પિતાના શ્રેય માટે જૂનાગઢના રાઉલ શ્રી મહિપાલદેવના રાજ્યમાં (માંગરોળમાં) વાવ કરાવી૩ તેમાં સુરક્ષિતતા કે એવા કારણે લાવી જડવામાં આવ્યું હશે.
ઠા. મૂલુકના અભિલેખથી એટલું સ્પષ્ટ થાય છે કે એને પિતામહ “સાહાર' હત અને પિતા સહજિગ હતો કે જે વસુયોનિપૂણ એટલે ચૌલુક્યવંશને અંગરક્ષક હતા અને સહજિગને પુત્રો સૌરાષ્ટ્રભૂમિનું રક્ષણ કરવાની શક્તિ ધરાવતા હતા. એ સહજિગના બળવાન પુત્રમાં એક “સોમરાજ' હતા, જ્યારે