________________
સોલંકી રાજ્યની આથમતી કલા
[ ૭૯ દેવને મ. સં. ૧૨૯૮(ઈ. સ. ૧૨૪૨) માં ભીમદેવ ર જ મૃત્યુ પામે. લવણુપ્રસાદ–વીરધવલ તથા એમના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના સહારાને લઈને એનાં છેલ્લાં વર્ષ એકંદરે સુખશાંતિમાં ગયાં.
૧૨. ત્રિભુવનપાલ સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)ને દાનશાસન પરથી ભીમદેવ ૨ જાને ઉત્તરાધિકાર ત્રિભુવનપાલદેવને પ્રાપ્ત થયાનું માલુમ પડે છે. પ્રબંધચિંતામણિ વિચારશ્રેણી વગેરેમાં આ રાજાનો નિર્દેશ કર્યો નથી, જ્યારે કેટલીક પદ્દાવલીઓ ભીમદેવ ૨ જા પછી ત્રિભુવનપાલને ગણાવે છે ને એમાં એને ભીમદેવના પુત્ર તરીકે ઓળખાવે છે. એ સં. ૧૨૯૮(ઈ.સ. ૧૨૪૨) માં ગાદીએ આવ્યો હતોકલ ને એણે બે વર્ષ અર્થાત સં. ૧૩૦૦ (ઈ. સ. ૧૨૪૪) સુધી રાજ્ય કર્યું હતું.૭• વિચારશ્રેણીમાં વીસલદેવના રાજ્યારોહણનું વર્ષ સં. ૧૩૦૦ આપેલું છે તેની સાથે આ વર્ષ બરાબર બંધ બેસે છે. જૈન પ્રબંધમાં આ રાજાના આટલા ટૂંકા રાજ્યકાલનો નિર્દેશ કરવાનો પ્રસંગ પડ્યો નથી, પરંતુ પટ્ટાવલીઓમાં એના રાજ્યકાલને સમાવેશ જરૂરી બન્યો છે.
ત્રિભુવનપાલે સં. ૧૨૯૯માં વિષય પયક તથા દંડાહી પથકના એકેક ગામનું દાન રાણા લવણુપ્રસાદે માતા સલખણદેવીના શ્રેમ-અર્થે કરાવેલા સત્રાગાર માટે દીધું. એના દાનશાસનમાં ત્રિભુવનપાલ માટે “મહારાજાધિરાજ-પરમેશ્વર-પરમભકારક” એ મહાબિરુદ પ્રયોજાયાં છે.
સુટ-કત “દૂતાંગદ” નાટકની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ એ નાટક દેવપત્તન(પ્રભાસ પાટણ)માં દેલપર્વના દિને મહારાજાધિરાજ ત્રિભુવનપાલની પરિષદની આજ્ઞાથી ભજવાયું હતું. આ પરથી ત્રિભુવનપાલના સમયમાં પણ સેલંકી રાજ્યની સત્તા સૌરાષ્ટ્રમાં ચાલુ હોવાની પ્રતીતિ થાય છે.
મેવાડમાં ગૃહિલ રાજા સામંતસિંહને નાનો ભાઈ કુમારસિંહ આઘાટમાં ગાદીએ બેઠો હતો. ભીમદેવ ૨ જાના સમયમાં નાગદામાં ત્યાં એનો વંશજ જિત્રસિંહ રાજ્ય કરતો હતો. એના રાજ્યમાં ચિતડને સમાવેશ થશે. કોદડક (ડ) લેતાં જત્રસિંહને સેનાપતિ બાલાર્ક ત્રિભુવન રાણક સાથેના યુદ્ધમાં મરા હોવાના ઉલ્લેખ૨ પરથી ત્રિભુવનપાલ અને ત્રસિંહ વચ્ચે યુદ્ધ થયાનું જાણવા મળે છે.
ત્રિભુવનપાલ એ મૂલરાજ ૧ લાના વંશને છેલ્લે રાજા છે. એના પછી ધોળકાને રણે વીસલદેવ અણહિલવાડની ગાદીએ બેડો, જે ચૌલુક્ય કુલની