________________
મળ્યા પછી બારતેર વર્ષ સુધી મુંબઈ રાજ્યના ભાગ તરીકે રહી, ૧ લી મે ૧૯૬૦ થી સમવાયી ભારત સંધમાંના સમકક્ષ રાજ્યના દરજ્જો ધરાવે છે.
આ પ્રદેશમાં આ ઇતિહાસકાલમાં જે જાતિઓનાં અહીં મિલન થયાં છે તેઓના ઋતિહાસ તેા તે તે પ્રકરણમાં આપેલા છે, પરંતુ એમાં આનર્તો, સુરાષ્ટ્રો અને લાટાએ તે તે પ્રદેશને પેાતાના નામથી અંકિત કર્યા છે, જ્યારે ગુજરાએ આ બધા પ્રદેશેાને એક “ ગુજરાત ” નામથી અંકિત કર્યા છે.
,,
તે તે જાતિના ધર્માંના સહવાસ પણુ ગુજરાતમાં ધ્યાન આપવા યાગ્ય છે. એમાં, આદિવાસીએની દેવ-દેવીએની આસ્યા અને એમને ભાગ ધરાવવાની પ્રથા છે; હડપ્પીય સંસ્કૃતિમાં દેખાતા પશુપતિ અને ધ્યાનસ્થ યોગી અને શક્તિનાં પ્રતીકાને આદ્ય શિવ-શક્તિની ઉપાસનાનાં સૂચન ગણીએ તે ગુજરાતમાં શિવ-શક્તિની ઉપાસના પ્રાચીનતમ ઉપાસના છે; એની પછીના સ્તરમાં વિષ્ણુની, વામનાવતાર અને કૃષ્ણાવતારરૂપે, ભક્તિ પણ પ્રવતમાન દેખાય છે. યાગસમાધિ, મંત્ર-તંત્ર અને ભક્તિ પ્રાગૈદિક માનવાને હવે કારણેા છે. ગુજરાતમાં આ બધા પ્રકારોની જડ દેખાય છે. વિંધ્યાચલની દક્ષિણે પૂર્વ-પશ્ચિમમાં વૈદિક આર્યાનું પ્રસરણ થતાં એમના યજ્ઞયાગાદિના “ ઋતધમે...” અને વર્ણાશ્રમવ્યવસ્થાએ આ આદ્ય ધર્મોને પેાતાના એપ આપી પેાતાના કરી લીધા હતા. બ્રહ્મ-બ્રહ્માને જો આનુ પ્રતીક ગણીએ તેા આખા ભારતવર્ષમાં વિરલ એવાં બ્રહ્માનાં મંદિર ગુજરાતમાં વિદ્યમાન થયાં.
જૈનેાના બાવીસમા તી કર નેમિનાથનાં જીવન અને નિર્વાણનુ ક્ષેત્ર સુરાષ્ટ્ર હતું. ગિરનાર-પર્વતની એક કટક-શિલા ઉપર અશેકે ધ લિપિ કાતરાવી હતી; આ ઉપરાંત ત્યાં અને અન્યત્ર બૌદ્ધ ગુફાઓ, વિદ્યારા, મૂર્તિએ આદિ હતાં. અર્થાત્ જૈનધર્મના વિસ્તાર અને બૌધા વ્યાપક પ્રચાર ગુજરાતમાં હતાં.
યવન, શક, પહલવ આદિ જાતિઓનાં દેવ-દેવીઓ અને ધાર્મિક આસ્થાએ પણ આ ધ-સહવાસમાં હશે. પછીથી આ જાતિઓ ભારતવર્ષના વૈદિક જૈનઔદ્ધ ધર્મમાં માનતી થઈ હશે, અને એમાં સમાઈ ગઈ હશે.
પારસીઓના આગમન સાથે જચેાસ્તી ધર્માંતે અહીં વાસ મળ્યા હતા. અરબ, તુ, અફધાન અને મુઘલ આક્રમાએ ઇસ્લામી મજહબને અહી વિસ્તાર કર્યાં. પશ્ચિમની પ્રજાઓના અમલે ખ્રિસ્તી ધર્મને અહીં સ્થાન આપ્યું. આ સમગ્ર જીવનના આધારભૂત કૃષિ, પશુપાલન અને વાણિજ્ય—જેને માટે “વાર્તા” એવેક એક શબ્દ કૌટિલ્ય વાપરે છે તે—માં પણ આ પ્રદેશની