________________
- '
, '
',
પ્રસ્તાવના
(૧). ગુજરાતનો ઇતિહાસ ભારતવર્ષના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના એક એકમ તરીકે છે. ભૌગોલિક મર્યાદાઓને લઈને તેમજ એમાં વસેલી માનવ-જાતિઓની વિશિષ્ટતાને લઈને અને એમના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની વિશિષ્ટતાને લઈને એ એક એકમ બન્યું છે, માટે એ ઇતિહાસનો. વિષય થાય છે. .
પ્રાચીન ઇતિહાસમાં આ પ્રદેશ પશ્ચિમે સુરાષ્ટ્ર અને કચ્છ નામે, ક્યારેક ઉત્તરે આનર્ત નામે અને ક્યારેક દક્ષિણે લાટ નામે જાણીતો હતો, પરંતુ જાતિઓના ગમનાગમનના અને રાજકીય સત્તાઓના કારણે ઉત્તરે આબુ-સિનેહીં અને ભીનમાલના વિસ્તારને એ એકમમાં સમાવવો પડે, પૂર્વ ધારા અને ઉજજયિની સુધીના માળવા કે અવંતિ દેશને લેવું પડે, અને દક્ષિણે શર્મારક -સોપારા સુધી જવું પડે. કાલના માપમાં આવે તેવો એનો ઇતિહાસ ઈ. પૂ. ચોથા સૈકાના છેલ્લા ચરણમાં શરૂ થાય છે. પહેલાં લગભગ આઠ શતક સુધી મૌર્યો, યવને, ક્ષત્ર, ગુતો વગેરેનાં વિશાળ રાજ્યના એકમ તરીકે રહી ગુજરાત ઈસ્વી પાંચમા શતકના ઉત્તરાર્ધમાં સ્વાયત્ત સત્તા પ્રાપ્ત કરી, જે લગભગ ઈસ્વી સનના તેરમા શતકના અંત સુધી ચાલુ રહી. એ દરમ્યાન મૈત્રક ચક્રવતી ધરસેન ૪ થા( લગભગ ઈસ. ૬૪૩ થી ૬૫૦ ના તથા સોલંકી ચકવતીઓ સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૨) અને કુમારપાલ(ઈ. સ. ૧૧૪૨-૧૧૭૨)ના શાસનમાં એણે ઘણા વિશાળ રાજ્ય કે સામ્રાજ્યની સ્થિતિ ભોગવી. વાઘેલા રાજ્યના અંત પછી લગભગ એક સૈકા સુધી એ દિલ્હી સલ્તનતને. સ્વાધીન રહ્યું, લગભગ પંદરમા શતકના આરંભથી સત્તર દસકા સુધી ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનત પ્રવતી, પછી વળી લગભગ અંઢી સૈકા સુધી એ મુઘલે અને મરાઠાએના વિશાળ રાજ્યને એકમ બની રહ્યું. લગભગ તેરે દસક બ્રિટિશ શાસન દરમ્યાન ગુજરાત મુંબઈ ઈલાકાના ઉત્તર વિભાગ તરીકે અને આઝાદી (૧૯૪૭)