________________
૫૦૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ
આ સાંભળી સુદર્શનાએ પોતાનું બધું ધન સાત ક્ષેત્રોમાં વાપરવા માંડયું. અશ્વાવબોધતીર્થનો એણે ઉદ્ધાર કરાવ્યો, એમાં ચોવીસ દેવકુલિકાઓ રથાપિત કરી, તથા પૌષધશાળા, દાનશાળા અને અધ્યયનશાળા વગેરે બંધાવ્યાં.
આથી એ ઉદ્ધાર પામેલું ધાવબોધતીર્થ એના પૂર્વભવના નામથી શકુનિકાવિહાર ' “સઉલિયાવિહાર' સમડી-વિહાર' નામથી પ્રસિદ્ધિ પામ્યું.૪૧
આર્ય ખપુરાચાર્યના સમયમાં કે એ અગાઉ બૌદ્ધોએ અવાવબોધતીર્થ ઉપર કબજે કરી લીધો હતો તેથી આય પુરાચાર્ય બૌદ્ધોને વાદમાં પરાજય કરી “બિલાડા પાસેથી દૂધ છોડાવવામાં આવે તેમ' એ તીર્થ છોડાવી જૈન સંઘને અધીન કરાવ્યું હતું. ૨
૧૮. ભલીગ્રુહ ભૃગુકચ્છથી દક્ષિણા પથ જવાના માર્ગમાં “ભલ્લીગૃહ' નામથી ઓળખાતા ભાગવત સંપ્રદાયના એક મંદિર વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે :
એક જૈન સાધુ સાર્થની સાથે ભરુકચ્છથી દક્ષિણાપથ જતો હતો તેને કઈ ભાગવતે પૂછયું : “ભલ્લીગૃહ શું છે ?” સાધુએ એ વિશે વૃત્તાંત કહેવા માંડયું: “ધી પાયન નામે જે પરિવ્રાજક સાંબ આદિ સુરામાં યાદવકુમારોને હાથે મરણ પામી દેવ થયા હતા તેમણે દ્વારિકાનું દહન કર્યા પછી બલરામ અને કૃષ્ણ સુરાષ્ટ્ર દેશ છોડીને પાંડવો પાસે દક્ષિણ મથુરા તરફ જતા હતા. દ્વારકાથી પૂર્વ તરફ નીકળી તેઓ હસ્તિક૯૫ (હાથબ) નગરમાં આવ્યા, ત્યાંના રાજા અચ્છદંતને હરાવી દક્ષિણ તરફ જતાં તેઓ કસુંબાય નામે અરણ્યમાં આવ્યા. ત્યાં કૃષ્ણને તરસ લાગતાં બલદેવ પાણી લેવા ગયા. એ સમયે કૃષ્ણના જ મોટા ભાઈ જરાકુમાર, એમને હાથે કૃષ્ણનું મરણ થશે એવી ભવિષ્યવાણી નેમિનાથે ભાખી હોવાને કારણે દ્વારકાને ત્યાગ કરીને અરણ્યમાં જઈ રહ્યા હતા તે, શિકારી-રૂપે આવ્યા અને ઢીંચણ ઉપર એક પગ રાખીને સૂતેલા વાસુદેવને મૃગ ધારી, એમના પગ ઉપર મર્મસ્થાને બાણ મારી એમના મૃત્યુનું કારણ બન્યા.
ભલી' એટલે બાણથી વીંધાયેલા પગવાળી કૃષ્ણ વાસુદેવની મૂર્તિ જે મંદિરમાં છે તે “ભલ્લીગૃહ' નામે ઓળખાયું છે.
આ વૃત્તાંત સાંભળીને ભાગવત પૂર્વક વિચારવા લાગે કે “જે એમ નહિ હોય તે આ શ્રમણને હું ઘાત કરીશ.” પછી એ ગયે અને એણે વાસુદેવને પગ બાણથી વીંધાયેલો છે, એટલે પાછા આવીને સાધુને ખમાવ્યા અને કહ્યું: મેં આ પ્રમાણે ચિંતવ્યું હતું માટે ક્ષમા કરો.૪૪