SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ થુ] આનુશ્રુતિક વૃત્તાંતા [ ૫૦૩ “હું પૂભવમાં ભરૂચમાં નર્સીંદાના કાંઠે રહેતા એક વડલા ઉપર સમડી-રૂપે રહેતી હતી. વર્ષાકાળમાં સાત દિવસ સુધી એકધારી વર્ષા થઈ. આઠમા દિવસે ભૂખથી ઊડતી ઊડતી એક શિકારીના ધરના આંગણેથી માંસનેા ટુકડા લઈ હું ઊડી. શિકારી બાણ લઈ મારી પાછળ પડયો. એણે મને ખાણથી વીંધી નાખી. કરુણ રુદન કરતી, આકુળવ્યાકુળ થતી એવી મારા ઉપર એક જૈન સાધુએ પાણી સીંચ્યું. મરતાં મરતાં મને એમણે નવકારમંત્ર સંભળાવ્યા. મરીને હું તમારી પુત્રી સુદર્શનારૂપે અવતરી. ધનેશ્વરે તમે અરિહંતાણં' પ૬ ખેાલતાં એ નવકારના સ્મરણથી મને જાતિસ્મરણ-જ્ઞાન થયું.’ ' પછી એ સુદના માતા-પિતાની અનુજ્ઞાં લઈ પોતાનાં અનેક વહાણામાં કિ ંમતી દ્રવ્યા અને ખાનપાનની વિવિધ સામગ્રી ભરી દાસ, દાસી, તાકાના પરિવાર સહિત ધનેશ્વર સાવાહની સાથે ભરૂચ બંદરે ઊતરી. ધનેશ્વરે ત્યાંના રાજાને રાજકન્યા સુદાનાના આગમનના સ ંદેશા મેકલ્યા. રાજા પેાતાના પિરવાર સાથે એ રાજકન્યાનું સ્વાગત કરવા ભેટણાં સાથે સામે આવ્યા. રાજાએ એને પ્રવેશાત્સવ કર્યો. સુદર્શનાએ અશ્રાવખેાધતીનાં દર્શન, વંદન, પૂજન કર્યાં, તીર્થોમાં ઉપવાસ કર્યાં. રાજાએ આવી ધાર્મિક વૃત્તિની રાજકન્યા માટે ઘણી બધી અનુકૂળતાએા કરી આપી. એક દિવસે સુદના ભરૂચમાં આવેલા ( ભાનુ અને ભૂષણ નામના ) શ્રુતધરા પાસે જઈ વંદન કરી, વિનીત ભાવે પૂછવા લાગી : ભગવન્ ! કયા કના કારણે હું પૂર્વભવમાં સમડી હતી ?' આચાર્યે ઉત્તર આપ્યા કે ‘વૈતાઢ્ય પર્વતમાં આવેલી સુરમ્યા નગરીમાં શંખ રાજાની તું વિજયા નામે પુત્રી હતી. માહિષ ગામ જતાં તે નદીકિનારે કુફ્રુટ સર્પ જોયા. રાવશ તે એને મારી નાખ્યા. પછી નદીકાંડે રહેલા એક જિનાલયમાં તે ભગવ ંતની પ્રતિમાને ભક્તિથી વંદન કર્યું. ચૈત્યથી બહાર નીકળતાં વિહારથી થાકી ગયેલાં એક સાધ્વીની તેં સેવા- શુશ્રુષા કરી. “ એ કુકુટ સપ` મરીને શિકારી થયે અને પૂર્વભવના વેરથી એણે તને આણુથી વીંધી નાખી. વગેરે ધર્મકાર્યો કર.’ બીજા ભવમાં સમડી થઈ. હવે તું જિનેપષ્ટિ દાન
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy