________________
૪ થું] આકૃતિક વૃત્તાંત
[૪૮૯ કુરુક્ષેત્ર જતા વિશ્વરૂપે પત્નીને અગ્નિહામની આહુતિ આપવાને આદેશ કરેલ તે મુજબ સુદર્શના એક બ્રાહ્મણને બોલાવવા ગઈ પણ સુદર્શનાએ ઘેર આવી જોયું તો હુત દ્રવ્ય ખલાસ થઈ ગયાં હતાં તેથી બ્રાહ્મણને પાછો વાળ્યો.
આમ રોજ બનવા લાગ્યું. વિશ્વરૂપ કુરુક્ષેત્રથી પાછા આવ્યા ત્યારે સુદર્શનાએ બધી હકીકત કહી સંભળાવી. એક દિવસે વિશ્વરૂપે છૂપી રીતે બધું જોયું ત્યારે લકુલીશ બાળકને જ પારણામાંથી બહાર નીકળીને આહુતિ આપતે નિહાળે. પિતાએ મજાકમાં કહ્યું : “ભાઈ ! તને બહુ સદી પડી હશે !'
આ સાંભળતાં જ બાળક મૂછિત થઈ ગયો. પછીથી શુદ્ધિમાં આવ્યો જ નહિ તેથી એનું શબ ગામમાં આવેલા મંદિરના તળાવમાં પધરાવવામાં આવ્યું.
આ શબ પાણીમાં જલેશ્વર લિંગનો સંસ્પર્શ થતાં સજીવન બન્યું. છોકરે પાણીમાં રમત દેખાય. માબાપ અને લોકોને હર્ષ થયો. ઘેર આવવા વિનંતી કરી, પણ લકુલીશ ઘેર પાછા ન ફર્યો, એ તો જંગલમાં ક્યાંય અદશ્ય થઈ ગયે. ફરી એ ચક્રપુર ગામમાં પ્રગટ થયા. લકે એની પાછળ ગયા અને માબાપે એને ઘેર આવવા વિનંતી કરી.
બાળકે કહ્યું : “હું સામાન્ય જીવ નથી, પરંતુ શંકરનો અવતાર છું. હું તમને માબાપ તરીકે નથી માનતો. હું મારા પંથે જઉં છું.” એટલું કહી એ કાયાવરોહણ તીર્થ તરફ ગયો. ત્યાંના શિવાલયમાં દેવની સ્તુતિ કરી એમાં લીન બની ગયો.૨૪
વાયુપુરાણ (અ. ર૩, લિંગપુરાણ (અ. ૨૪), કૂર્મપુરાણ (અ. ૧૩) અને શિવપુરાણ (સંહિતા , અ. ૫) વગેરે પુરાણોમાં મહેશ્વર કહે છે કે ૨૮ મા મહાયુગના કલિયુગમાં જ્યારે યાદવોમાં ઉત્તમ વાસુદેવને જન્મ થશે ત્યારે હું પણ નકુલીશ્વર (લકુલીશ, લકુલી) બ્રહ્મચારી બ્રાહ્મણરૂપે અવતાર લઈશ. આ અવતાર કાયાવતાર અથવા કાયાવરોહણ નામના સ્થળમાં થશે ત્યારે મારે કુશિક, ગાર્ગ્યુ, મિત્ર અને કૌરુષ્ય નામના ચાર તપસ્વી, લેગી, વેદપારંગત અને ઊર્ધ્વરેતા બ્રાહ્મણે શિષ્યો હશે. આ પાશુપતે શરીરે ભસ્મ ચોળીને મહેશ્વર-ગના છે આશ્રયથી રુકમાં જશે. ૨૫
૯. સિદ્ધગી નાગાર્જુને જે કંકાપુરીના નિવાસી સિદ્ધયોગી નાગાર્જુને પાલીતાણા નગર વસાવ્યું તેમનાં વિશે આ પ્રકારે અનુકૃતિ જાણવા મળે છે? ઇ-૨-૩ર