________________
સૌ કાલથી ગુપ્તકાલ ૭. આચાર્ય વજ્રભૂતિ
ભૃગુકચ્છવાસી આચાય વજ્રભૂતિ કદરૂપા અને દૂબળા હતા. એમની પાસે શિષ્યપરિવાર પણ નહોતા, પરંતુ તે મેટા કવિ હતા. એમનાં કાવ્ય રાજાના તપુરમાં પણ ગવાતાં.
૪૯ ]
[ પરિ.
એ સમયે ભરૂચમાં નભાવાહન રાજા રાજ્ય કરતા હતા. એની રાણી પદ્માવતીને વિચાર થયા કે આવાં કાવ્યાના કર્તા આચાર્યનાં દર્શન જરૂર કરવાં જોઈ એ. એક દિવસે રાણી રાજાની આજ્ઞા લઈ ભેટણું સાથે લઈ અનેક દાસીએના પરિવાર સહિત વજ્રભૂતિ આચાર્યની વસતિ પાસે જઈ પહેાંચી. પદ્માવતીને વસતિના બારણામાં આવેલી જોઈ આચાય પોતે જ આસન લઈ બહાર પધાર્યા.
'
પદ્માવતીએ પૂછ્યું: વજ્રભૂતિ આચાય કયાં છે ? ' વજ્રભૂતિએ ઉત્તર આપ્યા કે ‘ તેઓ બહાર ગયા છે.' પરંતુ દાસીએ શારાથી સમાવ્યું કે ‘આ જ વજ્રસૂતિ આચાય છે.' ત્યારે એ નિરુત્સાહ થતાં વિચાર કરીને ખોલી કે હે સેરુમતી નદી !૨૨ તને જોઈ, અને તારુ પાણી પીધું ! તારું નામ સારું છે, પણ તારું દર્શીન સારું નથી.’
પછી તેા રાણીએ પોતે એમને એળખતી નથી એવા દેખાવ કરી, આચાર્યની આગળ ભેટણું મૂકી જણાવ્યું કે ‘ આ આચાર્યશ્રીને આપજો.' એમ કહી એ પાછી વળી. ૨૩
૮. લકુલીશ
કાયાવરાહ( કારવણ )ના પાશુપત શૈવાચા લકુલીશ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે :
લકુટીશ કે લકુલીશ એટલે હાથમાં દંડ ધારણ કરેલા હાય તેવા શિ. શિલ્પસ્વરૂપમાં પણ એમના એક હાથમાં દંડ અને બીજા હાથમાં બિજોરુ હોય છે.
બ્રહ્માના માનસપુત્ર અત્રિ દેવવિષેની છઠ્ઠી પેઢીએ લકુટીશ-લકુલીશનો જન્મ વિશ્વરૂપ નામના બ્રાહ્મણ અને એની પત્ની સુદનાના પુત્ર તરીકે થયા હતા.
લકુલીશની ત્રણ વર્ષની ઉંમર હતી ત્યારે શ્રાવણ વદેિ અમાવાસ્યાના દિવસે સૂર્ય ગ્રહણુ થતું હેાવાથી વિશ્વરૂપે કુરુક્ષેત્રમાં સ્નાન કરી, દાન આપી પુણ્યઉપાર્જન કરવાનો વિચાર કર્યાં.