________________
૪ થું] આનુ કૃતિક વૃત્તાતો
[૪૮૪ બીજી એક કથા મુજબ કાલકાચાર્યના ભાણેજ રાજા બલમિત્ર-ભાનુમિત્રે એમના પુરોહિતની શિખવણીથી એમને નિર્વાસિત કર્યા.
ત્રીજી એક કથા મુજબ રાજાએ આખા નગરમાં અનેષણ કરાવી એટલે આચાર્યને ક્યાંયથી ભિક્ષા મળી શકતી નહિ, આથી એમણે એ નગરમાંથી વિહાર કર્યો.
કાલકસૂરિએ “પ્રથમાનગ” અને “કાલકસંહિતા"ની રચના કરી હતી, પરંતુ એ ગ્રંથો ઉપલબ્ધ થયા નથી.
કેટલાક વિદ્વાને “પ્રજ્ઞાપના સૂત્ર”ના કર્તા આર્ય શ્યામાચાર્યને જ કાલકાચાર્ય માને છે.
કાલકસૂરિ વિ. સ. પૂર્વે ૫ (ઈ. સ. પૂર્વે ૬૧) માં સ્વર્ગવાસી થયા હશે એમ પં. કલ્યાણવિજયજીનું માનવું છે (પ્રબંધાર્યાલયન, પૃ. ૨૬).
૩. બલમિત્ર-ભાનુમિત્ર
લાદેશના મુખ્ય નગર ભરુકચ્છમાં બલમિત્ર નામે રાજા રાજ્ય કરતો હતો. એ ભાનુમિત્રનો મોટો ભાઈ હતો અને કાલકાચાર્યને ભાણેજ થતો હતો. એ બલમિત્રને બલભાનુશ્રી નામે એક બહેન હતી, તેને ભાનુ નામને પુત્ર બલમિત્રને. ભાણેજ થતો હતો.૭
આ બલમિત્ર રાજાના સમયમાં જ આર્ય ખપૂટાચાર્ય અહીં ભરૂચમાં આવ્યા હતા.
કાલકાચાર્ય પારસફૂલથી જે ૯૬ શાહી–શક રાજાઓ–ને સૌરાષ્ટ્રમાં લાવ્યા હતા તેમની સાથે જ બલમિત્રે ઉજજેનના ગભિલ્લ ઉપર ચડાઈ કરી એને પરાસ્ત કરવામાં સહાય કરી હતી.
પ્રભાવચરિત” તેમજ “વ્યવહાર–ચૂણિ” વગેરેમાં ઉજજેનના સિંહાસન ઉપર શાહી રાજાને બેસાડવાનો ઉલ્લેખ છે, જ્યારે “કહાવેલી'માં ઉજજોનીના રાજસિંહાસન ઉપર લાટના રાજા બલામત્રને બેસાડ્યાનો ઉલ્લેખ કર્યો છે. વસ્તુતઃ લડાઈ જીત્યા પછી તરત તો ઉજ્જૈનીની ગાદી ઉપર શક રાજા બેઠે હતો, પણ એ ત્યાં બહુ ટકી શક્યો નહિ. લગભગ ૪ વર્ષ પછી બલમિત્ર અને ભાનુમિત્રે એને ઉજજેનીમાંથી કાઢી મૂકી ઉજજેની ઉપર પોતાનો અધિકાર જમાવ્યો હતો.૧૦
બલમિત્ર અને ભાનુમિત્રના આગ્રહથી કાલકાચાર્ય ભરૂચમાં વર્ષો–માસું રહ્યા હતા. એ સમયે બલમિત્રના ભાણેજ બલભાનુને કાલકસૂરિના ઉપદેશથી દીક્ષા