________________
૪૮૨] મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પરિ. સારી રીતે યોગસાધના કરી શકે એ માટે એમના માટે આ રીતે આહાર લેવામાં આવે છે.”
આર્ય મંગૂનું શરીરવાથ્ય સારું હતું. તેઓ ઉઘત-વિહારી હતા. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. એમને શિષ્ય પરિવાર પણ ઘણો હતો.
આર્ય મંગૂ* આર્ય સમુદ્ર અને આર્ય સુહસ્તીના મતો વિશે નેધ મળે છે કે “આર્ય મંગૂ શંખના ત્રણ પ્રકાર માનતા હતા: ૧. એકભાવિક, ૨. બદ્ધાયુષ્ક અને ૩. અભિમુખનામત્ર. આર્યસમુદ બે પ્રકાર ગણાવતા : 1. બદ્ધાયુષ્ક અને ૨. અભિમુખનામાત્ર, જયારે આર્ય સુહસ્તી માત્ર અભિમુખનામગોત્ર જણાવતા
૨. કાલકસૂરિ
સૌરાષ્ટ્રમાં ઢાંકમાં કાલકસૂરિના આગમનની અને એમના ભરૂચના પ્રસંગેની અનુશ્રુતિ આ પ્રકારે જાણવા મળે છે :
ઉજજેનના રાજા ગભિલે જયારે કાલકાચાર્યની બહેન સાથ્વી સરસવતીનું સૌદર્ય જોઈ એને બળજબરીથી ઉપાડી પોતાના અંતઃપુરમાં રાખી ત્યારે કાલકાચાર્ય ભારે ક્ષુબ્ધ થયા. એમનું ક્ષાત્રતેજ અંદરથી પોકારી ઊઠયું ને એને બદલે લેવાની એમણે પ્રતિજ્ઞા કરી. એ પ્રતિજ્ઞા મુજબ તેઓ પારસ-ફૂલ (ઈરાની ગયા અને ત્યાંના ૯૬ શિક શાહી રાજાઓને હિંદુગદેશ હિંદુસ્તાન)માં લઈ આવ્યા. તેઓ પારસથી સીધા સૌરાષ્ટ્રમાં ઢાંક નગરમાં આવ્યા. વર્ષાકાલ હોવાથી આગળ વધી શકાય એમ નહોતું તેથી ત્યાં આવેલા રાજાઓએ સૌરાષ્ટ્રનાં ૯૬ મંડળ બનાવી દેશ વહેંચી લીધે.
એ સમયે ભરૂચમાં કાલકાચાર્યના ભાણેજ રાજા બલમિત્ર અને યુવરાજ ભાનુમિત્ર નામના ભાઈએ રાજ્ય કરતા હતા. વર્ષાકાલ પૂર્ણ થતાં એ ૯૬ શક રાજાઓએ અને ભરૂચના બલમિત્ર સાથે મળીને ઉજેની ઉપર હુમલો કર્યો. આચાર્ય ગઈ ભિલની ગર્દભીવિદ્યાને નિષ્ફળ બનાવી એને હરાવ્યો અને પોતે પ્રાયશ્ચિત્ત લઈ પોતાની બહેનને પણ સંયમમાં સ્થિર કરી.
કાલકાચાર્ય એક વખત ભર્ચ આવ્યા ત્યારે રાજા બલમિત્રની બહેન ભાનુશ્રીના પુત્ર બલભાનુએ કાલકાચાર્યની દેશના સાંભળી દીક્ષા લીધી. આથી રછ થયેલા બલમિત્ર રાજાએ કલિકાચાર્યને નિર્વાસિત કર્યા.