________________
૩ જુJ.
જાવા અને કડિયા
[४७९
તેને પ્રદેશ પ્રાચીન કાળમાં નાગ સરોવર હતું.'
| | કાશ્મીરમાં હજી ગંધારની નિશાની છે. Ency. Brit. Kashmir, page 13 સરખાવો : કાશ્મીરની જાતિઓ ગંધાર, ખસ અને દરદ છે.
માધ્યતિ જળને કાઢી મૂકવાં, પણ એક નાને ભાગ નાગરાજ માટે ઘર તરીકે રહેવા દીધે (૧, ૧૫૦). આ વાતનો શો અર્થ છે? જે પહાડી પ્રદેશમાં લોકો ખીણમાં રહે છે ત્યાં નદી એકી સાથે સહુથી વધુ તરંગી અને સહુથી વધુ ભયાનક શક્તિ છે. ભાગ્યેજ કોઈ એવી મોસમ આવે છે કે જ્યારે નદી કાં તો પોતાનાં પૂરોથી અથવા તો પોતાના ખાલીપણાથી નુકસાન ન કરે અને કેટલીક વાર હિમરાશિઓ અને ભૂમિઅલનો આખા પ્રવાહને રોધે છે ને ખીણને પાયમાલ કરે છે. નદીના પૂરા સુકાઈ જવા જેટલું ભારે અને વિચિત્ર અનિષ્ટ કોઈની ઇચ્છાનું, કોઈના કોપનું પરિણામ હોવું જોઈએ. નાગ કુપિત છે; એને ભોગ જોઈએ. વળી નદી સરોવરમાં બંધાય છે, સરોવર માટીની પાળને મથાળે પહોંચે છે ને પરરૂપે ધસે છે. માત્ર નાગ જ વેરાન કરી શકે તેમ એ વેરાન કરે છે. શક્તિના આટલા ભયંકર પરચા પછી પેઢીઓ સુધી નાગોને લગતા તમામ સંશય મરી જાય છે (Drew's Cashmere and Jammoo, 414–421 સરખાવો). હિંદમાં ચીની સાપનું સ્થાન નાગ લે છે. ચીનમાં નાગ અજ્ઞાત છે; હિંદમાં નાગ કરતાં કોઈ શક્તિ વધારે ભયાનક નથી. બળવાન ભારે સાપ નાને શાંત નાગ કેવી રીતે થઈ શકે, કેવી રીતે નહિ? જે સર્ષ પોતાનું રૂપ બદલવાને સમર્થ ન હોય તો એ પૂજાઉં બની શકે ? પૂજા રૂપને નહિ, પ્રકૃતિને ઘટે છે. વળી પૂજિત સર્પ રક્ષક બને છે. મહાન માનુષી ધિસત્વ પોતાનું નાગરાજમાં પરિવર્તન કરે છે ને અનવતપ્ત સરોવરમાં રહે છે, જેના શીતલ જલન પ્રવાહ જગતને સમૃદ્ધ કરે છે : (Buddhist Records, II. 11 ). સ્વાતના એક દેવાલયમાં બુદ્ધ નાગનું રૂપ લે છે ને લોકો એના આધારે જીવે છે (૧૨૫). રોગચાળાએ સ્વાતને પાયમાલ કર્યો. બુદ્ધ સુમ નામે સર્ષ થાય છે ને જે એનું માંસ ચાખે છે તે બધાને રોગ મટી જાય છે (૧૨૬)જે એક નાગકન્યા, પોતાનાં પાપને લીધે સર્ષરૂપે જન્મી છે ને સરોવરમાં રહે છે તે બુદ્ધને ચાહે છે, જે ત્યારે શાક-રાજ હતા. બુધનું પુણ્ય એ કન્યાને એનું ગુમાવેલું મનુષ્યરૂપ પાછું અપાવે છે. એ સરોવરમાં જાય છે, કન્યાના સર્ષ-સંબંધીને હણે છે ને એને પરણે છે. શાકથ સાથેના લગ્ન વડે પણ કન્યામાંથી એની સર્ષ-પ્રકૃતિ ચાલી જતી નથી. રાતે એના મસ્તકમાંથી નવ ફણાવાળો નાગ નીકળે છે. શાક નવા ફણાઓને મારી કાઢે છે ને એ પ્રહારના સમયથી હમેશાં રાજકુલને શિરોવેદના થયા કરી છે (૧૩૨). આ છેલ્લી વાર્તા બૌદ્ધધર્મ વધારે અશિષ્ટ અને વધારે ભયાનક જે જનજાતિઓ એનો ઉપદેશ ગ્રહણ કરે તેના પર કેવી અસર કરે છે એ દર્શાવે છે. ધર્મ અંગીકાર કરનારાઓ માનવ બનવા પામે છે, જેને સર્ષ-મસ્તક દેખાયા કરે ને જના ખમીરમાંનું બધું નષ્ટ થઈ ગયું ન હોવાનું દર્શાવે. બીજી વાર્તાઓમાં સંસ્કારબદ્ધ સર્પ તરીકે બુદ્ધ બૌદ્ધધર્મમાં સંહારકમાંથી રક્ષકની પૂજામાં થયેલી નૈતિક પ્રગતિ બતાવે છે. બાકીની વાર્તાઓ શક્તિપૂજામાંથી મનુષ્ય અર્થાત મનની પૂજા તરફ થયેલી અનુરૂપ બૌદ્ધિક પ્રગતિ દર્શાવે છે. જલશક્તિ કેટલીક વાર કૃપાળુ અને ઉપકારક તો કેટલીક વાર ભયાનક અને હાનિકારક, બોધિસત્વ બને છે, જે હમેશાં કૃપાળુ હોય છે, કે એની શુભેચ્છાને ક્યારેક અનિષ્ટ શક્તિઓના કેપ આગળ નમતું જોખવું પડે છે.