SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. હતા ને વરસાદને અટકાવતો અને બરફને ઢગલો કરતો હતો. હ્યુએન ત્સિઅંગ (એજન, ૧, ૨૦) નેધે છે કે બેલર ડુંગરોની પૂર્વ તારીમ નદીની ઉત્તરે આવેલ કુચમાં શેન અશ્વો અર્ધ નાગ–અશ્વો છે ને શેન મનુષ્પો અર્ધ નાગ-મનુષ્ય છે. કુચની પશ્ચિમે ૧૫૦ માઈલ પર આવેલ અકસુમાં ભયંકર નાગો મુસાફરોને ઊડતી રેતી અને કાંકરાનાં તોફાનોથી કનડે છે (એજન ૨૫); અકસુની ઉત્તરપૂર્વે ૧૦૦ માઈલ પર આવેલ ઉષ્ણ સરોવર કે જેહઈમાં નાગ અને મત્સ્ય સાથે વસે છે. ભીંગડાંવાળા રાક્ષસે સપાટી પર ઊંચે આવે છે ને મુસાફરો એમની પ્રાર્થના કરે છે (એજન, ર૬). એક અહંત (પૃષ્ઠ ૬૩) પ્રાર્થના કરે છે કે પોતે નાગરાજ થાય. એ નાગરાજ થાય છે, ખરા નાગરાજને મારી નાખે છે, એને મહેલ લે છે, નાગોને પોતાની સાથે જોડે છે ને વંટોળિયા તથા વાવાઝોડાં લાવે છે. કનિષ્ક એની સામે આવે છે ને અત બ્રાહ્મણનું રૂપ લઈ કનિષ્કના સૂપોને તોડી નાખે છે. કનિષ્કના ખભાઓમાંથી મોટી પુણ્ય-જ્યોત નીકળે છે ને “હ્મણ નાગરાજ ક્ષમા યાચે છે. પૂર્વજન્મનાં દુષ્કતોના ફળરૂપ એની દુષ્ટ અને તામસી પ્રકૃતિએ અહંતને નાગરાજ થવા પ્રાર્થના કરાવી હતી. વાદળ ઘેરાતાં તો સાધુઓ જાણતા કે નાગરાજ ઉપદ્રવ કરવા માગે છે. મઠની ઘડિયાળ વગાડવામાં આવતી ને નાગરાજને પ્રસન્ન (કે ભયભીત) કરવામાં આવતો (એજન, ૬૪-૬૬). નાગ શક્તિશાળી જાનવર, મેઘ -આરહી, વાયુ-સંચાલક, જલ-વિહારી જાનવર, છતાં જાનવર જ હતા. જલાલાબાદ(કે બોજિઆમાં)ના નાગનો વૃત્તાંત ઉત્તમ છે. બુદ્ધના સમયમાં નાગ બુદ્ધને દૂધવાળો હતો. એણે પોતાને સ્વભાવ ગુમાવી નાગની ગુફામાં પુષ્પ મૂક્યાં, પોતે નાગ થાય એવી પ્રાર્થના કરી ને ખડક પરથી કૂદકો માર્યો. એણે દેશને વેરાન કર્યો ને એટલું બધું નુકસાન કર્યું કે તથાગ (બુ) એને ધર્મ અંગીકાર કરાવ્યો. નાગે બુદ્ધને પોતાની ગુફા લેવા કહ્યું. બુદ્દે કહ્યું : ના, હું મારી છાયા મૂકતો જઈશ; તમને ક્રોધ થાય તે મારી છાયા તરફ જે ને એ તમને શાંત કરશે (એજન, ૯૪). બીજે લાક્ષણિક નાગ સ્વાત નદીને અપલાલ છે (એજન, ૬૮). કશ્યપ બુદ્ધના સમયમાં અલાલ ગંગી નામે મંત્રકાર હતા. ગંગાના મંત્ર નાગાને શાંત રાખતા ને પાક બચાવતા, પરંતુ લોકો અકૃતજ્ઞ હતા ને કોઈ ભાગ આપતા નહિ. ગંગીએ શાપ દીધું કે હું ઝેરી અને ભયંકર નાગ જગ્યું. એ સ્વાત-ખીણના નાગ અલાલ તરીકે જ . એણે ખારો પ્રવાહ કાઢયો ને પાક બા. સ્વાતની સુંદર અને પવિત્ર ખીણની હોનારતની વાત શાક(બુદ્ધ)ને કાને પહોંચી. એ મંગલ ગયા ને પર્વતની બાજુ પર ઇદ્રની ગદાથી પ્રહાર કર્યો. અલાલ બહાર આવ્યો, બુદ્દે એને ઉપદેશ દીધો ને ધર્મ ગ્રહણ કરાવ્યો. બાર વર્ષોમાં એક વાર પાકને નુકસાન કરે એ શરત એ કઈ વધુ ઉપદ્રવ ન કરવા કબૂલ થયે (એજન, ૧૨૨). તક્ષશિલાની પશ્ચિમે સાતેક માઈલ પર આવેલ જ સરોવર નિર્વાસિત કબજીનું પ્રિય સ્થાન હતું ત્યાં એલાપત્ર નાગરાજ રહેતો હતો. એ ભિક્ષુ હતો, જેણે પૂર્વભવમાં એક વૃક્ષને નાશ કરે . જ્યારે પાકને વરસાદની કે સારી આબોહવાની જરૂર પડતી ત્યારે શમન કે વેદે લોકોને એલાપત્રના સરવરે પ્રાર્થના કરવા લઈ જતા (પૃષ્ઠ ૧૩૭). જે કાશ્મીર કદાચ કબજીના પૂર્વ દિશાના વિજયમાંનું વિશ્રામસ્થાન હતું
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy