________________
૩ જું].
જાવા અને કાઠિયા
[૭૧
માઈલ દૂર દરિયાઈ નાકાબંધી કસ્તાં. સમેત્રાને હિંદુ ચાંચિયાઓના સમૂહો હેરાન કરતા, જે ત્યાં ડેરા નાખતા ને પોતાની લૂંટ વેચવા મૂકતા. ૫૦ વર્ષ બાદ ઈબ્ન બતુતા (Elliot, I. 344–345 માં) એ જ ફરિયાદ કરે છે. મુસલમાન-અભ્યદયે રાજપૂત સરદારને દરિયાકિનારે હાંકી કાઢી ચાંચિયા કરી દીધા હતા. તેઓમાં સહુથી નોંધપાત્ર ઉમેરો. ગોહિલોને હતો, જે મોખડાજી ગોહિલ નીચે પીરમ ટાપુ પરના એના કિલ્લામાંથી દરિયા પર અમલ કરતા. એની સત્તા ઈ. સ. ૧૩૪૫ માં મહમ્મદ તઘલકે તોડી ત્યાં સુધી આમ ચાલ્યું (Ras Mala I. 318). મુસલમાન વડે ઊથલી પડાયા પહેલાં ગુજરાતના રાજપૂત નાવિકે કેવાં મેટાં વહાણ ચલાવતા એ ક્રીઅર એડરિકે બતાવ્યું છે, જેણે ઈ. સં. ૧૩૨૧ ના સુમારમાં ૭૦૦ લોકોને લઈ જતા વહાણમાં હિંદી મહાસાગર ઓળગેલો (Kerr's Voyages, XVIII, 324 માં સ્ટીવન્સન). રાજપૂતો કેટલે દૂર જતા એ ઈ. સ. ૧૨૭૦ માં (Howorth's Mongols, I, 247 માં Yule's Cathay, 57) સુમેના કે
મનથ અને ચીન વચ્ચે સફર કરતાં વહાણોના નિર્દેશથી દર્શાવાયું છે. ફિરંગીઓના આગમન (ઈ. સ. ૧૫૦૦-૧૫૦૮) સુધી અમદાવાદના સુલતાનોએ સમુદ્રાધિપતિ તરીકેની પોતાની સ્થિતિ જારી રાખેલી. પંદરમી સદીમાં બંડણી ભરતાં વિદેશી બંદરોની રાજ્ય-યાદીમાં* જાવા દેખા દે છે ( Bird's Gujarat, 131). એ ખંડણી રાજનૌકાદલના રક્ષણના બદલામાં જાવા સાથેના ગુજરાતી વેપારીઓ વડે અપાતા વેરા કે વહાણ પરના કરરૂપે હતા.5
* જ્યારે ઈ. સ. ૧૫૩૫ માં એણે બહાદુરને સુંદર રત્નજડિત પટે મેળવ્યા ત્યારે હુમાયુએ કહ્યું: આ સમુદ્રાધિપતિના શણગાર છે (Bayley's Gujarat, 386).
$ ૧૭૩૬-૩૭ની Bombay Public Diary 10, pages 197–207 માં માનવંતી કંપનીના રક્ષણ નીચે વેપારીઓએ સુરત કે ખંભાતમાંથી આયાત અને નિકાસ કરેલા બધા માલ પરના બે ટકાની નેધ સાથેનાં સુરત અને ખંભાતના મહેસૂલ- ,
મથાળાં સરખાવો. પૂર્વ આફ્રિકામાં, ઈ. સ. ૧૪૯૮ માં (J. As, Soc. of Bengal, V. 784) વા દ ગામાએ ખંભાત અને હિંદના બીજા ભાગમાંથી આવેલા નાવિકોને જોયેલા, જે ઉત્તર તથા દક્ષિણમાંના તારાઓની મદદથી પોતાને દોરવણી આપતા ને જેમને પોતાનાં સામુદ્રિક સાધન હતાં. ઈ. સ. ૧૫૧૦ માં અલબુ જવા અને મલાક્કામાં પ્રબળ હિંદુ તત્ત્વ જોયેલું. સુમાત્રામાં પરમેશ્વર નામે હિંદુ રાજ્ય કરતો હતો, જેનો ચીની માતાથી થયેલો પુત્ર રાજપૂત કહેવાતો (Commentaries, II, 63; III, 73-79). સમુદ્ર પરનો અમલ યુરોપિયન પાસે ગયા ત્યારે ગુજરાતના હિંદુઓ વેપારીઓ, ખલાસીઓ અને ચાંચિયાઓ તરીકે નોંધપાત્ર હિંમત અને આવડત બતાવતા રહ્યા. સત્તરમી સદીમાં ફ્રેન્ચ મુસાફર મેન્ડે (ઈ. સ. ૧૬૩૮, Travels 101–108)ને ઉત્તર સુમાત્રામાં અચીન ગુજરાત સાથેના વેપારનું મહાન કેંદ્ર માલુમ પડેલું.
૧૭ મી અને ૧૮ મી સદીઓ દરમ્યા કચ્છ-માંડવીના અને ઉત્તર સૌરાષ્ટ્રમાંના નવાનગરના સંગનિયો કે સંગર રજપૂતો ઘણું ભયાનક હતા. ઈ. સ. ૧૭૫૦ માં ગ્રોઝ સંગનિયનની નાની ઝરે ઈરાની અખાત તરફ જતી હોડીઓને હેરાન કરતી હોવાનું