________________
૩ જુ] જાવા અને બેડિયા
[૪૫૭ વિજયેની વિગતો જાવાની દંતકથાઓમાં ગંધાર અને લાટ એ બંને કેવી રીતે જણાવ્યાં છે. પંજાબના ઔદીચ્ય (ઉત્તરના લોકો ) સમુદ્રકાંઠા તરફ કેવી રીતે જઈ શક્યા, મારવાડની કથાઓ માળવાના રાજાને દેશાંતરગમનમાં કેવી રીતે ભાગ આપે છે, કાફલા સિંધ કે ગુજરાતના કાઈ બંદરથી કેવી રીતે નીકળ્યા હોય, અને કાબુલ-ખીણ અને પેશાવરના વિહાર અને દેશાંતરગામીઓ સાથે તૂ તથા અજંટા ગુફાઓની કોતરણીઓ એ બંને જેમને પરિચિત હોય તેવા કારીગરો અને શિલ્પીઓએ સફર કરી હેય, એ સમજાવે છે. ૭ મી સદીના ઉત્તરાર્ધ દરમ્યાન ઉત્તરમાંથી તુર્કોનું અને આરબોનું સમુદ્રમાર્ગે ( ઈ. સ. ૬૩૦) તેમજ ઈરાનમાં થઈને (ઈ. સ. ૬૫૦-૬૬૧) થયેલું આગમન, ૨૩ ઈ. સ. ૬૪પ૬૫૦ માં મગધથી બમિયનમાં થયેલી ચીની ફેજની વિજયી પ્રગતિ, અદ્વિતીય બ્રાહ્મણધમ અમાત્ય ચચ વડે બૌદ્ધ સાપરાયાનું પતન (ઈ. સ. ૬૪૨ ) અને એણે જાટ લેકે પર કરેલા સિતમ ઉત્તરના ભારતીયોની સિંધ અને ગુજરાતનાં બંદરોથી દક્ષિ તરફ ઠીક ઠીક સતત રીતે થતી હિલચાલમાં પરિણમ્યાં હોવાં જોઈએ. ૨૪
અગ્રિમ દેશાંતરગમનમાં અનુયાયીઓ ભયને લીધે ખસ્યા હશે તો પણ અગ્રણીઓને તો સાહસે તથા જવાની સમૃદ્ધિના સમાચારે પ્રોત્સાહિત કર્યા હશે. એલેકઝાન્ડરને (સિકંદરને) સિંધુના મુખથી. ત્રાજન(ઈ. સ. ૧૧૬ )ને તાડગ્રીસના , મુખથી, અને મહમૂદ ગઝનવીને સોમનાથથી સમુદ્ર ખેડવા જે લગની લાગેલી તે જ લગનીએ શક, દ્રણ અને ગુર્જર રાજાઓને પિતાના અનુયાયીઓને માણેક અને સુવર્ણની ભૂમિ તરફ દક્ષિણમાં દરવાને પ્રેર્યા હશે
જાવામાં સાતમી અને આઠમી સદી દરમ્યાન વસેલા હિંદુઓના આગમન અને તેઓની સ્થિતિ વિશે અરબ મુસાફરે સુલેમાન (ઈ. સ. ૮૫૦) અને મસૂદી(ઈ. સ. ૮૧૫)એ નીચેની વિગતો આપી છે :
જવાળામુખીઓ પાસેના લેકને જોળી ચામડી, વીંધેલા કાન અને મુંડન કરેલાં મસ્તક છે. એમને ધર્મ બ્રાહ્મણી અને બૌદ્ધ બને છે, તેઓને વેપાર સહુથી કિંમતી પદાર્થો–કપૂર, અગર, લવિંગ અને ચંદન-નો છે.
કંબોડિયા જાવા અને કંબોડિયા વચ્ચેનો ગાઢ સંબંધ, વારાફરતી જાવામાં કંબોડિયાનું ને કંબોડિયામાં જવાનું સ્થપાતું આધિપત્ય, અને વસાહતીઓની જાવામાંથી કંબોડિયા જવાની સંભાવના જાવા અને કંબોડિયાની અનુકૃતિઓ તથા ઈમારતો