________________
[પરિ.
૪૫૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ પંજાબ અને રમાદેશ (પષ્ટતઃ દક્ષિણ પંજાબ) એ સિયામની રાજધાની અયોધ્યા
જેવાં કે કંબોડિયાની અકાલીન રાજધાની ઇન્થ–પથ-પુરી અર્થાત ઇન્દ્રપ્રરથ કે દિલ્હી જેવાં નથી. આ નામ તેઓની ખાસ ખ્યાતિને લઈને અથવા તેઓની ભૌગોલિક સ્થિતિને લઈને જાવા અને કંબોડિયાના વસાહતીઓએ કે ધગીકાર કરનારાઓએ સ્વાભાવિક રીતે પસંદ કરેલાં સ્થળાનાં છે. આથી કંબોજ, ગંધાર, તક્ષિલા અને રમાદેશને જાવાની અને કંબોડિયાની દંતકથાઓમાં અને ત્યાંનાં સ્થળનામોમાં જે અગ્રગણ્ય સ્થાન આપેલું છે તે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ અને મલાયા દ્વીપસમૂહ વચ્ચેના યથાર્થ અને ઐતિહાસિક સંબંધની નિશાની છે એ ગૃહીતાર્થ માટે સારી ભૂમિકા હોવાનો દાવો કરી શકાય. એ ત્રણ દેશના સ્થાપત્યકીય અવશેષોમાંની દલીલથી આ ગૃહીતાર્થને સંભાવના મળે છે, કેમકે એ અવશેષો અમુક વિશિષ્ટ લક્ષણેની બાબતમાં, રૂપાંકનમાં તથા વિગતમાં બંનેમાં એવું સ્પષ્ટ સામ્ય દર્શાવે છે કે, મિ. ફર્ગ્યુસનના મતે, એ પ્રબળ અને સીધો સંબંધ સ્થાપિત કરે છે. ૧૦ જાવામાં ગુજરાતની વસ્તી હોવાની તરફેણમાં ત્રીજી દલીલ તે માળવાના રાજાઓની વસાહત અને સાહસયાત્રાની અનુકૃતિઓ છે, જે દક્ષિણ ભારવાડમાં હજી પ્રચલિત છે. ૧૧ વળી મારવાડમાં તથા ગુજરાતમાં હજી સુપ્રસિદ્ધ એવી કહેવત છે:
જે જાય જાવે તે કદી નહિ આવે;
આવે તો સાઠ પિઢી બઠકે ખાવે.૧૨ એક વધુ વાર ગુજરાત સાથેના સંબંધને જાવા-વૃત્તાંતમાંની વિગતથી ટેકે મળે છે, કેમકે એ લૌત મીરાને સાંસ્થાનિક કાફલા માટેનું પ્રયાણબિંદુ બનાવે છે. આ સર એસ. રેફલ્સે રાતે સમુદ્ર હોવાનું ધારેલું, પરંતુ મિહિર કે મહેર સૂચવી શકાય, કેમકે પશ્ચિમ ભારતમાં જુનૈદે તૂટેલા નગર માટે “બહરિમદ” (મહેરનો સમુદ્ર ?) એ કાંઈ શંકાસ્પદ અરબ નામને મળતું આવે છે. આ પુરાવાની સામે બે વિચાર રજૂ થયા છે :૧૩ (અ) ભારતના પૂર્વતટથી જાવા સુધીના માર્ગની તુલનાએ જોઈએ તે ગુજરાતથી જાવાની સફરની મેટી લંબાઈ (આ) ભારતમાં કઈ લોકોએ વિજય કરી શકે તેવો કાફલો મોકલવાને પૂરતું વહાણવટું જાણ્યું નથી. સફરની લંબાઈની બાબતમાં એ યાદ રાખવાનું છે કે બંગાળ, ઓરિસ્સા અને ગોદાવરી તથા કૃષ્ણનાં મુખમાંથી સંસ્થાન વસાવવા માટે સુમાત્રા વધુ અનુકૂળ સ્થિતિ ધરાવે છે એમ છતાં જવાની કાં તો કંબોડિયાની બાબતમાં સિંધ અને સૈારાષ્ટ્રથી થતું અંતર તે વધુ મોટું નથી ને કેટલીક બાબતમાં વહાણવટું ઓરિસ્સા અને બંગાળાના સમુદ્રતટથી થતા વહાણવટા કરતાં