________________
૩ જુ] જાવા અને કડિયા
[૪૫૩ સામે કહેવાને બદલે આ વિધાન એના સમર્થનમાં પ્રબળ દલીલરૂપે છે. દક્ષિણ મારવાડ માટે “ગુજરાત’ નામને એક ઘણે પ્રાચીન ઉલ્લેખ હ્યુએન સિકંગ (ઈ. સ. ૬૩૦)નું “કિન-ચેલે” કે “ગુર્જર” છે. જ્યારે યુએન સિઅંગે લખ્યું ત્યારે આબુની પશ્ચિમે પચાસ માઈલે આવેલા ભીનમાલનો ગુર્જર રાજા ક્ષત્રિય ગણાઈ ચૂક્યો હતો, તેથી એનું કુલ પ્રાયઃ કેટલાક વખતથી, કદાચ ઈ. સ. ૪૯૦ જેટલે પહેલેથી, સત્તારૂઢ થયેલું, જ્યારે વલભી અને ઉત્તર ગુજરાત પરને મિહિર કે ગુજર-વિજય પૂરો થયેલું. રાજપુત્રના આગમન પછી ગુજરાતમાંથી મળેલી કુમકની વિગતો દર્શાવે છે કે પિતૃરાજ્યને જે તેફાન નાશ કરે એ એને ભય હતા તે શમી ગયું હતું. આ ૭ મી સદીના આરંભમાં ભીનમાલના ગુર્જરેની જે સ્થિતિ હતી તેની સાથે બંધ બેસે છે, જ્યારે મગધના શ્રીહર્ષ (૬૦૬૬૪૧)ના પિતા પ્રભાકરવર્ધન (ઈ. સ. ૬૦૦-૬ ૬) વડે તેઓનો પરાજય થતાં તેઓએ ભીનમાલમાં તેમજ ભરૂચ અને વલભીમાં પોતાની સત્તા જારી રાખી હતી. ગુર્જર અને મહાન દરિયાખેડ મિહિર કે મહેર વચ્ચેના ગાઢ સંબંધ પરથી એ સંભવિત બને છે કે જાવા ગયેલા કાફલાઓને દોરનાર કપ્તાને અને નાવિકે મહેર જાતિના હતા. કદાચ એમના માનમાં જ જાવાના નવા પાટનગરને “મેન્ટન'' નામ મળ્યું, જેમ પછીના કાલમાં એ બ્રમ્હનુમ કે બ્રાહ્મણોનું નગર કહેવાયું. ભરૂચના ગુર્જરે બૌદ્ધ નહિ, પણ આદિત્યભક્ત હતા, એ હકીકત કંઈ મુશ્કેલી ઊભી કરતી નથી, કેમકે ભીનમાલના ગુજરની હ્યુએન ત્સિઅંગે ઇ. સ. ૬૪૦ માં મુલાકાત લીધેલી તે બૌદ્ધ હતા અને વલભીમાં બૌદ્ધ ધર્મ, શૈવ ધર્મ અને સૂર્ય પૂજા રાજ્યને સમાન આશ્રય પામ્યાં જણાય છે.
| ગુજરાત અને એના રાજા ઉપરાંત જાવા અને કંબોડિયા એ બંનેની અનુશ્રુતિઓમાં હસ્તિનગર કે હસ્તિનાપુરન, તક્ષિકાનો અને રામદેશનો ઉલ્લેખ આવે છે. આ નામોની બાબતમાં તથા જે ગંધાર અને કંબોડિયા જે બધાં સ્થળ ભારતના વાયવ્યમાં આવેલાં છે તેની બાબતમાં પણ શું આ નામોનો પ્રયોગ કાબુલ, પેશાવર અને પશ્ચિમ પંજાબ સાથે ઐતિહાસિક સંબંધ સૂચવે છે કે શું એ ભારતનાં બ્રાહ્મણ અને બૌદ્ધ લખાણમાં જાણીતાં નામોના, વિદેશી વસાહતીઓ અને ધર્માગીકાર કરનારાઓએ કરેલા માત્ર સ્થાનિક વિનિયોગો અને ગૃહીતાર્થો જ છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મહાભારતમાં જણાવેલાં નામોના જાવાનાં સ્થળોને થયેલા વિસ્તૃત વિનિયોગ મહાભારતની જાવા-વાચનામાં કરવામાં આવ્યા છે એવું રેફર્લ્સ બતાવ્યું છે, છતાં એ લક્ષમાં લેવાનું છે કે ઉપર જણાવેલાં સ્થળ કંબોજ કે કાબુલ, ગંધાર કે પેશાવર, તક્ષિલા કે પશ્ચિમ