SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮] મૌર્યકાલથી ગુપ્તકાલ [પરિ. મૂલ્યવાન ચાંદીની તાસક, સંગીત-વાદ્યો (સંગીતની પેટીઓ ભારતના રાજવંશીઓને હજી પ્રિય છે), અંતઃપુર માટે લાવણ્યમયી કન્યાઓ (આ ભારતીય નાટકમાં પ્રસિદ્ધ એવી યવની દાસીઓ છે ), ઊંચી જાતની સુરા, વસ્ત્રો અને ઉત્તમ સુગંધીદાર પદાથે આયાત થતા હતા. આ રાજાઓ કે અનર્ગળ વૈભવ ભગવતા હતા એ આ યાદી દર્શાવે છે. બારીગાઝામાંથી થતી નિકાસોમાં જટામાંસી, કઠ, ગૂગળ, હાથીદાંત, અકીક, પન્ના, હરતાલ, સુતરાઉ વસ્ત્ર, રેશમ, રેશમી દેરા, લાંબી પીપર (તેજાના, અને કાંઠાનાં બંદરોએથી ચડતા બીજા માલસામાનને સમાવેશ થતો હતો. આપણે ગ્રંથકર્તા સાચું કહે છે (પ્રકરણ ૫૦) કે બારીગાઝાથી કાંઠો દક્ષિણ તરફ વળે છે અને એ પ્રદેશ દખિણબદીસ (દક્ષિણાપથ) તરીકે ઓળખાય છે. અંદરના ભૂમિપ્રદેશને મોટો ભાગ વેરાન છે અને એમાં રાની પશુઓનો ત્રાસ છે, જયારે વિસ્તારી ટોળીઓ છેક ગંગા સુધીના બીજા પ્રદેશોમાં વસે છે. દખિણબદીસમાંનાં (પ્રકરણ ૫1) મુખ્ય નગર બારીગાઝાની દક્ષિણે ર૦ દિવસની મુસાફરી માગી લેતું પઠાણ (ઉઠણ) અને જે પઠાણની પૂર્વે ૧૦ દિવસની મુસાફરી માગી લેનારું ઘણું મોટું શહેર તગર (ધારર) છે. પઈઠાણથી પન્ના આવે છે અને તગરથી સુતરાઉ કાપડ, મલમલ અને (પૂર્વ) કિનારેથી ચડેલે બીજે સ્થાનિક માલસામાન આવે છે. બારીગાઝાની દક્ષિણે આવેલાં નાનાં બંદર તે છે અકબરેઉ (કદાચ મુસલભાન લેખકોએ ઉલ્લેખેલું ખીરૂન અને નવસારીની આધુનિક કાવેરી નદી), સપારા (વસઈ પાસેનું સુપારા) અને કવિએન, જેને મોટા સરગનીસે હાટ બનાવ્યું હતું, પણ જ્યારે સન્દનીસ એને સ્વામી બન્યો ત્યારે એને ખૂબ નુકસાન પહોંચ્યું હતું, કેમકે એના સમયથી આ બંદરે મુલાકાતે આવતાં ગ્રીક વહાણોને બારીગાઝા સુધી રક્ષકોની દેખભાળ હેઠળ મોકલવામાં આવતાં હતાં. આ રસપ્રદ વિધાન પેરિસના સમય અંગેના સ્પષ્ટતમ નિર્દેશમાંનું એક છે. ભાંડારકરે દર્શાવ્યું છે તેમ “મેટા સરગનીસ' શબ્દથી નાનો પણ અપેક્ષિત છે, જે યજ્ઞશ્રી શતકણિ (ઈ. સ. ૧૪૧) સિવાય બીજો કોઈ હોઈ ન શકે અને પેરિપ્લેસ એના સમય પછીનું હોવું જોઈએ. ગ્રંથમાંનો સન્દનીસ તે ગુજરાતને શાસક હોવો જોઈએ અને એને ક્ષત્રપ સંઘદામા (ઈ. સ. ૨૨૪) સાથે સરખાવી શકાય. કલીએનની દક્ષિણે (પ્રકરણ ૫૩) સનિલ (ચઉલ, માંદાગર (માંડણગઢ), પલઈ તમઈ (મહાડ પાસેનું પાલ), મેલીઝિગર (પ્રાયઃ જંજીરા) અને બિઝન્તીઓન (જે અગાઉ તુરોસબોઅસ કહેવાતું હતું તેને માટે પ્રાયઃ બીજું નામ
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy