________________
૨ જુ] ચીકે અને મને એ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૪૭ લાભ લઈને તાણતા તાણતા ઉપરવાસ તરફ ૩૦૦ સ્ટેડિયા જેટલે દૂર બારીગાઝામાં લાવી મૂકે છે. આ સંબંધમાં આપણે લેખક નર્મદામાંના ઊંડા ખાડાનું (પ્રકરણ ૪૫) અને અજાણ્યાં વહાણ એને લીધે કેવાં ફસાય છે એનાં જોખમોનું (પ્રકરણ ૪૬) દૂબહૂ વર્ણન કરે છે.
બારીગાઝાથી (એટલે કે, આપણે જોયું તેમ સૌવીર અથવા મુલતાનની સરહદે લાગેલા આખા રાજ્યમાંથી) અંદરના પ્રદેશમાં અરીઓઈ (મહાભારત અને પુરાણોના અરો, જે પંજાબમાં રહેતા), અખસીઓઈ (પૂર્વ અફઘાનિસ્તાનના લકે), ગંદાઈ (વાયવ્ય પંજાબનું બંધાર), પ્રોફ્લેસ (પેશાવર પાસે) અને તેઓની પાર બૅટ્રિયનઈ (બંખના) લોકો જે ઘણી લડાયક પ્રજા છે તે (પ્રજાઓ) વસે છે, જે પોત પોતાના સ્વતંત્ર સાર્વભૌમ રાજાઓની આણ માને છે. આ જે જિલ્લા વર્ણવ્યા તે પ્રાયઃ કુષાણોના છે, જેઓ ત્રીજા સૈકાના બીજા ચરણમાં પાર્થિયન સામ્રાજ્યના ભુકા થયા ત્યારે અરદેશર ઉપર હલ્લો કરવામાં કરીને પહલવો સાથે ભળ્યા હતા. આપણો લેખક કહે છે કે આ પ્રદેશેમાંથી એલેકઝાન્ડરે ભારત ઉપર ઠેઠ ગંગાના પ્રદેશ સુધી ચડાઈ કરી હતી. એરિયન ઈ. સ. ૧૫૦ ના સમયથી એલેકઝાન્ડર વિશેની દંતકથાને જે વિકાસ થયો છે તેનું આ એક રસપ્રદ નિદર્શન છે. આપણા લેખકને બારીગાઝામાં હજી ચલણમાં રહેલી મિનેન્દ્રો અને અપોલતદેસની જૂની દ્રખમાઈ મળી હતી.
એ જ રાજ્યમાં પૂર્વ તરફ (પ્રકરણ ૪૮ ) ઝીની નગર આવેલું છે, જે અગાઉ રાજધાની હતું અને જ્યાંથી અકીક, ચીનાઈ માટીનાં વાસણ, મલમલ અને સુતરાઉ માલ બારીગાઝા લાવવામાં આવે છે. પ્રેકલેસની પારના પ્રદેશમાંથી કક, ગૂગળ અને ત્રણ જાતના જવરાંકુશ, કાબેરિની, પેટાપપિગિક અને કબલિતિક (આ છેલ્લું, કાબુલથી) આવે છે.
આપણને પ્રસંગોપાત્ત એ પણ જાણવા મળે છે કે મિસર સાથેના રીતસરના વેપાર ઉપરાંત બારીગાઝાને અરબસ્તાનમાંના મૌઝા સાથે (પ્રકરણ ૨૧ ), પૂર્વ આફ્રિકાના કિનારા સાથે (પ્રકરણ ૧૪) અને ઈરાનના અખાતના આગળના ભાગમાં આવેલા એપોલોગસ (ઓબેલ્લાહ) સાથે અને એના પૂર્વ કાંઠે આવેલ ઓમન સાથે (પ્રકરણ ૩૬) વાણિજિયક સંબંધ હતા. બારીગાઝામાં થતી આયાતોમાં સુરા, કાંસું, કલાઈ, સીસું, પરવાળાં અને પોખરાજ, બધી જાતનાં વસ્ત્ર, ખૂલતા રંગના કમરબંધ (આધુનિક જમાનાનાં બર્લિનના ઊનનાં સુખસાધન જેવાં), શિલારસ, મીઠી લવંગ, સફેદ કાચ, હીંગળો, આંખ માટે સુરમો, સેના-રૂપાના સિક્કાઓ અને લેપને સમાવેશ થતો હતો. તદુપરાંત રાજાને માટે