________________
૨ જુ]
ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત
[૪૪૫
આવે છે એ એમ બતાવે છે કે પ્તિની કરતાં પરિપ્લસનો લેખક ઘણો અનુકાલીન છે.
સિળિયા (સિંધ) જવા નીકળેલ વેપારી ઉત્તરે નીચાણમાં આવેલી જમીન સુધી પહોંચે ત્યારે એને સિન્થસ (સિંધુ) નદીના સફેદ પાણીને અને પાણીમાંના સર્પોને ભેટ થાય છે (પ્રકરણ ૩૮). નદીને સાત મુખ છે અને વચલા સિવાય બધાં નાનાં અને કાદવવાળાં છે. વચલા મુખ ઉપર બરબરી કોન(શાહબંદર, હેગ, પૃ. ૩૧)નું બંદર આવેલું છે, જ્યાંથી એકબીજાને સતત હાંકી કાઢનારા પાર્થિયને (પહલવો) જેના પર રાજ કરે છે તે રાજધાની મીનનગર (શાહદાદપુર નજીક, હેગ, પૃ. ૩૨) સુધી વેપારી જહાજને માલસામાન નદીના ઉપરવાસમાં લઈ જવામાં આવે છે. (પ્રકરણ ૩૯) આ ઝઘડતા પાથિયો અરદેશર પાપકાન ઉપર હુમલો કરવા માટે કુષાણ સાથે જોડાયેલા કરીનના પહલવોના અવશેષ હોવા જોઈએ (જર્ન એશિ, :૧૮૬ ૬ઃ ૭. ૧૩૪). આયાતમાં વસ્ત્રો. ફૂલની ભાતવાળું સુતરાઉ કાપડ, પરવાળાં, શિલારસ, લેબાન, પોખરાજ, કાચનાં વાસણ, ચાંદીની તાસક, તેજાના અને દારૂ હોય છે અને નિકાસમાં કઠ (કુ), ગૂગળ, હરતાલ, જવરાંકુશ, પિરેજા, વૈદૂર્ય, માણેક, તિબેટનું પોલાદ, સુતરાઉ માલ, રેશમી દોરા અને ગળી હોય છે. આયાતની યાદી બતાવે છે કે સિથિયાના લેક સુધરેલી પ્રજા હતા અને કઈ રીતે જંગલી ભટકતી પ્રજા ન હતા.
આ પછી પેરિસ(પ્રકરણ ૪૦ માં એ દિવસે માં જે કદાચ દરિયાની સપાટીની નીચે હતું (હેગ પૃ. ૨૨, બનેસનું Travels into Bokhara, ૩, ૩૦૯ અને આગળ) અને મોટા અને નાનામાં ક્યારનું યે વિભકત થઈ ગયું હતું તે રણ ઇરિન ને ચોકસાઈભર્યો વત્તાંત આવે છે. બંને ભેજ અને કાદવવાળા છીછરા પ્રદેશ હતા અને જમીન પરથી નજરે પણ પડતા ન હતા એટલે વહાણવટીઓને માટે જોખમકારક હતા. આજની માફક ત્યારે પર રણની દક્ષિણ અને પશ્ચિમ હદે સાત ટાપુઓ અને શિરોભૂમિ બરકે આવેલાં હતાં; બરકે (દ્વારકા) ખાસ ભયકારક સ્થાન હતું, જેની પડોશ અંગેની ચેતવણી વહાણોને મોટા કાળા જળસર્પોને મળવાથી થતી હતી.
એ પછીનું પ્રકરણ (1) બેરીગાઝાના અખાતનું (ખંભાતના અખાતનું) અને એને લાગેલી જમીનનું વર્ણન કરે છે, પણ આ પરિચ્છેદ આપણે એકમાત્ર હસ્તપ્રતના નકલકારને હાથે ખૂબ દૂષિત થયો છે અને સંપાદકોની અટકળોથી એથી પણ વધારે દૂષિત થયો છે. આના સાદામાં સાદા શુદ્ધીકરણ પ્રમાણે (એપ્રેન્ટીસનું એરિઆકેસરા) આપણે લેખક કહે છે કે બરકે (દ્વારકા) પછી