SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જુ] ચીકે અને મને એ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૩૯ ગુજરાતના ક્ષત્રપ સાથે એને લાગુ પાડવાનું નિર્વાહ્ય નથી. સાધન શબ્દના આ અર્થઘટન માટેનું એક માત્ર પ્રમાણે તે વિલ્સનને સંસ્કૃત કોશ છે અને આ સમય સુધી આવતાં એટલું નિશ્ચિત છે કે અરીઅકી ગુજરાતના ક્ષત્રપોનું નહિ, પણ ગોદાવરી કાંઠે આવેલા પૈઠનના શાતકણિઓનું હતું. વરાહમિહિરના શાંતિકે સાથે સાદીનોઈનો ભાંડારકરે યોજેલે સંબંધ પણ કંઈક અસંતોષકારક લાગે છે. તોલેમીએ આપેલું નામ સંભવતઃ “શાતકણિ” અથવા “સાતવાહનનું અપભ્રષ્ટ રૂપ હોઈ શકે. આ પ્રદેશના કાંઠાનાં નગર તે છે–સોપારા (વસઈ પાસેનું સુપારા), જેની દક્ષિણે તોલેમાં ગોઅરિયા (વૈતરણી) નદી દર્શાવે છે; દોંગા (કદાચ ભીવંડીની ઉત્તરે ૧૦ માઈલ પર આવેલું દુગાડ), જેની દક્ષિણે બેન્ડા નદી (ભીવંડીની ખાડી ) છે; સીમીલ્લા, બાર અને ભૂશિર, લિનીનાં ઓટોમુલ અને પેરિસુલ અને આધુનિક ચેલ (મુલ); મિલિકીગીરીસ, ટાપુ અર્થાત પેરિપ્લસમાંનું એલિઝગારા અને પ્રાય:) હિનીનું સિગેરસ અને હાલનું જંજીરા; હિપોકૌર, કોલાબા જિલ્લાનું ઘડેગાંવ અથવા તો કુડા (યુલે); બીપટણી, જે પ્રાયઃ પેરિસમાંનું પલપટમઈ અને મહાડ નજીકનું પાળ છે તે. - સાદીનોઈના અંદરના પ્રદેશ કાંઠાની પટ્ટી કરતાં વધારે વિસ્તૃત હતા. તેમાં શહેરની બે યાદીઓ આપે છે : એક બેન્ડા જેનો દખણમાંનો પ્રવાહ ભીમા નદી તરીકે ઓળખાય છે તેની પશ્ચિમે (એટલે કે ઉત્તરે) આવેલાંની અને બીજી તે બેન્ડા અને ચૂડોસ્ટોમસ (અહીં માલપ્રભા અને કૃષ્ણ અથવા સંભવતઃ શાખાઓ સહિતની તુંગભદ્રા) વચ્ચે આવેલાંની. પહેલી યાદીમાંનાં પૂર્વતમ નગર, મલિપ્પલ અને સરીસબીસ સંતોષકારક રીતે ઓળખાવી શકાયાં નથી, પણ તેઓને હૈદ્રાબાદના અગ્નિ ખૂણે નિઝામના પ્રદેશમાં શોધવાં જોઈએ. પછી આવે છે પેરિપ્લસ પ્રકરણ ૫૧ માં પૈઠણની પૂર્વે ૧૦ દિવસના માર્ગે આવેલું હોવાનું ઉલિખિત અને તેથી લગભગ કુલબર્ગના અક્ષાંશ પર રહેલું નગર. કુલબર્ગની સાથે યુલેએ એને સરખાવ્યું છે. અંતર અને દિશા બંને દેવગીર ( વિફર્ડ અને બીજા), જુન્નર (ભગવાનલાલ), અથવા કોલ્હાપુર (ફૂલીટ) સાથે એનું સામ્ય સ્થાપવાનું અશક્ય બનાવે છે. એ દારુર અથવા ધારુર છે (ભાંડારકર) એ અનુમાન અત્યાર સુધીમાં થયેલું ઉત્તમ અનુમાન છે, પરંતુ ભાર જિલ્લામાં આવેલું દારુર એ ઉત્તરે ખૂબ દૂર આવેલું છે એટલે હૈદ્રાબાદની પશ્ચિમે ૫૦ માઈલના અંતરે આવેલા ધારને જ સહુથી વધુ સંભવિત સ્થાન તરીકે સ્વીકારવું જોઈએ. તોલેમી સગર પછી બૈથનનો ઉલ્લેખ કરે છે, જે પેરિપ્લસમાંનું પિંથન અને ગદાવરી કાંઠે આવેલું હાલનું પૈઠણ છે. આપણો ગ્રંથલેખક એને સિરોતોલેમાઈઓસ,
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy