________________
૪૩૮ ]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ.
નગર સિરિપલ્લ છે, જે ઓળખાવી શકાયું નથી, પણ શાહજહાંપુરથી દૂર નહિ તેવા અંતરે, આગરથી અગ્નિ ખૂણે ત્રીસેક માઈલે એને શોધવું જોઈએ. એનું આધુનિક નામ સંભવતઃ શિરોલ હોય. બન્મ્યોગોરાને પવનગઢ (યુલે) સાથે નહિ, પણ હ્યુએનત્સિઅંગની “બ્રાહ્મણોની નગરી' (બીલ, સી–મુ-કી, ૨.૨૬૨) સાથે એને સરખાવી શકાય, જે એના સમયમાં માળવાની રાજધાનીથી વાયવ્ય ખૂણે ૨૦૦ લી (આશરે ૩૩ માઈલ) દૂર હતું. અંતર અને દિશા આપણને જાવરો નજીક લાવી દે છે. સેઝેકીન અને ગેરી સંતોષકારક રીતે ઓળખી શકાયાં નથી, પરંતુ કામચલાઉ રીતે તેઓને અનુક્રમે રતલામ અને બદનાવાર આગળ મૂકી શકાય અથવા યુલેએ સૂચવ્યું હતું તેમ રગેરી કદાચ ધાર હોઈ શકે. ત્યારુનીસની રાજધાની ઓછીની એ ઉજજૈન છે, જે આશરે ઈ.સ. ૧૩૦ માં રાજ્ય કરનારા ક્ષત્રપ ચાષ્ટનની રાજધાની હતી. એના રાજ્યમાં પશ્ચિમ માળવા, પશ્ચિમ ખાનદેશ અને હની દક્ષિણે આવેલા સમસ્ત ગુજરાતનો સમાવેશ થતો હતા. એનો પત્ર રદ્રદામા (ઈ. સ. ૧૫૨ એના ગિરનારના અભિલેખમાં (ઈએ. ૭. ૨૫૯) આપણને જણાવે છે કે એના પોતાના રાજ્યમાં મારવાડ, સિંધ અને પંજાબના નીચલા ભાગનો પણ સમાવેશ થતો હતો. તોલેમ ઉજજૈન પછી મીનનગરનો ઉલ્લેખ કરે છે, જે માનપુરની આસપાસ ક્યાંક હોવું જોઈએ. એ પછી આપણે ગોદાવરી-ખીણથી ખાનદેશને છૂટી પાડતી પવર્તધાર ઉપર આવેલા ટીઆરા અથવા ચાંદેર યુલે) આગળ આવીએ છીએ; અને છેવટે એ નદી પર આવેલા નાસિક, હાલના નાસિક, આગળ આવીએ છીએ. નાસિક એ કયારે પણ ચાટ્ટનના આધિપત્ય હેઠળના પ્રદેશનો ભાગ હતું કે નહિ એ ખૂબ શંકાસ્પદ છે, કેમકે નાસિકની ગુફાઓમાંના અભિલેખોને આધારે આપણે જાણીએ છીએ કે તલેમીને રામકાલીન પુલુમાયિના પિતા ગૌતમીપુત્ર શાતકણિએ દેશને એ ભાગમાંથી ક્ષત્રપોને હાંકી કાઢ્યા હતા. પોતાની યાદીઓમાંની એકમાં તોલેએ ઉજજૈનથી દક્ષિણ તરફ જતા માર્ગ પર નાસિક આવેલું હોવાની નોંધ સંભવતઃ જોઈ હોય ને એ પરથી એણે એવો નિર્ણય તારવ્યો હોય કે બંને એક જ રાજ્યમાં આવેલાં હતાં.
સાદનોઈના અરીઅકીમાં, દક્ષિણમાં છેક બાલટપટણા (મહાડ પાસે) સુધીની કાંકણપટ્ટીનો તથા ગોદાવરી અને કૃષ્ણ વચ્ચેના દખણનો સમાવેશ થતો હતો. એ નામ વરાહમિહિરની બૃહત્સંહિતાના અધ્યાય ૧૪માં “આર્યક' રૂપે આવે છે. જાતિદર્શક નામ સાદીનોઈને ખુલાસો કરવો ઓછો સહેલું છે. અભિકર્તાના અર્થમાં સાધન શબ્દ સાથે એને સૂચિત સંબંધ (લાસેન) અને