________________
સિંહપુરને સિંહલ વંશ
[૪૧૭ મળતી આવે છે. “મગધ જતા સાથે સાથે ” અને પછી તરત જ “લાળ રાષ્ટ્રમાં અટવીમાં” એવો સંદર્ભ૪૧ માત્ર મહાવંસ આપે છે ને કૂપરક પછી ભરકચ્છની સફરનો ઉલ્લેખ માત્ર દીપવંસ કરે છે. જે લાળ દેશ વિંગ અને મગધની વચ્ચે આવેલ રાઢ-લાટ પ્રદેશ હોય ને છતાં ત્યાંથી નીકળેલું વિજયનું વહાણું પરક થઈ લંકા ગયું હોય તો એ વહાણ પૂર્વ સમુદ્રમાંથી દક્ષિણ સમુદ્રમાં આવી, લંકાને ટાપુ વટાવી, પશ્ચિમ સમુદ્રમાં જઈ, ત્યાંથી વળી દક્ષિણ સમુદ્ર તરફ પાછું ફર્યું, એવું જ ધારવું પડે. Íરક પછી જણાવેલ ભરકચ્છનો ક્રમ પણ એ જ રીતે બંધ બેસે છે. દીપવંસ અને મહાવંસની ભૌગોલિક વિગતોને યર્થાથ માનીએ, તો આવી દ્રાવિડ પ્રાણાયામ જેવી કલ્પના કરવી
અનિવાર્ય છે, પરંતુ આ વૃત્તાંતમાં સિંહપુરથી શÍરક સુધીની સફરમાં આવા બબ્બે દિશા-પલટા થયા હોવાનો લેશમાત્ર ઉલ્લેખ નથી એ પરથી આ વૃત્તાંતની તમામ વિગતો યથાર્થ ન પણ હોય એવી શંકા ઉપસ્થિત થાય છે. રાત્ર દેશ તો પૂર્વ ભારતનો લાઢ (રાઢ) દેશકર હોઈ શકે તેમ પશ્ચિમ ભારતનો લોટ(ગુજરાત) દેશ૪૩ પણ હોઈ શકે. સિંહપુર રાઢ દેશનું સિંગુર૪૪ હોય તેમ સૌરાષ્ટ્રનું સિંહપુર (કે દક્ષિણ ગુજરાતનું સગપુર ) પણ હોઈ શકે.૪પ સિંહલી ભાષા પર પૂર્વ ભારતની ભાષાની જેમ પશ્ચિમ ભારતની ભાષાની પણ અસર રહેલી છે;૪૬ આથી ૪ દેશના લિનિર્ણય માટે જેમ વંગ-મગધને ઉલ્લેખ પૂર્વ ભારતના રાઢ પ્રદેશનું સમર્થન કરે છે તેમ શર્મારક-ભકછો ઉલ્લેખ પશ્ચિમ ભારતના લાટ દેશનું સમર્થન કરે છે.
આથી કેટલાકે આ વૃત્તાંતમાં ભારતના બે જુદા જુદા ભાગોમાંથી સિલોનમાં જુદા જુદા સમયે થયેલાં બે અંતર્ગમનના વૃત્તાંતોનું મિશ્રણ થઈ ગયું હોવાની કલ્પના કરી છે,૪૭ પરંતુ એમાં વંગ અને લાટ વચ્ચેની વિગતો છૂટી પાડવી મુશ્કેલ પડે. એમાં ય જે વિજયને પૂર્વ ભારતને અને પાંડુ વાસુદેવને પશ્ચિમ ભારતનો માનવામાં આવે તો એ બેનું એક જ કુળ અને એક જ સ્થાન હોવાની વિગતોને સદંતર અસ્વીકાર્ય ગણવી પડે.
મને લાગે છે કે એના કરતાં દીપચંસ અને મહાવંસ એ બંનેના વૃત્તાંતમાં જેટલી વિગતો સામાન્ય છે તેટલી જ લક્ષમાં લઈએ તો ઘણી અસંગતિ નિવારી શકાય. આ વિગતો અનુસાર સિંહબાહુ-સિંહલની માતા રંગરાજની કુંવરી હતી, એને સિંહથી બે સંતાન થયાં, એમાંના સિંહલે લાટ દેશમાં સિંહપુર વસાવ્યું ને વિજય શર્મારક થઈ લંકા ગયે, એ આ વૃત્તાંતના મુખ્ય મુદ્દા –૨-૨૭