________________
[ પરિ.
૪૧૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ ડો. હરેકૃષ્ણ મહેતાબે ઓરિસ્સાના ઇતિહાસ(૧૯૫૯)માં આ સિંહપુર તે કલિંગનું પાટનગર હોવાનું ને હાલ ગંજામની પશ્ચિમે ૧૧૫ માઈલના અંતરે આવેલું હોવાનું સૂચવ્યું.૩૮
૧૯૬૬માં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ મહાવંસમાં આપેલી વિગતો તપાસી એ પરથી સૂચવ્યું કે સિંહપુર વિંગનગરથી મગધ જતા માર્ગમાં આવેલું હોઈ લાઢ (રાઢા) પ્રદેશનું ‘સિંગુર હોવું જોઈએ, જ્યારે શÍરક એ પશ્ચિમ સમુદ્રતટે આવેલું સોપારા છે એ કારણે, વંગનગર સમીપ આવેલા સિંહપુરથી સફરે નીકળેલો રાજપુત્ર વિજય પહેલાં પૂર્વસમુદ્ર તથા દક્ષિણ સમુદ્ર ઓળગી રસી પશ્ચિમ સમુદ્રના શપરક સુધી આવ્યો હોય ને પછી ત્યાં પ્રતિકૂળતા જણાતાં ત્યાંથી પાછા દક્ષિણ સમુદ્ર તરફ જઈ લંકાદ્વીપમાં ઊતર્યો હોય એવું માનીએ તો જ બધા મુદ્દાઓને મેળ મળે.૩૯
૧૯૬૮ માં ડો. રમણલાલ ના. મહેતાએ પણ “મહાવંસમાંની વિગતે તપાસી એ પરથી લગભગ એવું જ તાત્પર્ય તારવ્યું: માત્ર સોપારાના ઉલ્લેખ પરથી અઝને લાટ માની વિજયને ગુજરાતનો ગણાય નહિ. વંગ અને મગધની વચ્ચે આવેલા લાઢ (રાઢ) પ્રદેશમાંથી નીકળી વિજય સમુદ્રમાં ભટકતો ભટકતો સેપારા આવે, પણ ત્યાં દગાની ગંધ આવતાં એ લંકા પાછો જતો રહ્યો. આ અનુશ્રુતિ મૂળમાં પૂર્વ ભારતના બૌદ્ધોની હાય ને આગળ જતાં પશ્ચિમ ભારતના લોકોના પ્રવાહને લઈને એમાં સોપારાને ઉલ્લેખ ઉમેરાયો હોય એવું પણ સંભવે.૪૦
આમ આ આનુશ્રુતિક વૃત્તાંતની વિગતો પરથી વિદ્વાનોએ ભિન્ન ભિન્ન અનુમાન તારવ્યાં છે. એમાં સિલેનમાં પહેલી આર્ય વસાહત સ્થાપનાર રાજપુત્ર વિજય જે ઢાઝ દેશમાંથી ત્યાં ગયેલે તે પ્રદેશ લાડ-લાઢ (રાઢ) કે લાટ (ગુજરાત) એ ઘણું મહત્ત્વનો વિવાદગ્રસ્ત મુદ્દો છે. ગુજરાતના ઇતિહાસમાં આનુશ્રુતિક વૃત્તાંત તરીકે આ ઘટનાને સમાવેશ થાય કે નહિ એનો આધાર એના પર રહેલો છે.
દીપવંસ અને મહાવંસમાં સિલેનમાં વસેલી આર્ય–વસાહત વિશે કોઈ પ્રાચીન અનુશ્રુતિ જળવાઈ રહી છે એ ચોક્કસ છે, પરંતુ એની વિગતોમાં કેટલીક જરૂરી વિગતો ખૂટે છે એ પણ સ્પષ્ટ છે. સિંહલની માતા વંગ(બંગાળા)ની કુંવરી હતી, સિંહલે ઢાઢ દેશમાં સિંહપુર વસાવ્યું ને ત્યાંથી દેશવટ પામેલે એનો પુત્ર વિજય સોપારા થઈ લંકા ગયો, એટલી વિગત એ બંને માં