________________
૩૯૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
દિભુજ ઊભા ગણેશની પ્રતિમાના પગ સાથે સરખાવવાથી ઉપરનું વિધાન સમજાશે. ભીલડી–વેશે પાર્વતીના પગનો એ જ ભાગ ગણેશની પ્રતિમાની ઢબનો છે, જ્યારે ટીંટોઈમાંથી મળેલી વીણાધર શિવ અને કંદ-માતાવાળી પ્રતિમા જે લગભગ ઈ. સ. ના સાતમા સૈકા આસપાસની છે તેનાથી જુદો તરી આવે છે.
રંગમહલ, બડોપલ વગેરેમાંથી મળેલાં અને હાલ બિકાનેર મ્યુઝિયમમાં સુરક્ષિત માટીકામનાં શિલ્પફલક વિશે ઉપરનાં વિધાનની દષ્ટિએ વિચારતાં જણાશે કે આ ફલકે મોટે ભાગે ક્ષત્રપકાલીન છે. ગુપ્તકાલીન ગુજરાતનાં શિલ્પોમાં સ્પષ્ટ રીતે ગુપ્તકાલીન ગણાવી શકાય તેવાં મુખ્ય મુખ્ય શિ૯૫ નીચે પ્રમાણે છે:
(1) શામળાજીમાંથી મળેલી વીરભદ્ર-શિવ (પટ્ટ ૩૫, આ. ૧૦૩) તરીકે જાણીતી પ્રતિમા તથા નંદિનું શિલ્પ (ઈ. સ. ૫ મી સદી). ૪
(૨-૪) વડોદરા મ્યુઝિયમમાં સચવાયેલી બે માતૃકાઓ, જે દેવની મોરી પાસેના ગામમાંથી મળેલી બીજી માતૃકાઓના સમૂહમાંની ૫ છે. આ માતૃકાઓ સ્પષ્ટ ગુપ્ત-અસરની ઈ. સ. પાંચમા સૈકા આસપાસની છે.
(૫-૬) ઉત્તર ગુજરાતનાં અંબાજી પાસેની વાવના બે ગણ–૪આ ગણોના કેશની રચના મધ્યભારતનાં ગુપ્તકાલીન શિલ્પ સાથે સરખાવી શકાય છે.
(૭) ગોપના મંદિરની ઊભણીની ફરતે દીવાલ પરની કેટલીક આકૃતિઓ આ આકૃતિઓ ક્ષત્રપાલના અંતભાગની હોઈ શકે, પણ પૂરતા પુરાવાના અભાવે તથા ગોપના મંદિરને સમય નિશ્ચિત ન હેવાથી અને આ લેખકના માનવા પ્રમાણે ગોપનું મંદિર ઓછામાં ઓછું પાંચમા સૈકાનું હોવાથી આ શિલ્પોને આપણે અત્યારે કામચલાઉ રીતે ગુજરાતમાં ગુપ્તકાલના અંત-સમયનાં ગણીએ.
(૮) શામળાજી આજુબાજુથી મળેલું મસ્તક વિનાનું માટીનું પકવેલું ( terracotta નું) નાનું શિલ્પ, ૮ જે ઉભડક બેઠેલી યક્ષી કે માતૃદેવી મૂર્તિ લાગે છે તે, ઈ. સ. ના પાંચમા સૈકાને અગત્યને નમૂનો છે.
(૯) લગભગ અઢી ફૂટ (૭૫ સે. મી.) ઊંચી કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા તીર્થકર શ્રી આદિનાથની ખંડિત પ્રતિમા ઈ. સ. ની પાંચમી સદીના ઉત્તરાર્ધની લાગે છે (પટ ૩૩, આ. ૧૦૧). એને અભિલેખ હોય તે એ અને પાદપીઠ મળ્યાં નથી. આ પ્રતિમાનાં અર્ધમાલિત ચાંદીવાળાં નેત્ર અને એની દેહયષ્ટિ