SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ મું] શિલ્પકૃતિઓ ૩િ૯૫ જ શિલ્પ ગુજરાતમાં દુર્લભ છે. જે કાંઈ ગુપ્ત અસર દેખાય છે તે પાંચમા છઠ્ઠા સૈકાની સમગ્ર ઉત્તર ભારતની કલાની સર્વસામાન્ય સાંદર્યભાવના તેમજ વારસાનું પ્રતિબિંબ છે. ગુપ્તકાલમાં એટલે કે ઈ. સ. ના પાંચમા સૈકામાં મૂકી શકાય તેવી ગુજરાત અને રાજસ્થાન(ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ રાજસ્થાન)નાં શિપમાં ઉપલબ્ધ થતી શિલ્પકલા ગુપ્તકાલીન હોવા છતાં સારનાથની ગુપ્તશૈલીથી ભિન્ન છે. સમગ્ર ગુપ્ત-સામ્રાજ્યના જુદા જુદા મોટા વિભાગોમાં પ્રાદેશિક વારસાગત પરંપરા અને અસર હેવી અને તેથી પ્રાદેશિક વિશિષ્ટ લક્ષણોવાળી ભિન્ન ભિન્ન છતાં ગુપ્તકાલીન શૈલીઓ હોવી એ જ રવાભાવિક છે. સારનાથનાં શિપમાં પુરુષ-શરીરનાં અંગ કંઈક વધુ પડતાં સુકોમળ છે, જ્યારે દેવગઢ, મંદાર અને સમગ્ર પશ્ચિમ ભારતની ગુપ્તકાલીન સ્ત્રી-પુરુષની આકૃતિઓ વધરે સુદઢ બાંધાની અને સાંચી-ભરતની પરંપરામાં ઉતરી આવેલી છે. આ દષ્ટિબિંદુ ધ્યાનમાં રાખવાથી ગુજરાત તેમજ રાજસ્થાનનાં ગુપ્તકાલીન (અને અનુગુપ્તકાલીન) શિપ ઓળખવાનું તેમજ અહીંની શિલ્પકલાને ક્રમિક વિકાસ સમજવાનું સરળ થઈ પડશે. આપણે જોયું તેમ ભરહુત અને સાંચીની કલા પરંપરા અનુસાર તદ્દન ખૂલેલી પાંપણવાળાં નેત્ર ક્ષત્રપાલમાં પશ્ચિમ ભારતનાં શિમાં થતાં ક્ષત્રપકાલીન શિલ્પ, મથુરાનાં કુષાણકાલીન શિપની માફક કે ભરડુતનાં શિલ્પોની માફક, ભૌતિક જીવન તરફ અભિમુખ દેખાય છે, જ્યારે અર્ધમાલિત નેત્રવાળાં ગુપ્તકાલીન શિપમાં અંતમુખ જીવન અને આધ્યાત્મિક આનંદની ઝાંખી થાય છે. સશક્ત, સુદઢ અને કંઈક અંશે સ્કૂલ બાંધાનાં ક્ષેત્રપાલીનકુષાણકાલીન શિલ્પો ભરડુતનાં ઈ. પૂર્વે બીજી સદીના સ્તૂપમાંના લોકજીવનનું પ્રતિબિંબ પાડતાં શિલ્પોની યાદ આપે છે. ગુપ્તકાલીન શિલ્પોમાં પગનો ઘૂંટણ અને પીંડીની નીચેનો ભાગ ધીરે ધીરે પાતળો થતો જાય છે. ક્ષત્રપકાલીન શિમાં ઘૂંટીની ઉપરનો આ ભાગ પ્રમાણમાં વધુ ધૂળ બને છે. સૂક્ષ્મદષ્ટિથી જોનારને શામળાજીનાં ક્ષત્રપ અને અનુક્ષત્ર કાલનાં શિ૯૫માં આ બધા ભેદ મળી આવશે. દાખલા તરીકે, વીરભદ્ર શિવ નામથી ઓળખાતી શિવની જે પ્રતિમામાં અત્યંત બારીક વસ્ત્રમાંથી શિવનું ઊર્ધ્વલિંગ દેખાય છે તે પાંચમા સૈકાની, પણ પશ્ચિમ ભારતમાં ક્ષત્રપકાલીન ચોથા સૈકાનાં શિલ્પોની પરંપરામાંથી ઊતરી આવેલી અને પૂર્વ ભારતનાં ગુપ્તકાલીન શિપોથી જુદી પડતી, પ્રતિમા છે. આ પ્રતિમાના પગને ચોથા સૈકાના ઉત્તરાર્ધની શામળાજીમાંથી મળેલી
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy