________________
૧૭ મું] શિલ્પકૃતિઓ
[ ૩૯ પડતે પહોળો લાગે છે. આ વિશિષ્ટતા ગાંધાર–કલાની બુદ્ધ-પ્રતિમાઓમાં પણ જોવા મળે છે. સમય રીતે જોતાં આ બંને શિપને ક્ષત્રપાલના ઈ સ. ના ચોથા સૈકામાં બનેલાં ગણવા યોગ્ય છે૫૦ (પટ્ટ ૩૦, આ. ૯૭).
(૯) કહેરી અને કાર્લાનાં ક્ષત્રપકાલીન શિલ્પ અને શામળાજીનાં ક્ષત્રપકાલીન શિપોની શૈલી મૂળભૂત રીતે એક જ છે તેની સાબિતી આપતું અને નહપાન વગેરેના શિક ક્ષત્રપ સામ્રાજ્યની રાજકીય તેમજ સાંસ્કૃતિક એકમની સંભાવનાને સિદ્ધ કરતું, તેમજ કાર્લા અને શામળાજીની વચ્ચેના પ્રદેશની કલાની ખૂટતી કડી પૂરી પાડતું એક નાનું શિપ ડાંગમાં આવેલા આહવામાંથી મળેલું છે. આ શિપ ખંડિત છે અને ફકત માથું તથા ધડને થડે ભાગ અને જમણો હાથ તથા ડાબા હાથની ડો ભાગ બચેલા છે. માથા ઉપર જૂની ઢબના ત્રણ પાંખિયાવાળા મુકુટ જેવું કાંઈક પહેરેલું કે બાંધેલું છે. હાથમાં ઘણી બંગડીઓ છે. છાતીને ઉપરનો ભાગ તૂટી ગયા છે. જમણો હાથ કોણીથી વાળી, ઊંચો કરી એમાં કમળ પકડેલું છે. આ કમળ અને હાથ તૂટી ન જાય માટે પથ્થરની જ એક પટ્ટી, એને અને મસ્તકને જોડતી એવી, કોતરીને રહેવા દીધી છે. આ લક્ષણ મથુરાની કુષાણકાલીન મૂર્તિઓમાં જોવા મળે છે, ખાસ કરીને ગુપ્તકાલ અને એ પછીનાં શિ૯પોમાં આવું ભાગ્યેજ જોવા મળે છે. મુખ સુંદર છે, ભરાવદાર છે, નીચેનો ઓષ્ઠ કંઈક જડે આગળ પડતો છે. માથાની પાછળ વાળની લટકતી વેણી ચપટી દેખાય છે અને વાળની નિશાની નથી તેથી તો એ બરાબર દૂબહૂ નહિ કરતાં વેણીનું સૂચન માત્ર જ છે અથવા તો વાળને એવી રીતે ચપટી ઘાટના કઈ વસ્ત્ર કે અલંકારમાં સેરવી દેવામાં આવતા હશે. પણ આ લક્ષણ પણ પ્રાચીન પ્રતિમાઓમાં જોવા મળે છે. આ પ્રતિમાને કર્યાના ઈ. સ. પહેલાબીજ સૈકાનાં શિલ્પો સાથે સરખાવતાં સમજાશે કે આ પ્રતિમા પણ ઈ. સ. ના બીજા સૈકા જેટલી જૂની કોઈ દેવી કે યક્ષિણીની છે. આ જ શૈલીમાં આ પછી પણ ઈ. સ. ચોથા સૈકામાં બનેલાં શામળાજીનાં કેટલાંક શિલ્પ––ખાસ કરીને ભીલડીવેપમાં પાર્વતી (પટ ૨૫, આ. ૮૮૦૫૧ તથા બાળક સાથે માતાનું એક માથું અને ધડવાળું એક શિલ્પ (પટ્ટ ૨૬, આ. ૮૯) પર–સરખાવવાથી સમજાશે કે કાર્લા, કહેરી અને નાસિકથી માંડી નિદાન ઉત્તર ગુજરાત સુધી એક જ કલાશૈલી ક્ષત્રપકલમાં પ્રચલિત હતી. આહવાનું આ શિ૯૫ ગુજરાતની ક્ષત્રપકાલીન શિલ્પકલાના ઈતિહાસમાં એક અગત્યનો નમૂનો છે. અગત્યને નમૂનો એટલા માટે કે એ કાર્લા, કહેરી અને શામળાજી વચ્ચેના પ્રદેશમાંથી મળવાથી વચલા પ્રદેશની ક્ષત્રપકાલીન કલાની ખૂટતી કડી પૂરી પાડે છે અને ડાંગ તથા દક્ષિણ ગુજરાતમાં