________________
૩૯૦ ]
મૌર્યકાલથી ગુપ્તકાલ
બાબત આટલી અસ્પષ્ટતા રાખવાનું કારણ એ છે કે આપણને ખેદકામના નિશ્ચિત સ્તરમાંથી અથવા સ્પષ્ટ અભિલેખવાળી પ્રતિમાઓ હજુ સુધી મળી નથી. બાકીની આકૃતિઓમાં પટ્ટ ૨૯, આ. ૯૪ તરીકે રજૂ કરેલી આકૃતિના ડાબા હાથમાં શંખ હોઈ અને જમણે હાથમાંનું આયુધ ખંડિત ખગ જેવું લાગતું હેઈએ કેઈ દેવ કે યક્ષની પ્રતિમા હશે.૪૬ હાથ ખંડિત હોવાને કારણે ચોથી આકૃતિ (પટ્ટ ૨૯, આ ૯૫)નાં આયુધ સ્પષ્ટ નથી, પણ એ પણ કોઈ દેવ કે યક્ષની પૂજાતી પ્રતિમા લાગે છે કે પાંચમા યક્ષના મસ્તક પરનો મુકુટ, ખભા પર લટકતા વાળની રચના, જમણે હાથમાં ધારણ કરેલ ખટ્વાંગ જેવો ખોપરીવાળો દંડ વગેરે ( પટ્ટ ૨૯, આ. ૯૬) જોતાં એ કઈ શૈવ ગણની કે તાંત્રિક દેવની કે કઈ યક્ષની આકૃતિ હોઈ શકે ૪૮ આ આકૃતિઓમાં ત્રીજી અને ચોથી (પટ્ટ ૨૮, આ. ૯૪-૯૫) આકૃતિઓમાં હાથ અને મસ્તક અથવા હાથ અને શિપનો પીઠને ભાગ જોડતી પાપાણની કતરેલી પટ્ટીઓ છે. આ ઢબ મથુરાનાં કુષાણકાલીન શિલ્પોમાં પણ નજરે પડે છે. “વાયુ” અથવા “વાસુ” અક્ષરવાળી પ્રતિમાના ગળાનો અલંકાર પ્રાચીન શૈલીને છે. ચોથી તથા પાંચમી (પટ્ટ ૨૯, આ. ૯૫ તથા ૯૬) પ્રતિમાના મસ્તક પરના મુકુટની રચના પરદેશી-શક કે ઈરાની–અસરની લાગે છે.
(૭) શામળાજી આસપાસથી શ્રી. દેવકરે આણેલાં શિપમાં મસ્તક અને હાથ વિનાના, ઘૂંટણ નીચેથી તૂટેલા પગવાળા અને સમભંગે ઊભેલા કેઈ દેવ કે યક્ષનું શિલ્પ ખાસ નોંધપાત્ર છે. પારેવા-પથ્થર(schist)નાં બનેલાં શામળાજીનાં આ બધાં શિપમાં ફક્ત આ જ શિલ્પ પર ચળકાટની થોડી થોડી નિશાનીઓ જળવાઈ રહી છે. આ શિલ્પની ડમાં એકાવલી-હાર સૂચવે છે કે એ ગુમકાલ પછીનું તો નથી જ, પણ ધાતિયાની વલીઓ અને દોરડા-ઘાટને આમળા વાળેલો કમરબંધ એ બંને અનુક્રમે ગાંધાર–કલા અને મથુરાના કુષાણકાલીન કમરબંધોની યાદ આપે છે. આ શિલ્પને ચોથા સૈકાના ઉત્તરાર્ધમાંનું તો ગણવું જ જોઈએ.૪૯
(૮) સગત ડે. દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરને ઈ. સ. ૧૯૧૪-૧૫ માં વલભીમાંથી મળેલાં શિપમાં મસ્તક વિનાની શિનિધૂદન કૃષ્ણ અને મહિષમર્દિનીની આકૃતિઓ ખાસ ધપાત્ર છે. ઝીણવટથી અભ્યાસ કરનારને ખબર હશે કે આમળા ઘાટના દડા જેવા કમરબંધની આમળાની ભાતમાં કુરાણકાલ અને એ પછીના સમયમાં સ્પષ્ટ ફેરફાર થતો જાય છે. વલભીનાં આ બે શિપોને કમરબંધ ક્ષત્રપાલના કમરબંધોની ભાતનો છે. કૃષ્ણના ડાબા હાથનો પંજો કંઈક વધુ