SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ મું] સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી [૩૩૭ 19. R. N. Mehta, 'Sudarśana Lake', 3. 0. I., Vol. XVIII, pp. 20 ff. અગાઉનાં અન્વેષણે માટે જુઓ : 1. Bhagvanlal Indraji Pandit and Dr. G. Bühler, The Inscription of Rudradāman at Junagadh,' Indian Antiquary, Vol. VII, p. 257 2. Kh. B. Ardeshar Jamsed jee, The Sudarsana or Lake Beautiful of the Girnar Inscriptions B. C. 300-A. D. 450, JBBRAS, Vol. XVIII, pp. 47 ff. 3. Manishankar R. Trivedi, 'The Sudarsana Lake of Girnar'. ખાન બહાદુર અરદેશર જમશેદજીએ ક્ષત્રપાલીન સેતુના અવશેષ જૂનાગઢ શહેરના ધારાગઢ દરવાજાની ઉત્તરે આવેલ ટીંબે અને ગણિયા ડુંગરની પશ્ચિમ ધાર વચ્ચેના ભાગમાં શોધ્યા ને એ સેતુ (બંધ) સુદર્શન જળાશયની ઉત્તર પાળ હોવાનું દર્શાવ્યું આગળ જતાં ધારાગઢ દરવાજાથી અશકના શૈલ તરફ એક બીજી પાળ નજરે પડતાં એ પાળ મૌર્યકાલીન સેતુ હોવાનું એમણે સૂચવ્યું. એમના મત મુજબ સુદર્શન તળાવનો મૂળ વિસ્તાર લગભગ અશોક-શૈલ, વાઘેશ્વરી (ગિરનાર) દરવાજે, ઉપરકોટવાળો ટીબો અને ધારાગઢ દરવાજા સુધી હતો, જ્યારે રુદ્રદામાના સમયમાં તૂટેલી પાળથી દૂર ઉત્તરમાં નવી પાળ બાંધીને એ જળાશયને ધારાગઢ દરવાજાથી ઉત્તરે ટીંબા સુધી તથા ઉત્તરપૂર્વે જોગણિયા ડુંગર સુધી વિસ્તારવામાં આવ્યું. પછી આ મત વિસારે પડવો કે હાલ આ સેતુના અવશેષ હસ્તી ધરાવે છે એ લગભગ સહુ ભૂલી ગયા. તાજેતરમાં ૧૯૬૭ના આરંભમાં શ્રી છોટુભાઈ અત્રિએ ક્ષત્રપાલીન ગિરિનગર વિશેના લેખમાં આ મતનો અછડતો ઉલ્લેખ કરેલે (“વિદ્યાપીઠ,” પુ. ૫, પૃ. ૯૪–૯૮). ડૉ. રમણલાલ ના. મહેતાએ કરેલી પ્રથમ સ્થળતપાસનું પરિણામ “વા” (પુ. ૧, પૃ. ૫૩–૫૫)માં પ્રગટ થયું એ પછી ૧૯૬૯ત્ના આરંભમાં અમે એ સ્થળની મુલાકાત લઈ તપાસ કરી તો અમને સુદર્શનના ક્ષેત્રપાલીન સેતુની બાબતમાં ખા, બ. અરદેશર જમશેદજી અને ડે. ૨. ના. મહેતાના મત વચ્ચે ઝાઝો ફેર ન હોવાનું માલુમ પડયું (કે. કા. શાસ્ત્રી, સુદર્શન તળાવ', “સ્વાધ્યાય.” પુ. ૭, પૃ. પર). ડૉ. મહેતાએ એ સેતુને પશ્ચિમ છેડે ધારાગઢ દરવાજાની અંદર બતાવ્યો છે તે વધારે બંધ બેસે છે. વળી રુદ્રદામાના શૈલલેખમાં થયેલા ઉલ્લેખ પરથી શ્રી. અરદેશરે કહેલું એ જળાશય વિસ્તારમાં અગાઉના કરતાં ત્રણગણું થયું એ અર્થઘટન શંકાસ્પદ છે; અને ધારાગઢ દરવાજાથી અશોના લેખવાળા શૈલ તરફ જતી પથ્થરની પાળીને સમયનિર્ણય વધુ પુરાવસ્તુકીય અન્વેષણ માગી લે છે. -સંપાદકો ૧૨. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પુરાવસ્તુવિદ્યા-વિભાગના સંગ્રહમાં ૧૩. એજન ઇ-૨-૨૨
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy