________________
૩૦૦ ]
મોર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
ગુજરાતના અભિખેલે માં જણાવેલાં બ્રાહ્મણનાં ગોત્રોમાં આ ગોત્રને સમાવેશ થાય છે, પરંતુ એ પરથી કૌશિક ગેત્રના બ્રાહ્મણ કૌશિક શાખાના પાશુપત સાથે સંબંધ ધરાવતા હતા કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
૨. ગાગ્ય શાખા
કુમારપાલના સમયના વ. સં. ૮૫૦ (ઈ.સ. ૧૬૯)ના પ્રભાસપાટણના શિલાલેખમાં તેમજ વિ. સં. ૧૩૪૩(ઈ.સ. ૧૨૮૭ ની સિંત્રા-પ્રશસ્તિમાંજ ગાગ્યે ગોત્રના સાધુઓને ઉલ્લેખ આવે છે.
શિલાલેખમાં સાધુઓનાં કેટલાંયે ગોત્રોને ઉલ્લેખ આવે છે. સાધુઓના સંદર્ભમાં ગેત્રને અર્થ “ગુરના શિષ્યોએવો થાય છે, એમ અભિનવગુપ્ત જણાવે છે એટલે ગાર્ગે ગોત્રનો અર્થ ગાર્ગના શિષ્ય એવો ઘટાવી શકાય.૭૫
કુમારપાલના સમયમાં પ્રભાસપાટણના શિલાલેખમાં ભાવ બૃહસ્પતિને તથા સિંત્રા પ્રશસ્તિમાં કાર્તિકરાશિ, વાલ્મીકિરાશિ, અને વાલ્મીકિરાશિના શિષ્ય ગંડ ત્રિપુરાંતકને આ શાખાના ગણાવ્યા છે.૭૭
આ ત્રિપુરાંતક સોમનાથ મંદિરમાં છઠ્ઠા મહત્તર તરીકે નિમાયા હતા. એમણે તીર્થસ્થાનમાં પાંચ મંદિર બંધાવ્યાં હતાં. આ પરથી આ ગોત્રને પ્રચાર ગુજરાતમાં સારા પ્રમાણમાં હતો એવું જોવા મળે છે.
ગુજરાતના અભિલેખમાં જણાવેલાં બ્રાહ્મણોનાં ગોત્રોમાં આ ગોત્રને સમાવેશ થાય છે, પરંતુ એ પરથી ગાગ્યે ગોત્રના બ્રાહ્મણ ગાગ્ય શાખાના પાશુપતિ સાથે સંબંધ ધરાવતા હતા કે કેમ એ કહેવું મુશ્કેલ છે. ૩. મૈત્ર અથવા મૈત્ર શાખા
લકુલીશના ‘મિત્ર' નામે પટ્ટશિયમાંથી ઉદ્ભવેલી શાખાને “મૈય’ કહે છે. સિંત્રા-પ્રશસ્તિમાં આને માટે “મૈત્રેય' એવું રૂપ પ્રયોજેલું છે. એ અશુદ્ધ છે, કેમકે “મય” અને “મૈત્રેય' એ શબ્દોની ઉત્પત્તિ જુદા જુદા શબ્દોમાંથી થયેલી છે, તેમજ પૌરાણિક પરંપરામાં એ બે નામ તદ્દન જુદી જુદી જાતિઓનાં ગણાવેલાં છે. એમની ઉત્પત્તિ તેમજ વૃત્તિ ભિન્ન ભિન્ન જણાવેલાં છે. ૮૦
“મનુસ્મૃતિ (ઈ.સ. પૂ. ૨૦૦-ઈ.સ. ૨૦૦)માં જણાવેલા “મૈત્ર ૮૧, વૈજયંતી (૧૧ મી સદી) કોશમાં જણાવેલા “મૈત્ર'-“મૈત્રક ૮૨ અને ષદર્શનસમુચ્ચય'(ઈ.સ. ૧૩૪૮)માં જણાવેલા “મૈત્ય' એ સર્વ એક જ જાતિના નામનાં રૂપાંતર હોવાનું જણાય છે.