________________
૧૪ મું]
ધર્મસંપ્રદાય
[ ર૯ સાહિત્યની દષ્ટિએ સૌથી જૂને ઉલ્લેખ વાયુપુરાણમાં જોવા મળે છે.• એમાં “શિષ્ય” શબ્દ વાપર્યો નથી, પણ એના અર્થમાં “પુત્ર” શબ્દ પ્રયો છે. એમાં શંકર કહે છે કે હું કાયાવરોહણ ક્ષેત્રમાં નકુલી-લકુલીશ નામે બ્રાહ્મણ થઈશ અને મારે તપસ્વી એવા પુત્રો થશે:- 1. શિક, ૨. ગાયું ૩. મિત્ર અને ૪. કૌરલિંગપુરાણમાં ચાર શિષ્યોનાં નામ અનુક્રમે “શિક', ગાર્મે', “મિત્ર” અને “કરૂધ્ય' એમ ગણાવ્યાં છે. ૧૩ - શિવપુરાણ આ નામના શબ્દ અનુક્રમે “શિક' “ગર્ગ,' “મિત્ર' અને “કૌરુષ્ય' આપે છે. ૬૪
અભિલેખોની દષ્ટિએ સૌથી જૂને ઉલ્લેખ ગુ. સં. ૬ (ઈ.સ. ૩૮૧)ને છે, પણ એમાં ચારે શિગોનાં નામ ગણાવ્યાં નથી, એમાં ફક્ત કુશિકનો જ ઉલ્લેખ છે પ
એકલિંગજીના નાથ મંદિરના વિ સં. ૧૦૨૮(ઈ.સ. ૮૧૧)ના શિલાલેખમાં પણ કુશિકાદિ શિષ્યોના ઉલેખ આવે છે. ૬૬ પણ લેખ ખંડિત હોવાથી બાકીના ત્રણ શિષ્યનાં નામ વાંચી શકાતાં નથી, પાશુપત સંપ્રદાયની શાખાઓ
લકુલીશના આ ચાર શિમાંથી ચાર શાખાઓ શરૂ થઈ એવું સિંડ્યાપ્રશસ્તિ | વિ. સં. ૧૩૪૩=ઈસ. ૧૨૮૦ માં નેપ્યું છે. ૭ ૧. કૌશિક શાખા
કુશિક લકુલીશ પટ્ટશિષ્ય હતા. મથુરાના ગુ. સં. ૬ (ઈ.સ. ૩૮૦-૮૧)ના શિલાલેખમાં આ શાખાના શિની પરંપરા આપી છે. ૧૮ નરવાહનના વિ. સં. ૧૦૨૮ (ઈસ, ૯૭૧)ના ઉદેપુરના શિલાલેખમાં કૌશિકનો ઉલ્લેખ કરી આ શાખાના સાધુઓ શરીરે ભસ્મ લગાવે છે, વલ્કલ પહેરે છે અને માથે જરા રાખે છે, એવું નેધ્યું છે. જૈન વિદ્વાન લકુલીશ અને કૌશિકથી પ્રારંભ થતા અઢાર તીર્થકરોનો ઉલ્લેખ કરે છે. ભાવ સર્વ પણ આને ઉલ્લેખ કર્યો છે. આ બધા સાધુ કદાચ આ શાખાના અનુયાયીઓ હોય.
આ શાખા ખાસ કરીને મેવાડમાં પ્રચલિત હતી.૭૧ મેવાડ એ ગુજરાતની સરહદે આવેલું હોઈ આ શાખા ગુજરાતમાં પણ પ્રચલિત હશે, એ તદ્દન સ્વાભાવિક છે.
(
'