________________
૧૩ મું]
લિપિ
રિ૭૫ પછી લિપિ આરામી લિપિમાંથી ઘડાઈ છે.૪૭ ઈરાનના હખામની સામ્રાજ્ય ઈ . છઠ્ઠા સૈકામાં ભારતના પશ્ચિમોત્તર પ્રદેશમાંના થોડા ભાગ પર સત્તા જમાવી. ઈરાનાઓને લઈને એમની રાજકીય લિપિ આરામને ભારતના એ ભાગમાં પ્રવેશ થયો; પરંતુ આરામી લિપિમાં ૨૨ અક્ષર હતા, જે ભારતીય ભાષાઓનાં કેવળ ૧૮ ઉચ્ચારણો જ વ્યક્ત કરી શકે એમ હતા. વળી એમાં સ્વર તેમજ અંતર્ગત સ્વરચિહ્નોમાં હરવ દીર્થને ભેદ નહતો,૪૮ આથી એ વિદેશી વિપિ ભારતીય ભાષાઓના લેખન માટે અપૂર્ણ હતી. પરિણામે એને ભારતીય ભાષાઓનું વાહન બનાવવા માટે ખરો છ૪૯ અગર બીજા કોઈ વિદ્વાને એને આધારે નવા અક્ષરો તથા હસ્વ સ્વરો અને એનાં અંતર્ગત સ્વરચિહ્નોની
જના કરીને સામાન્ય વ્યવહાર માટે કામચલાઉ લિપિ ઘડી. આમ ઈરાનીએના સંપર્કને કારણે, ઈ. પૂ. પાંચમી સદીમાં ખરેકી લિપિ ઉભરી.પ૦
આરામી લિપિને આધારે આ લિપિ ઘડાઈ હેવાથી એમાં આરામીનાં કેટલાંક લક્ષણ સ્વાભાવિક રીતે આવ્યાં છે. ખરેષ્ઠી લિપિનાં મુખ્ય લક્ષણ આ પ્રમાણે છે: (૧) આ લિપિમાં વર્ગો અને પંક્તિઓ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લેખાય છે; (૨) દીર્ઘ સ્વરો જેવા કે , , , છે અને સૌ ને તેમજ ૪ અને ૨ ને એમાં સર્વથા અભાવ છે, વળી તેઓના અંતર્ગત સ્વરચિહ્ન પણ નથી; (૩) એને લઈને સ્વરે તેમજ તેઓનાં અંતર્ગત સ્વરચિહ્નોમાં હસ્વ-દીર્થને ભેદ નથી; (૪) સંયુક્ત વ્યંજનોનાં અલગ અલગ રૂપ એવાં તે વિલક્ષણ સ્વરૂપે મળે છે કે જેથી તેઓનું પઠન સંશયયુક્ત રહે છે. આ લક્ષણે આ લિપિની મર્યાદા સૂચવે છે. આ મર્યાદાઓને લઈને એમાં પ્રાકૃત લખાણ લખાતાં, પરંતુ સંસ્કૃત લખાણ લખી શકાતાં નહિ, કેમકે સંસ્કૃત વર્ણમાલાની કેટલીક જરૂરિયાતો એ પૂરી પાડી શકતી નહિ. વળી ઈરાની સામ્રાજ્યના શાસનકાલ દરમ્યાન મુખ્યતઃ પશ્ચિમોત્તર ભારતમાં એ પ્રથલિત થઈ હતી ને એ વિદેશી શાસનને અંત આવતાં એની વહીવટી મહત્તા રહી નહિ. જોકે પછીના ભારતીય સ્ત્રી અને શક પહલ તથા કુપાણી અને ક્ષત્રપાએ એને ઉપયોગ ચાલુ રાખે, પરંતુ આ લિપિ એની મર્યાદાઓને કારણે બ્રાહ્મી લિપિની બરાબરી કરી શકી નહિ, એથી થોડા જ વખતમાં આ વિદેશી સત્તાઓએ વહીવટમાં પણ બ્રાહ્મી લિપિ સ્વીકારી લીધી, આથી ધીમે ધીમે કરીને લગભગ ઈ. સ. ની ત્રીજી સદીમાં ખરોષ્ઠી લિપિ લુપ્ત થઈ ગઈ
ગુજરાતમાં ભારતીય-ગ્રીકેના સમયના તાજા પાનન્દ્ર અને અપલદત બીજાના સિકકાઓ પર આ નિપિમાં અનુક્રમે “મરઝમ તરસ મેન ” અને “દુ